AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂનાગઢમાં સરકારી મિલકતોનો 6 કરોડનો વેરો બાકી, વિપક્ષે પાડી પસ્તાળ, કહ્યુ 104 કરોડની ઉઘરાણી છે બાકી

શરૂઆતના સમયમાં જે 100 ટકા વ્યાજ માફીની યોજના રાખવામાં આવી હતી. જેમાં 14 હજાર 770 લોકોએ લાભ લીધો હતો. જેમાં તેમની પાસેથી 8 કરોડ જેવી રકમની વસુલાત કરવામાં આવી હતી અને 2.81 કરોડ જેવી રકમનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું.

જૂનાગઢમાં સરકારી મિલકતોનો 6 કરોડનો વેરો બાકી, વિપક્ષે પાડી પસ્તાળ, કહ્યુ 104 કરોડની ઉઘરાણી છે બાકી
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 03, 2023 | 1:49 PM
Share

જૂનાગઢની વાત કરીએ તો નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજજો મળતા ટેક્સનું ભારણ વધી ગયું છે. વીજળી, પાણી, સફાઇ, કચરો વગેરેની સેવા આપી ટેક્સ વસૂલાત કરવામાં આવે છે તેવો દાવો કરવામાં આવ્યો છે. આ વર્ષે 104 કરોડ રૂપિયા કુલ મનપાના લેવાના નિકળે છે, જેમાં 34.47 કરોડ વસૂલવામાં આવ્યા હતા, જો કે સરકારી મિલકતોના 6 કરોડ રૂપિયા હજુ પણ બાકી છે.

આ પણ વાંચો : Gujarati Video : લો બોલો ! સુરતમાં કોંગ્રેસની મહિલા પદાધિકારી બાદ હવે જૂનાગઢની ભાજપ મહિલા કોર્પોરેટરના પતિએ મંગાવેલો દારૂનો જથ્થો ઝડપાયો, જુઓ Video

શરૂઆતના સમયમાં જે 100 ટકા વ્યાજ માફીની યોજના રાખવામાં આવી હતી. જેમાં 14 હજાર 770 લોકોએ લાભ લીધો હતો. જેમાં તેમની પાસેથી 8 કરોડ જેવી રકમની વસુલાત કરવામાં આવી હતી અને 2.81 કરોડ જેવી રકમનું વ્યાજ માફ કરવામાં આવ્યું હતું. પરંતુ સરકારી મિલકત સામે મનપા આંખ આડા કાન કરતી હોય તેવું લાગી રહ્યું છે.

તો બીજી તરફ વિરોધ પક્ષના કોર્પોરેટરનો આક્ષેપ છે કે મનપાની અણઆવડતનું આ પરિણામ છે. બજેટની સામે 104 કરોડ જેવી રકમ વસુલાત કરવાની થાય છે ત્યારે મનપામાં જે અધિકારી જે પોસ્ટ ઉપર રાખવામાં આવ્યા છે તે લગભગ ઇન્ચાર્જ છે અને સામાન્ય પ્રજા ઉપર વધુ કરવેરો નાખવામા આવે છે અને ઓડિટ સમયે કમિશનરને પણ વાકેફ કરવામાં આવ્યા છે.

પોરબંદર નગરપાલિકાએ વેરાની વસુલાત કરવા માટે નવતર પ્રયોગ

પોરબંદર નગરપાલિકાએ વેરાની વસુલાત કરવા માટે નવતર પ્રયોગ કર્યો હતો.પોરબંદરમાં નગરપાલિકાનો સ્ટાફ ઢોલ લઈ વેરો વસુલવા નીકળ્યો હતો. નવાઈની વાત તો એ છે કે બદનામીના ડરથી લોકો વેરો ભરવા માટે દોટ મુકી રહ્યા હતા. તો બીજી તરફ વેરો ન ભરનાર બિલ્ડિંગો સીલ કરવાની કામગીરી પણ નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી હતી. સાથે જ પાણી કનેક્શન કાપવાની કવાયત પણ હાથ ધરવામાં આવી હતી.

બદનામીના ડરથી લોકોની વેરો ભરવા માટે દોટ !

તો આ તરફ સ્થિતિ કંઈક જુદી જ જોવા મળી રહી હતી. પોરબંદરના અમુક વિસ્તારો વિકાસથી વંચિત હોવાનો આક્ષેપ વિરોધપક્ષના નેતાઓ કરી રહ્યા હતા. ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકા સામે વિપક્ષ નેતાએ રાગદ્રેશ અને ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા હતા. આટલું જ નહીં પણ વેરો ભરતી જનતા તરફથી પણ વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા ચીફ ઓફિસર ગ્રાન્ટ ફાળવ્યા મુજબ વિકાસના કામ નહીં કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા હતા.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">