AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: ગીરનું જંગલ પ્રવાસીઓ માટે મૂકાયું ખૂલ્લુ, ડીએફઓ ડૉ. મોહન રામે આપી લીલી ઝંડી આપી પ્રવાસીઓની ગાડીઓ કરી રવાના

15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું હતું જે ચારેક મહિનાના  વિરામ બાદ ફરી એકવાર શરૂ થઈ ગયું છે.  ત્યારે વન વિભાગ (Forest Department) દ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

Junagadh: ગીરનું જંગલ પ્રવાસીઓ માટે મૂકાયું ખૂલ્લુ, ડીએફઓ ડૉ. મોહન રામે આપી લીલી ઝંડી આપી પ્રવાસીઓની ગાડીઓ કરી રવાના
ગીર જંગલમાં આજથી જંગલ સફારીની શરૂઆત
Vivek Thakor
| Edited By: | Updated on: Oct 16, 2022 | 9:50 AM
Share

ગીર જંગલ  (Gir Jungle) આજથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું હતું અને સવારના સમયે ડીએફઓ ડો.મોહન રાવે લીલી ઝંડી ફરકાવીને પ્રવાસીઓની  ટૂર કારને  રવાના કરી હતી. હાલ વરસાદ બાદ ગીર જંગલનું સૌંદર્ય સોળે  કળાએ ખીલી ઉઠ્યું છે તેમજ  દીવાળી વેકેશન માટે અત્યારરથી જ ગીરમાં બુકિંગ થવા લાગ્યા છે. આજથી એટલે કે   16 ઓક્ટોબરથી સાસણ ગીર અભ્યારણ્ય (Gir Sanctuary) નિયમિત રીતે શરૂ થઇ જશે. સવારે 6 વાગ્યાથી પ્રવાસીઓ નિયમિત સાસણ ગીર અભ્યારણ્યની મુલાકાત લઇ શકશે. ચોમાસાની સિઝન(Monsoon Season)  દરમિયાન 15 જૂનથી 15 ઓક્ટોબર સુધી સાસણ ગીર અભયારણ્યને બંધ રાખવામાં આવ્યું હતું જે ચારેક મહિનાના  વિરામ બાદ ફરી એકવાર શરૂ થઈ ગયું છે.  ત્યારે વન વિભાગ (Forest Department) દ્વારા પણ પ્રવાસીઓના સંભવિત ધસારાને જોતા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે.

સાસણ ગીર ખાતેથી લાયન સફારી શરૂ કરાઈ

નોંધનીય છે કે 15 જૂનથી 16 ઓકટોબર સુધી પ્રાણીઓનું વેકેશન આપવામાં આવતું હોય છે  ખાસ કરીને આ સમય સિંહોનો સંવનન કાળ હોય છે અને  સિંહોને કોઈ દખલ ન થાય તે માટે  દેવળિયા અભિયારણ્ય બંધ કરવામાં આવે છે  જોકે ધારીમાં આવેલો આંબરડી પાર્ક ખુલ્લો રાખવામાં આવે છે. હવે દીવાળીના સમયમાં આંબરડી તથા દેવળિયા બંને  પાર્ક ખુલ્લા રાખવામાં આવશે.

અત્યારથી જ સિંહ (Lion) દર્શનની પરમિટનું બુકિંગ શરૂ થઇ ગયું છે, ત્યારે પ્રવાસીઓના ધસારાને જોતા ઓનલાઇન પરમિટની સંખ્યામાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સાસણ ગીર વિશ્વભરમાં એશિયાટિંક સિંહ માટે જાણીતુ છે. અહીં દેશ-વિદેશથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ વનરાજને જંગલમાં વિચરતા જોવાનો લ્હાવો લેવા આવે છે, વળી વરસાદ બાદ તો ગીર જંગલનું (forest) કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠે છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: વિજયસિંહ પરમાર જૂનાગઢ ટીવી9

g clip-path="url(#clip0_868_265)">