દિલ્હી રમખાણો: નફરતભર્યા ભાષણ આપવા મુદ્દે રાજકારણીઓ સામે એફઆઈઆર કરવા અંગે 3 મહિનામાં નિર્ણય કરવા સુપ્રીમની દિલ્હી હાઈકોર્ટને ટકોર
નફરત ફેલાવવાના કેસમાં નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની સુપ્રીમ કોર્ટમાં માગ કરવામાં આવી છે, હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું છે.
સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટને દિલ્હી રમખાણો (Delhi Riots)ના કેસમાં નફરતભર્યા ભાષણ આપવા માટે રાજકારણીઓ વિરુદ્ધ FIR નોંધવાની માગ કરતી અરજી પર નિર્ણય લેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) હાઈકોર્ટને (Delhi High Court) ત્રણ મહિનામાં એફઆઈઆર મુદ્દે નિર્ણય કરવાનો નિર્દેશ આપ્યો છે.
વાસ્તવમાં, નફરત ફેલાવવાના કેસમાં નેતાઓ વિરુદ્ધ FIR નોંધવાની સુપ્રીમ કોર્ટમાં માંગ કરવામાં આવી છે. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને આ મામલે નિર્ણય લેવા જણાવ્યું છે. અરજદારોએ ભાજપના નેતાઓ કપિલ મિશ્રા, અનુરાગ ઠાકુર, પરવેશ વર્મા અને અભય વર્મા વિરુદ્ધ FIR નોંધણી અને SIT તપાસની માંગણી કરતી અરજી કરી હતી. હવે સુપ્રીમ કોર્ટે આ મામલાનો નિકાલ કરવા હાઈકોર્ટને નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે રમખાણ પીડિતોની અરજી પર કહ્યું કે હાલમાં તે હાઈકોર્ટને વહેલી સુનાવણી માટે કહી શકે છે. જણાવી દઈએ કે 2020ના દિલ્હી રમખાણોના ત્રણ પીડિતોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટ હેટ સ્પીચ (Hate Speech) કેસમાં તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી.
અરજદારોએ કહ્યું હતું કે તેઓએ રમખાણો ભડકાવવા માટે દ્વેષપૂર્ણ ભાષણ આપવા બદલ ભાજપના નેતાઓ સામે એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. પરંતુ હાઈકોર્ટ તેમની અરજી પર સુનાવણી કરી રહી નથી. હવે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને નિર્દેશ આપ્યો છે કે તેઓ નેતાઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ ભાષણના કેસમાં એફઆઈઆર પર વહેલી તકે નિર્ણય લે.
આ પણ વાંચો: Paper leak કેસમાં મોટો ખુલાસો, પેપર 10થી 15 લાખમાં વેચવામાં આવ્યા, જાણો એફઆઇઆરમાં કોનો-કોનો છે ઉલ્લેખ ?