જાણો ગુજરાતના યોગી દેવનાથ વિશે, જેમની સરખામણી યોગી આદિત્યનાથ સાથે થઇ રહી છે

Yogi Devnath : યોગી દેવનાથ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. યોગી દેવનાથ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી છે.

જાણો ગુજરાતના યોગી દેવનાથ વિશે, જેમની સરખામણી યોગી આદિત્યનાથ સાથે થઇ રહી છે
Yogi Devnath , Ekaldham Ashram, Kutch
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2021 | 6:58 PM

KUTCH : હિન્દુ યુવા વાહિનીના ગુજરાત પ્રભારી યોગી દેવનાથ ( Yogi Devnath) ટ્વિટર પર ટ્રેન્ડ થઇ રહ્યાં છે. ટ્વિટર પર ઘણા લોકો યોગી દેવનાથના ફોટો પોસ્ટ કરી રહ્યા છે અને તેમને ‘ગુજરાતના યોગી’ કહી રહ્યા છે. યોગી દેવનાથના ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) સાથેના ફોટો પણ વાયરલ થઈ રહ્યાં છે. આટલું જ નહીં, યોગી દેવનાથ પોતે પણ પોતાના ટ્વિટર હેન્ડલ @YogiDevnath2 પર ખૂબ જ એક્ટિવ છે અને સતત તમામ પોસ્ટ અને ફોટો શેર કરતા રહે છે.

યોગી દેવનાથ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી છે. હાલમાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેના તેમનાં કેટલાક ફોટો વાયરલ થયા હતા અને તેઓ ચર્ચામાં આવ્યા હતા. જ્યારે લોકોએ તેમના ફોટો પોસ્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે ટ્વિટર પર #गुजरात_के_योगी ટ્રેન્ડ થવા લાગ્યો હતો.

યોગી આદિત્યનાથ અને યોગી દેવનાથ યોગી દેવનાથ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નજીકના માનવામાં આવે છે. તેમની પાસે યોગી દેવનાથના નામની એક વેબસાઈટ પણ છે જેમાં લખ્યું છે કે તેઓ ગુજરાતમાં હિન્દુ યુવા વાહિનીના પ્રભારી તેમજ કચ્છ સંત સમાજના પ્રમુખ છે અને અખિલ ભારતીય સાધુ સમાજના સભ્ય છે. તેઓ લગભગ 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાયેલા છે. તેઓ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ભરૂડીયા ગામમાં આવેલા એકલધામ આશ્રમ (Ekaldham Ashram) ના મહંત પણ છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Yogi Adityanath and Yogi Devnath

12 વર્ષની વયે સન્યાસ લીધો યોગી દેવનાથે 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપ પાસેથી ટિકિટ માંગી હતી. કચ્છના કૈલાસ ટેકડીમાં સાધુ -સંતોએ બેઠક યોજી ભાજપ હાઈકમાન્ડ પાસે આ માંગણી કરી હતી. 44 વર્ષીય યોગી દેવનાથે 12 વર્ષની વયે સન્યાસ લીધા બાદ ‘નાથ અખાડા’માં જોડાવાનો નિર્ણય કર્યો હતો. લોકો તેમને ‘દેવનાથ બાપુ’ પણ કહે છે. યોગી દેવનાથનું કહેવું છે કે તેઓ અઢી દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે અને સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે ગરીબો માટે કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમનો કોઈ પરિવાર નથી તેથી ભ્રષ્ટાચારનો સવાલ જ ઊભો થતો નથી.

2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપ આપી શકે છે ટીકીટ કચ્છ જિલ્લામાં રાપર વિધાનસભા મતવિસ્તાર છે, જ્યાંથી આગામી વિધાનસભાની ચૂંટણીમાં યોગી દેવનાથને મેદાનમાં ઉતારવાની અટકળો લગાવવામાં આવી રહી છે. હાલમાં આ બેઠક કોંગ્રેસના કબજામાં છે, આવી સ્થિતિમાં ભાજપ અહીં તેમના ચહેરા પર દાવ લગાવવાનું ચોક્કસ પસંદ કરશે. તેઓ સોશિયલ મીડિયા પર પણ ટ્રેન્ડ કરી રહ્યા છે અને લોકો તેમના વખાણ કરી રહ્યા છે કે માત્ર યોગી જ રાજનીતિને યોગ્ય રીતે સંભાળી શકે છે. ખાસ કરીને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં લોકો તેમના ફોટો ટ્વીટ કરી રહ્યા છે.

પ્રશાસનને મંદિરમાં લાઉડસ્પીકર લગાવવા પરનો પ્રતિબંધ પાછો ખેંચવાની ફરજ પાડી તાજેતરમાં, અંબાજી પ્રશાસને હિંદુ સમુદાયના સભ્યોના વિરોધને પગલે મંદિરની હવનશાળામાં લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂકતો આદેશ પાછો ખેંચી લીધો હતો. શનિવારે 18 ડિસેમ્બર 2021ના રોજ , કચ્છ સંત સમાજના પ્રમુખ યોગી દેવનાથે ટ્વિટર પર આ સંદર્ભમાં ટ્વીટ કરીને આ વિરોધ વિશે જણાવ્યું હતું.

યોગી દેવનાથ દ્વારા શેર કરાયેલા વહીવટીતંત્રના પત્રમાં લખવામાં આવ્યું છે કે અંબાજી મંદિરની હવનશાળામાં ધ્વનિ પ્રદૂષણને રોકવા માટે લાઉડસ્પીકરનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે તેનાથી આસપાસના લોકોને મુશ્કેલી પડી રહી છે.

પત્ર સાથેની ટ્વીટમાં યોગી દેવનાથે કહ્યું હતું કે જો આદેશ પાછો ખેંચવામાં નહીં આવે તો ગુજરાતની તમામ મસ્જિદોના લાઉડસ્પીકર બંધ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો : AHMEDABAD : અસારવા-હિંમતનગર ડેમુ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">