Junagadh: અરવિંદ રૈયાણીની જીભ લપસી, કહ્યું દેશ 1997માં આઝાદ થયો

આ દરમિયાન મંત્રી અરવિંદ રૈયાણીએ (Arvind raiyani) પોતાના ભાષણમાં ભાંગરો વાટ્યો હતો. મંત્રીએ 1947ના બદલે 1997માં દેશ આઝાદ થયો  હતો.  તેમણે આવું કહેતા ઉપસ્થિત મેદની થડી વાર માટે ચોંકી ગઈ હતી

Junagadh: અરવિંદ રૈયાણીની જીભ લપસી, કહ્યું દેશ 1997માં આઝાદ થયો
Junagadh: Arvind Raiyani slips the tongue, says country became independent in 1997
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 15, 2022 | 10:31 PM

જૂનાગઢ (Junagadh) જિલ્લામાં જિલ્લા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કેશોદમાં  (Keshod) કરવામાં આવી. જૂનાગઢના કેશોદ ખાતે પણ આઝાદીની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન મંત્રી અરવિંદ રૈયાણી(Arvind raiyani) પોતાના ભાષણમાં ભાંગરો વાટ્યો હતો. મંત્રીએ 1947ના બદલે 1997માં દેશ આઝાદ થયો હતો. તેમણે આવું કહેતા ઉપસ્થિત મેદની થોડીવાર માટે ચોંકી ગઈ હતી અને અંદોરઅંદર ગણગણાટ શરૂ થઈ ગયો હતો અને તેમનો આ વીડિયો પણ સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો અને ગુજરાતના આ મંત્રી ચર્ચાનો વિષય બન્યા હતા.

અગાઉ અરવિંદ રૈયાણી ધૂણતા જોવા મળ્યા હતા

અરવિંદ રૈયાણીના વતન એવા ગુંદા ગામે રૈયાણી પરીવારનો માતાજીનો માંડવો યોજાયો હતો. દર વર્ષે યોજાતા આ માંડવામાં અરવિંદ રૈયાણી અચૂક હાજરી આપે છે. પરંતુ આ વર્ષે જે વીડિયો વાયરલ (Viral Video) થયો છે, જેમાં અરવિંદ રૈયાણી ધુણતા જોવા મળ્યા હતા. એટલું જ નહી, અરવિંદ રૈયાણી શરીર પર સાંકળથી કોરડા વિંઝતા પણ દેખાયા. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મંત્રી અરવિંદ રૈયાણીની સાથે તાલુકા ભાજપ પ્રમુખ બાબુ નસીત પણ ધુણતા જોવા મળ્યા હતા. રાજ્યકક્ષાના મંત્રી અરવિંદ રૈયાણીનો ધૂણતો વીડિયો વાયરલ થયા બાદ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (vijay rupani) આટકોટમાં હોસ્પિટલના ઉદ્ધાટન પ્રસંગે  અરવિંદ રૈયાણીને (Arvind Raiyani) જોઈને રમૂજ કરતા કહ્યું હતું કે, અરવિંદ તું શું ધૂણે છે? આપણે ધુણવાનું નહીં, ધૂણાવવાનું હોય’.

ગીર સોમનાથ અને અમરેલીમાં થયું ધ્વજવંદન

અમરેલી (Amreli) જિલ્લાના વડિયામાં (vadiya) વાદળછાયા માહોલ વચ્ચે (National Flag) ફરકાવવામાં આવ્યો હતો. વડિયામાં સ્વતંત્રતા પર્વની તાલુકા કક્ષાની ઉજવણી મોટી કુંકાવાવ ખાતે કરવામાં આવી હતી. કુંકાવાવમાં બી.આર.સી. ભવન ખાતે વડિયા મામલતદાર એન.જે. ખોડભાયાના હસ્તે ત્રિરંગો ફરકાવવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય ઉત્સવમાં કર્મચારીઓ તેમજ ગ્રામજનો અને બાળકો જોડાયા હતા. કાર્યક્રમમાં અનેકતામાં એકતા દર્શાવતા વિવિધ કાર્યક્રમો અને ગરબા સહિતના નૃત્યો પણ રજૂ કર્યા હતા. સ્વંત્રતા દિવસે ધ્વજવંદન કાર્યક્રમ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

મુખ્યપ્રધાને મોડાસામાં લહેરાવ્યો ત્રિરંગો

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી સાથે જ મોડાસાની સાથે સમગ્ર ગુજરાત પણ દેશભક્તિના રંગે રંગાયુ છે. ધ્વજવંદન બાદ પોલીસકર્મીઓ સાહસ અને શક્તિનું પ્રદર્શન કરવામાં આવ્યુ. ઉપરાંત રમત-ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા રંગારંગ કાર્યક્રમ પણ યોજાયો. સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ પણ રાજ્યપાલની હાજરીમાં અહીં એટ હોમ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પણ મુખ્યપ્રધાનની સાથે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લાની સમર્થ ભૂમી પરથી 76માં સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણીની શરુઆત કરાવી. તેમણે  ત્રિરંગો લહેરાવી તેને સલામી આપવાની સાથે ગુજરાતના સર્વાંગી વિકાસની ગાથા આલેખી હતી.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">