AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: સારા વરસાદને લઈ જમીનમાં ભેજ ઉતરતા જ ખેડૂતોએ મગફળીના પાકનું શરૂ કર્યુ વાવેતર

જૂનાગઢ (Junagadh)જિલ્લામાં સૌથી વધુ મગફળી પકવવામાં આવે છે ત્યારે આ વર્ષે ગત અઠવાડિયા દરમિયાન પડેલા વરસાદમાં જ ખેડૂતોએ 329 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી દીધું છે.

Junagadh: સારા વરસાદને લઈ જમીનમાં ભેજ ઉતરતા જ ખેડૂતોએ મગફળીના પાકનું શરૂ કર્યુ વાવેતર
Junagadh: Peanut crop Sowing
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 12:19 PM
Share

રાજ્યમાં આ વર્ષે પ્રિ -મોન્સૂન (Pre-Monsoon Activity)એક્ટિવિટીના ભાગ રૂપે સારો વરસાદ વરસ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ્યાં જયાં મગફળી અને કપાસની વાવણી કરવામાં આવે છે તેવા મોટા ભાગના જિલ્લાઓમાં મગફળીનું (Peanut)વાવેતર કરી દેવામાં આવ્યું છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જૂનાગઢ (Junagadh)જિલ્લામાં સૌથી વધુ મગફળી પકવવામાં આવે છે ત્યારે આ વર્ષે ગત અઠવાડિયા દરમિયાન પડેલા વરસાદમાં જ ખેડૂતોએ 329 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરી દીધું છે.રાજ્યમાં 13 જૂન સુધીના સમયગાળામાં એક જ અઠવાડિયામાં 1.67 લાખ હેકટર સહિત રાજ્યમાં કુલ 2, 53, 029 હેક્ટરમાં વાવણી કરવામાં આવ્યા છે અને રાજ્યના સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત  પૈકી  70-78 ટકા વાવણી માત્ર સૌરાષ્ટ્રમાં થઈ છે.

જૂનાગઢમાં કરવામાં આવ્યું મગફળીનું વાવેતર

રાજ્યમાં જૂનાગઢમાં મોટા પ્રમાણમાં મગફળીનું(Peanut)વાવેતર થાય છે. ત્યારે અત્યાર સુધીમાં જૂનાગઢમાં 329 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. મગફળી તેમજ કપાસ એ રોકડિયા ખરીફ પાક છે ત્યારે કુલ 1,00, 254 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે. આ ઉપરાતં 1, 33, 093 હેક્ટરમાં કપાસનું તેમજ અન્ય પાકોમાં  સોયાબિ, સિઝનલ શાકભાજી,  મકાઇ, તુવેરના વાવેતર પણ શરૂ કરવામાં આવ્યા છે.

ખેડૂતોના મતે વાવણી માટે યોગ્ય વાતાવરણ

ખેડૂતોના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં જમીનમાં ભેજ યોગ્ય પ્રમાણમાં છે અને તેના કારણે જો પાક વાવવામાં આવે તો ફણગા ફૂટવાથી માંડીને  નવો ફાલ આવવા સુધી પાકને  ફાયદો થાય છે. વળી ગત વર્ષે આવેલા તાઉતે વાવાઝોડાને કારણે ઘણું નુકસાન  થયું હતુ.ં પરંતુ આ વર્ષે સિઝન યોગ્ય  શરૂ થઈ છે આથી જો  આખી સિઝન દરમિયાન વધારે ફેરફાર ન આવે અને અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ ન થાય તો તેઓ  આ વર્ષે નુકસાનની ભરપાઈ કરી શકશે.  તો બીજી તરફ દેવભૂમિ દ્વારકા તેમજ સુરેન્દ્રનગર  તેમજ દક્ષિણ ગુજરાતમાં  પણ  ખેડૂતોએ  જમીનને  યોગ્ય પાકના વાવેતર કરવાની શરૂઆત કરી હતી.

હવામાન વિભાગે આગાહી કરી છે કે હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે આગામી 16 અને 17 તારીખે સારા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં ચોમાસુ સમગ્ર રાજ્યમાં પહોંચશે.  ત્યારે હજી મોટા પ્રમાણમાં રાજ્યમાં વાવણી થઈ શકે છે.  આગામી સમયમાં વધુ વરસાદ થશો તો  દક્ષિણ ગુજરાતના તેમજ અન્ય જિલ્લામાં ડાંગરના પાકની વાવણી પણ શરૂ થશે.

g clip-path="url(#clip0_868_265)">