Junagadh: લીલી પરિક્રમામાં યાત્રિકો માટે રાખવામાં આવશે તબીબી સુવિધાઓ
પરિક્રમાની તૈયારીઓ અંગે જિલ્લાના કલેક્ટર રચિત રાજની અધ્યક્ષતામાં 4 નવેમ્બર દેવ ઉઠી એકાદશીના દિવસથી યોજાનારી લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિત યાત્રિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત એકાદશીથી થશે. બે વર્ષ બાદ આ વખતે સામાન્ય નાગરિકો ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ શકશે. ગિરનારની 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. નોંધનીય છે કે ગત વર્ષે ફકત સાધુ સંતોએ જ આ પરિક્રમા કરી હતી. ત્યારે આ વર્ષે બહોળી સંખ્યામાં લોકો જોડાય તેવી શક્યતા છે, ત્યારે આ તમામ લોકોને મેડિકલ સુવિધા મળી રહે તે માટે 10થી વધુ રાવટીઓ ઉભી કરવામાં આવી હતી.
નોંધનયી છે કે ગિરનારની ફરતે 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. આ દરમિયાન યાત્રિકો વન વિસ્તારમાં ચાર રાત્રિ અને પાંચ દિવસ પ્રકૃતિના ખોળે આરાધના કરે છે અને પોતાની ભક્તિનું ભાથું બાંધે છે.
આ તૈયારીઓ અંગે જિલ્લાના કલેક્ટર રચિત રાજની અધ્યક્ષતામાં 4 નવેમ્બર દેવ ઉઠી એકાદશીના દિવસથી યોજાનારી લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિત યાત્રિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ગિરનાર પરિક્રમાના કુલ 36 કિ.મી.ના રૂટ ઉપર 16 જેટલી રાવટીઓ ઉભી કરવામાં આવી છે. જે એક પ્રકારે યાત્રિકો માટે હેલ્પ સેન્ટરનું પણ કામ કરશે. અહીંયા વાયરલેસ ટોકી સાથે કર્મચારી ગણ સેવારત રહેશે. ઉપરાંત પ્રાથમિક સારવાર માટેની કીટ અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવશે. આ વર્ષે કોરોનાના કેસ ઓછા થઈ જતા તંત્ર દ્વારા આ વર્ષ લીલી પરિક્રમા યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે.
જૂનાગઢમાં વર્ષો વર્ષ લીલી પરિક્રમા યોજાય છે, ત્યારે ગુજરાતના સ્થાનિકો મોટી સંખ્યામાં આ પરિક્રમામાં જોડાય છે. ત્યારે તંત્ર દ્વારા પરિક્રમા કરનારાઓને સૂચના આપવામાં આવી છે કે યાત્રિકો પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે, કારણ કે પ્લાસ્ટિકના ઉપયોગથી વન સંપદાને નુકસાન પહોંચે છે. નાયબ વન સંરક્ષક અક્ષય જોષીએ જણાવ્યું હતું કે કુદરતી જળ સ્ત્રોત દુષિત ન થાય તેની કાળજી લેવા અને પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો તે યોગ્ય રહેશે.