VIDEO : રાજ્યમાં વાસી ઉત્તરાયણના પર્વે પણ કાતિલ દોરીએ અનેક લોકોની જીવનની ડોર છીનવી
પહેલી ઘટના ભાવનગર શહેરની છે જ્યાં લાલ ટાંકી પાસે પતંગની દોરીથી બાળકીનું ગળુ કપાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું. તો આ તરફ ગાંધીનગરના કલોલના છત્રાલ ગામના અશ્વિન ગઢવી અંબિકા બ્રિજ પરથી પસાર થતા સમયે કાતિલ દોરી વાગતા યુવકનું મોત નિપજ્યું હતું.
રાજ્યમાં વાસી ઉત્તરાયણના પર્વે પણ કાતિલ દોરીએ જીવનની ડોર કાપી હોય તેવી ઘટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો. હજારો જાહેરાતો અને અપીલ છતાં લોકો ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરતાં રહ્યા અને લોકો ઘવાતા રહ્યા. અને કેટલાકે તો મહામૂલો જીવ પણ ગુમાવવો પડ્યો.
કાતિલ દોરીએ લીધા ભોગ !
પહેલી ઘટના ભાવનગર શહેરની છે જ્યાં લાલ ટાંકી પાસે પતંગની દોરીથી બાળકીનું ગળુ કપાતા સારવાર દરમિયાન મોત નિપજ્યું. તો આ તરફ ગાંધીનગરના કલોલના છત્રાલ ગામના અશ્વિન ગઢવી અંબિકા બ્રિજ પરથી પસાર થતા સમયે કાતિલ દોરી વાગતા યુવકનું મોત નિપજ્યું હતું. કચ્છના ગાંધીધામના ભારતનગર વિસ્તારમાં પતંગની દોરીથી બાઈકચાલક યુવકનું મૃત્યું થયું. જ્યારે સાબરકાંઠાના વિજયનગરમાં પતંગ ચગાવવા ધાબે ચડેલો યુવક પટકાયો. આ યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું
હવે જરા આ ઘટનાઓ પર નજર કરીએ તો ભાવનગરની લાલ ટાંકી નજીક પતંગની દોરીથી બાળકીનું ગળું કપાયું અને માત્ર અઢી વર્ષની બાળકીના ગળામાં પતંગની દોરી આવતાં મોત નિપજ્યું. માતા-બાળકી સ્કૂટર પર જતા હતા તે દરમિયાન આ કરૂણ ઘટના બનતા મા સહિત પરિવારજનો ઘેરા શોકમાં છે.
રાજ્યમાં વાસી ઉત્તરાયણના પર્વે પણ કાતિલ દોરીએ જીવનની ડોર કાપી હોય તેવી ઘટનાઓનો સિલસિલો ચાલુ રહ્યો | #TV9GujaratiNews #Gujarat pic.twitter.com/GlkfA9r1Hi
— Tv9 Gujarati (@tv9gujarati) January 16, 2023
અનેક પરિવારમાં તહેવારના દિવસે માતમ છવાયો
આ તરફ કલોલમાં ચાઈનીઝ દોરીએ વધુ એક યુવાનનો ભોગ લીધો. છત્રાલ ગામના અશ્વિન ગઢવી નામના 30 વર્ષીય યુવકનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું.યુવક કલોલના અંબિકા બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ચાઈનીઝ દોરી તેના ગળામાં વીંટળાઈ અને તેણે જીવ ગુમાવવો પડ્યો.કચ્છના ગાંધીધામમાં પણ ગઇકાલે પતંગની દોરીથી ઇજાગ્રસ્ત બનેલા યુવકનું આજે સારવાર દરમિયના મૃત્યુ નિપજ્યું છે. ગઇકાલે ગાંધીધામમાં દોરીથી ઘાયલ થયેલા યુવકને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું છે.
વેપારીઓએ નફો લઈને લોકોના ગળા કાપવાનો ગુનો કર્યો
આ તરફ ખેડામાં પણ પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વાગતા યુવક ઘાયલ થયો હોવાની ઘટના બની છે. યુવકના ગાળાના ભાગે દોરી વાગતા ગંભીર ઇજાઓ પહોંચી. પંકજ મકવાણા નામના ઘાયલ યુવકને સારવાર માટે કઠલાલની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. તો પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો આતંક ગુજરાતના મોટાભાગના શહેરોમાં યથાવત રહ્યો. સાબરકાંઠાના હિંમતનગરમાં 5 વર્ષનું બાળક ઉડતી આફતનો શિકાર બન્યું,સદ્દભાગ્યે બાળકનો જીવ બચ્યો, પરંતુ ગળા પર રહી ગઇ જીવનભરની નિશાની.બાળક જ્યારે પરિવાર સાથે બાઇક પર જઇ રહ્યું હતું ત્યારે અચાનક ગળાના ભાગે ચાઇનીઝ દોરી વાગી હતી, બાળક ઘાયલ થતા જ હોસ્પિટલ ખસેડાયું, બાળકનો જીવ તો બચી ગયો, પરંતુ ઘા એટલો ઉંડો હતો કે તબીબોએ ટાંકા લેવા પડ્યા હતા.જોકે આ તમામ ઘટનાઓ એ જ દર્શાવે ચે કે પ્રતિબંધ હોવા છતાં ચાઈનીઝ દોરીનું બેફામ વેચાણ થયું છે અને વેપારીઓએ નફો લઈને, તો પતંગવીરો પૈસા બચાવીને પણ લોકોના ગળા કાપવાનો ગુનો તો કર્યો જ છે.