Junagadh: બે વર્ષ બાદ યોજાનારી ગિરનારની લીલી પરિક્રમાની વ્યવસ્થા અંગે આયોજન શરૂ, એકાદશીથી થશે પરિક્રમાની શરૂઆત
ગિરનારની (Girnar) ફરતે 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા (leeli parikaram) કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે.

જૂનાગઢમાં યોજાતી ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત એકાદશીથી થશે. બે વર્ષ બાદ આ વખતે સામાન્ય નાગરિકો ગિરનારની લીલી પરિક્રમામાં સામેલ થઈ શકશે. ગિરનારની 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. નોંધનીય છે કે ગત વર્ષે ફકત સાધુ સંતોએ જ આ પરિક્રમા કરી હતી.
પરિક્રમાની વ્યવસ્થા અંગે થશે ચર્ચાઓ
ગિરનારમાં યોજાતી લીલી પરિક્રમા અંગેની આજની બેઠકમાં સાધુ સંતો પણ હાજર રહેશે. તેજમ વહીવટીતંત્રના અધિકારીઓ પણ હાજર રહેશે. નોંધનયી છે કે ગિરનારની ફરતે 35 કિ.મી લાંબી લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી કારતક સુદ પૂનમ એટલે કે પાંચ દિવસની પગપાળા પરિક્રમા યોજાય છે. આ દરમિયાન યાત્રિકો વન વિસ્તારમાં ચાર રાત્રિ અને પાંચ દિવસ પ્રકૃતિના ખોળે આરાધના કરે છે અને પોતાની ભક્તિનું ભાથું બાંધે છે.
આ તૈયારીઓ અંગે જિલ્લાના કલેક્ટર રચિત રાજની અધ્યક્ષતામાં 4 નવેમ્બર દેવ ઉઠી એકાદશીના દિવસથી યોજાનારી લીલી પરિક્રમાના આયોજન સંદર્ભે અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં રોડ-રસ્તા, ટ્રાફિક નિયમન, પ્રદૂષણ- સ્વચ્છતા, પીવાના પાણી સહિત યાત્રિકોની સુરક્ષાના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
જો કે, છેલ્લા બે વર્ષ કોરોનાએ આ લીલી પરિક્રમાને ગ્રહણ લગાડ્યું હતું અને લીલી પરિક્રમા વર્ષો બાદ સતત બે વર્ષ સુધી બંધ રહેવા પામી હતી. દરમિયાન આ વર્ષે કોરોનાની બીમારી શૂન્યવત થઈ જતા તંત્ર દ્વારા આ વર્ષ લીલી પરિક્રમા યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી લીધી છે અને પરિક્રમા માટે મીટીંગોના દોર અને લાગતા વળગતા તંત્રો દ્વારા કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.
વિથ ઇનપુટ ક્રેડિટ : વિજયસિંહ પરમાર, ટીવી9, જૂનાગઢ