AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JUNAGADH : વિસાવદરના ભલગામ ખાતે ખેડૂતનો આપઘાત, પાક નિષ્ફળ જતા આપઘાતનો આક્ષેપ

JUNAGADH : વિસાવદરના ભલગામ ખાતે ખેડૂતનો આપઘાત, પાક નિષ્ફળ જતા આપઘાતનો આક્ષેપ

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2021 | 6:47 PM
Share

જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 3.30 લાખ હેકટર જમીનમાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું છે. જેમાં તાજેતરમાં થયેલા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર ઓઝત નદીઓમાં ઘોડાપુર આવતા ઘેડ પંથકના ગામોમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

જૂનાગઢના વિસાવદર તાલુકાના ભલગામના ખેડૂતે આપઘાત કર્યો છે. પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે કે કપાસનો પાક નિષ્ફળ જતા 70 વર્ષિય ગોકળ વેકરીયાએ આપઘાત કર્યો છે. પોલીસ સમક્ષ આપેલા નિવેદનમાં પણ પરિવારજનોએ કપાસનો પાક નિષ્ફળ જવાનો આક્ષેપ કર્યો છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહત્વપૂર્ણ છે કે થોડા દિવસ અગાઉ વિસાવદર પંથકમાં ભારે વરસાદને પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.

તો ખેડૂતના આપઘાત મામલે ધારાસભ્ય હર્ષદ રિબડીયાએ દુઃખ વ્યક્ત કર્યું. અને વહેલીતકે ખેડૂતો માટે આર્થિક સહાય પેકેજ જાહેર કરવાની સરકાર સમક્ષ માગ કરી.

ખેડૂતોના ઉભા પાકો નિષ્ફળ ગયા છે. તેમાં ખાસ સોયાબીન અને કપાસના પાકમાં વધુ પાણી ની અસર થઈ છે મગફળીમાં વધુ પાણી ભરાયા તેમાં અસર દેખાય રહી છે.

જિલ્લામાં ચાલુ વર્ષે ખેડૂતોએ 3.30 લાખ હેકટર જમીનમાં મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકોનું વાવેતર કરેલું છે. જેમાં તાજેતરમાં થયેલા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભાદર ઓઝત નદીઓમાં ઘોડાપુર આવતા ઘેડ પંથકના ગામોમાં પુર જેવી સ્થિતિ નિર્માણ થઈ હતી.

જેમાં માણાવદર, કેશોદ, માંગરોળ તાલુકાના ખેડૂતો વધુ અસરગ્રસ્ત થયા છે. તેમાં 17 જેટલી ટીમો બનાવી છે. જેમાં પાક નુકશાનની સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં પણ જેમજેમ પાણી ઓસરતા જાય છે તેમ ગામના સરપંચ અને એક સ્થાનિક નાગરિકને સાથે રાખી ટિમ દ્વારા સર્વે કરવામાં આવે છે. જે નુકશાનનો રિપોર્ટ સરકારમાં રજૂ કરવામાં આવશે.

g clip-path="url(#clip0_868_265)">