AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: ક્રાઇમ બ્રાંચે 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યકિતની ધરપકડ કરી, છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

જૂનાગઢ (Junagadh) ક્રાઈમ બ્રાંચે 5 લાખ 50 હજારની કિંમતના ડ્રગ્સ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ મુંબઈના(Mumbai)સાગર ખાન ઉર્ફે સાગર દાદા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે

Junagadh: ક્રાઇમ બ્રાંચે 55 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક વ્યકિતની ધરપકડ કરી, છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Junagadh Drugs (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2022 | 7:33 PM
Share

ગુજરાતના જૂનાગઢમાંથી(Junagadh) વધુ એકવાર મેફેડ્રોન ડ્રગ્સનો(Drugs)જથ્થો ઝડપાયો છે.ક્રાઈમ બ્રાંચની ટીમે મજેવડી દરવાજા પાસેથી 55 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે સાગર ઉર્ફે સાગરો રાઠોડ નામના શખ્સે ઝડપી લીધો છે. જેમાં ક્રાઈમ બ્રાંચે 5 લાખ 50 હજારની કિંમતના ડ્રગ્સ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ મુંબઈના(Mumbai)સાગર ખાન ઉર્ફે સાગર દાદા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટમાંથી પણ SOG એ 66.90 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડયું

આ ઉપરાંત રાજકોટમાંથી પણ SOG એ 66.90 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડયું છે. જેમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ પણ કરવામાં આવી છે. એસઓજીએ મનહર પ્લોટ શેરી 2માંથી યોગેશ બારભાયા નામના શખ્સની ધરપકડ કરીને પોલીસે 6.77 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ ઉપરાંત મંગળવારે અમદાવાદમાં નશાના કારોબારનો પર્દાફાશ થયો હતો. ક્રાઈમ બ્રાન્ચે વસ્ત્રાપુર નજીક અંધજન મંડળ પાસેથી લાખો રૂપિયાની કિંમતનું એમડી ડ્રગ્સના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપીઓ ચાની કીટલી અને રસોઈ વ્યવસાયમાંથી બહાર નીકળી શોર્ટકટમાં પૈસા કમાવવા માટે ડ્રગ્સની હેરાફેરીના રવાડે ચડ્યા હતા. આ આરોપીઓ પાસેથી તપાસ કરતા અમદાવાદ 42 લાખની કિંમતનું 421.16 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

આરોપીઓ ઘણા સમયથી રાજસ્થાનથી ગેરકાયદેસર એમડી ડ્રગ્સ અમદાવાદમાં લાવી ડ્રગ્સ વેચવાનો કારોબાર ચલાવે છે. બંને ભાઈઓમાંથી એક ડાહ્યાલાલ પોતે અફીણનો બંધાણી હોય તેણે રાજસ્થાનથી અફીણ લાવવાનું શરૂ કર્યું હતું અને ધીમે ધીમે નશાના કારોબારમાં જોડાઈ ગયો હતો.

g clip-path="url(#clip0_868_265)">