AHMEDABAD : અસારવા-હિંમતનગર ડેમુ ટ્રેનના સંચાલનના સમયમાં ફેરફાર
બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન સૈજપુર, સરદાર ગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ દહેગામ, જાલિયા મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરાપુર, પ્રાંતિજ, સોનાસણ, હાપા રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
AHMEDABAD : પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન પર મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને અસારવા – હિંમતનગર ડેમુ ટ્રેનના સંચાલન સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
ટ્રેન નંબર 09401(79401) અસારવા – હિંમતનગર ડેમુ ટ્રેન 21 મી ડિસેમ્બર 2021 થી અસારવાથી 18:30 કલાકે ઉપડશે અને 20:45 કલાકે હિંમતનગર પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09402(79402) હિમતનગર – અસારવા ડેમુ ટ્રેન 22મી ડિસેમ્બર 2021 થી હિંમતનગરથી 07:00 કલાકે ઉપડશે અને 09:15 કલાકે અસારવા પહોંચશે. બંને દિશામાં માર્ગમાં આ ટ્રેન સૈજપુર, સરદાર ગ્રામ, નરોડા, મેદરા, ડભોડા, નાંદોલ દહેગામ, જાલિયા મઠ, રખિયાલ, ખેરોલ, તલોદ, ખારી અમરાપુર, પ્રાંતિજ, સોનાસણ, હાપા રોડ સ્ટેશનો પર ઉભી રહેશે.
મુસાફરો સંચાલન સમય, સ્ટોપેજ અને ટ્રેનના બંધારણ સંબંધિત વિગતવાર માહિતી માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે. પશ્ચિમ રેલવેએ મુસાફરોને બોર્ડિંગ, મુસાફરી અને ગંતવ્ય દરમિયાન COVID-19 સંબંધિત તમામ ધોરણો અને SOPsનું પાલન કરવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે જે કોરોના વાયરસના કેસ વધતા 23 એપ્રિલ 2020ના રોજ અસારવા-હિંમતનગર ડેમુ ટ્રેન બંધ કરાઈ હતી. જે 9 ઓગસ્ટથી ફરી શરૂ કરવામાં આવી હતી. હવે 106 દિવસ બાદ આ ટ્રેન શરૂ થઇ હતી. આ રૂટ અંતર્ગત અઠવાડિયામાં 6 દિવસ દરમિયાન બે ડેમુ ટ્રેન દદોડાવવામાં આવી રહી છે.અસારવાથી હિંમતનગર શનિવાર સિવાય છ દિવસ અને હિંમતનગરથી અસારવા રવિવાર સિવાય છ દિવસ ડેમુ ટ્રેન દોડાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો : VALSAD : પશ્ચિમ રેલવે દ્વારા ઉમરગામ અને મહેસાણા વચ્ચે સ્પેશીયલ ટ્રેન દોડાવવામાં આવશે
આ પણ વાંચો : GANDHINAGAR : પેપરલીક મામલે કોંગ્રેસ ધારાસભ્યો CMને મળ્યા, અસિત વોરાના રાજીનામાની માંગ કરી
આ પણ વાંચો : VADODARA : SSG હોસ્પિટલની સરકારી માયક્રોબાયોલોજી લેબમાં 3 લાખથી વધુ RTPCR ટેસ્ટ થયા