જુનાગઢમાં આજે IPS અને પોલીસ સુપ્રિટેન્ડેન્ટ રવિ તેજા વસમસેટ્ટી દ્વારા CNG કાર્નિવલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતુ. સાથે જ CNG કાર, ઓટો રિક્ષા, LGV અને LCV વ્હીકલ રેલીને પણ તેમણે લીલી ઝંડી બતાવી હતી. આ રેલીનું આયોજન જુનાગઢના નાગરિકોમાં એક ફ્યુઅલ તરીકે CNG વિશે જાગરુકતા કેળવવાના ઉદ્દેશ્ય સાથે ટોરેન્ટ ગેસ અને અન્ય પ્રમુખ CNG વ્હીકલ નિર્માતાઓ દ્વારા યોજવામાાં આવી હતી. નોધનીય છે કે 17 CNG સ્ટેશન સાથે જુનાગઢ જિલ્લો તેના શહેરો અને હાઇવે પર સીએનજી માટે એક શ્રેષ્ઠ ઇકોસિસ્ટમ ધરાવે છે.
CNG કાર રેલીને લીલી ઝંડી આપતા જુનાગઢના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ, IPS રવિ તેજાએ જણાવ્યુ હતુ કે જુનાગઢના લોકો તરફથી પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ સ્વચ્છ અને સસ્તા એવા કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસને ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડ્યો છે. સાર્વત્રિક રીતે તેની ઉપલબ્ધતા અન અન્ય લિક્વિડ ફ્યુઅલની સરખામણી તેનાથી થતી બચતે ઉપભોક્તાઓને પોતાની તરફ આકર્ષ્યા છે અને જેની એક સકારાત્મક અસર પર્યાવરણ પર પણ થઈ રહી છે.
વિવિધ CNG વ્હીકલના ઉત્પાદકોની પ્રોડક્ટ જેવી કે કાર, ઓટો, LGV અને LCV ને CNG કાર્નિવલમાં પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. તેમાાં મારુતિ સુઝુકી અને હ્યુન્ડાઈ તરફથી કાર, બજાજ અને અતુલ તરફથી ઓટો અને અશોક લેલેન્ડ, ટાટા મોટર, આઈસર મોટર અને મારુતિ સુઝુકી તરફથી રજૂ કરાયેલ કોમર્સિયલ વ્હીકલનો સમાવેશ થાય છે. આ સિવાય વધારામાં રેટ્રોફીટમેન્ટ કીટ કે જેનો ઉપયોગ પેટ્રોલ ડીઝલ કારને CNGમાં ફેરવવામાં કરવામાં આવે છે. તેને પણ કેટલાક હાઇ એન્ડ રેટ્રોફિટેડ કરેલા વ્હીકલ સાથે પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.
ટોરન્ટ ગેસે પેટ્રોલ અને ડીઝલના વિકલ્પ તરીકે CNG ની ઇકોનોમિક્તા અને પર્યાવરણલક્ષી બાબતોની જાગરુકતા લાવવા માટે મોટા પ્રમાણમાં રોકાણ કર્યુ છે. ટોરન્ટ ગેસે પોતાની CNGની આર્થિક અને પર્યાવરણલક્ષી બાબતોની જાગરુકતા માટે અને ઇકોસિસ્ટમનો વ્યાપ વધારવા અને CNG ના અડોપ્શન માટે કાર, ઓટો, LGV અને LCV સેગમેન્ટમાાં OEM સાથે જોડાણ કર્યુ છે. જેમણે કાર્નિવલમાાં આવતા ગ્રાહકો માટે આકર્ષક ઓફર અને ડિસ્કાઉન્ટ પ્રદાન કર્યા છે. હાલના પેટ્રોલ કાર ઓનર પણ તેમની કારમાં સરકાર માન્ય રીટ્રોફીટરની કીટ ફીટ કરીને તેમની કાર પણ CNG કારમાં ફેરવી શકે છે.
ટોરન્ટ ગ્રુપએ Rs. 23,500 કરોડ (USD 3.1 પ્રિપ્રિયન) ની રેવન્યુ અને Rs. 78,000 કરોડ (USD 9.4 પ્રિપ્રિયન) થી વધુની માર્કેટ કેપ ધરાવતું સમૂહ છે. જે ફામાસ્યુટિકલ્સ, પાવર અને સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) ક્ષેત્રોમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે. ટોરેન્ટ ફાર્મા, ગ્રુપની ફ્લેગશીપ કંપની છે જે 40 દેશોમાં ફેલાયેલી વૈશ્વિક ઉપસ્થિતિ સાથે કાર્ડિયોવેસ્ક્યુલર અને CNS સેગમેન્ટમાં પ્રમુખ ભાગ ભજવે છે.
ટોરેન્ટ પાવર એ પાવર એ પાવર સેક્ટરમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી કંપનીઓમાંની એક છે અને જેની ઉપસ્થિતિ સમગ્ર પાવર વેલ્યુ ચેઇન – પાવર જનરેશન, ટ્રાન્સમિશન ડિસ્ટ્રીબ્યુશનમાં છે. ટોરન્ટ પાવર પાસે 4160 મેગાવોટની સ્થાપ્રપત ઉત્પાદન ક્ષમતા છે અને તે 12 શહેરોમાં 4 મિલિયનથી વધુ ગ્રાહકોને પાવરનું વિતરણ કરે છે.
ટોરેન્ટ ગેસ, એ ગૃપનો સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) બિઝનેસ છે જે દેશની અગ્રણી CGD કંપનીઓમાંની એક છે અને અને 7 રાજ્યો તમિલનાડુ, તેલંગાણા, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને પંજાબ અને 1 કેન્દ્રશાસિત પ્રદેશ (પુડ્ડચેરી) ના 34 જિલ્લાઓમાં વાહન ઉપયોગકર્તાઓને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) અને ઘરેલુ વપરાશકર્તાઓ અને ઉદ્યોગોને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) ના વેચાણ માટે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ (PNGRB) દ્વારા અધિકૃત કરાયુ છે. સમગ્ર દેશમાં ટોરેન્ટના અધિકૃત વિસ્તારોમાં આશરે 9 કરોડની વસ્તીને ટોરન્ટ ગેસ પૂરો પાડે છે, જે ભારતની કુલ વસ્તીના લગભગ 7% છે.
આ પણ વાંચો: ટોરેન્ટ પાવર અને રિન્યુ એનર્જી વચ્ચે થઈ શકે છે મોટી ડીલ, 1.2 બિલિયન ડોલર ખર્ચ કરી શકે છે કંપની