JUNAGADH : કેરીના શોખીનો માટે સારા સમાચાર, આંબા પર પુષ્કળ ફલાવરિંગ જોવાયું

JUNAGADH : સ્વાદના શોખીનો માટે સારા સમાચાર છે. હાલ ગીરની કેસર કેરી આંબા પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં જે આંબા પર ફ્લાવરિંગ થયું હતું તે કેસર કેરી તૈયાર થઇ ચૂકી છે

| Updated on: Mar 23, 2021 | 8:00 PM

JUNAGADH : સ્વાદના શોખીનો માટે સારા સમાચાર છે. હાલ ગીરની કેસર કેરી આંબા પર પુષ્કળ પ્રમાણમાં જોવા મળી રહી છે. શરૂઆતમાં જે આંબા પર ફ્લાવરિંગ થયું હતું તે કેસર કેરી તૈયાર થઇ ચૂકી છે અને ટૂંક સમયમાં કેરી બજારમાં જોવા મળશે. બીજી તરફ ખેડૂતોના મતે આ વર્ષે એવરેજ ઉત્પાદન જોવા મળી રહ્યું છે. કેરીની સીઝનની શરૂઆતમાં ખેડૂતોને 700 થી 800 રૂપિયા પ્રતિ 10 કીલો બોક્સમાં ભાવ રહેશે અને બજારમાં કેસર કેરીની આવક વધશે. તેમ ભાવ પણ થોડા ઓછા થશે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે કેસર કેરીમાં વિટામીન સીની માત્રા ખૂબ હોઈ છે. જેના લીધે કોરોના સમયમાં લોકોની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આ વર્ષે ખેડૂતોને પણ આવકની દ્રષ્ટિએ પ્રતિ વર્ષની જેમ એવરેજ આવક જોવા મળશે.

 

 

તો બાગાયત અધીકારીનું કહેવું છે કે જૂનાગઢ જિલ્લામાં 8650 હેક્ટર આંબાની બાગાયત ખેતી થાય છે ગત વર્ષે 56 હજાર મેટ્રીક ટન ઉત્પાદન થયું હતું. અને ગત વર્ષે વરસાદ પણ પુષ્કળ પ્રમાણ થયો હતો. જોકે આ વર્ષે કેસર કેરી એક્સપોર્ટ કરવા માટે બાગાયત વિભાગમાં રજીસ્ટ્રેશનમાં વધારો થયો છે. 500 જેટલા ખેડૂતોએ વિદેશમાં કેસર કેરી નિકાસ કરવા રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જયારે ગીરની કેસર કેરી યુરોપ કન્ટ્રીની સાથે અમેરિકા, આરબ અમીરાત અને જાપાનમાં પણ એક્સપોર્ટ થાય છે. ત્યારે આ વર્ષે કેસર કેરી સારા પ્રમાણમાં વિદેશમાં નિકાસ કરવામાં આવશે.

ગીરની કેસર કેરી દેશ અને વિદેશમાં ખુબ જ વખણાય છે. કહેવાય છેકે જે લોકો આ કેરીનો સ્વાદ ચાખી જાય તે આ કેરી બીજીવાર ચોક્કસ ખાવા મંગાવે છે. ત્યારે આ વરસે કેરીનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થવાની સંભાવના છે. ત્યારે કેરીના શોખીનોને આ વરસે નિરાશા નહીં મળે તેવું હાલના સંજોગોમાં દેખાઇ રહ્યું છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">