સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો

હવામાન વિભાગે જણાવ્યું છેકે સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ કોલ્ડવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં કાલથી 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ રહેશે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો
કોલ્ડવેવની આગાહી (પ્રતિકાત્મક તસ્વીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 17, 2021 | 6:02 PM

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ત્યારે ફરી હવામાન વિભાગે ઠંડી મામલે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી છે. કોલ્ડવેવ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. તથા ગુજરાતમાં ડ્રાય વેધર રહેશે તો ક્યાંય વરસાદની આગાહી નહીં. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે. ત્રણ દિવસ બાદ 2 ડીગ્રી તાપમાન વધશે.

હવામાન વિભાગે જણાવ્યું છેકે સૌરાષ્ટ્ર કચ્છમાં નલિયા, કંડલા, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ કોલ્ડવેવ રહેશે. ઉત્તર ગુજરાતમાં કાલથી 18 ડિસેમ્બર સુધી કોલ્ડવેવ રહેશે. 10 ડીગ્રી તાપમાન કોલ્ડવેવમાં રહે છે. નલિયામાં હાલમાં 5 ડીગ્રી તાપમાન છે. બાદમાં બે દિવસ નલિયામાં 6 ડીગ્રી તાપમાન રહેશે. હાલ અમદાવાદમાં 12 ડીગ્રી તાપમાન છે. તો આવતીકાલે 11 થી 10 ડીગ્રી તાપમાન રહેશે.ગાંધીનગરમાં પણ હવામાન વિભાગે કોલ્ડવેવની આગાહી કરી છે. તો બનાસકાંઠા અને ગાંધીનગર કોલ્ડવેવ રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે  16 ડિસેમ્બર, 17 ડિસેમ્બર અને 18 ડિસેમ્બર એણ ત્રણ દિવસ સુધી થથરી જવાય એવી હાડ થીજાવતી ઠંડી પડશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 તારીખ બાદ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં કોલ્ડવેવ શરૂ થશે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં લઘુતમ તાપમાન 2થી 3 ડીગ્રી ઘટશે. તેના કારણે આ વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસમાં ઠંડીનું જોર વધશે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો હતો. હવે અચાનક હવામાન પલટાચાં દિવસે ગરમી ઓછી લાગે છે. ગુજરાતમાં ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ઠંડીનું જોર વધે છે. ડિસેમ્બરનું એક સપ્તાહ ઉપરનો સમય વીતી ગયો હોવા છતાં પણ લઘુતમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું હતું. તેથી શિયાળાનો અહેસાસ થતો નહોતો. હવે અસલી શિયાળો શરૂ થયો હોય એવું લાગે છે. તેમાંપણ ગઇકાલે રાત્રે ગુજરાતમાં લઘુત્તમ તાપમાન ખુબ જ નીંચુ રહ્યું હતું. અને, લોકોને વહેલાસર ઘરમાં પુરાઇ જવું પડયું હતું.

આ પણ વાંચો : Ahmedabad : ટ્રાફિક વિભાગમાં નવા વાહન અને સાધનો ઉમેરાયા, ટ્રાફિક વિભાગની કામગીરી સરળ બનશે

આ પણ વાંચો : દિલ્હી રમખાણો: નફરતભર્યા ભાષણ આપવા મુદ્દે રાજકારણીઓ સામે એફઆઈઆર કરવા અંગે 3 મહિનામાં નિર્ણય કરવા સુપ્રીમની દિલ્હી હાઈકોર્ટને ટકોર

g clip-path="url(#clip0_868_265)">