સુરતના હીરાઉદ્યોગના રત્નકલાકાર સંકટમાં : ઉદ્યોગ મંડળોએ ગુજરાત સરકારને આર્થિક સહાય પેકેજ માટે રજુઆત કરી
સુરત : ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડીયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા કુણાલભાઈ કાચાના પ્રતિનિધી મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની મુલાકાત લીધી હતી

સુરત : ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત ના નેજા હેઠળ અને ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડીયાના વડપણ હેઠળ તથા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના પ્રમુખ રમેશભાઈ જીલરીયા અને ઉપ પ્રમુખ ભાવેશભાઈ ટાંક તથા કુણાલભાઈ કાચાના પ્રતિનિધી મંડળે શ્રમ અને રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂતની મુલાકાત લીધી હતી
પ્રતિનિધિ મંડળે મંત્રીને કેટલાક મુદ્દાઓની રજૂઆત કરી હતી.હીરાઉદ્યોગ મા પ્રથમ વખત સૌ આગેવાનો અને સંસ્થાઓ એકમત થઈને આર્થિક સંકટ મા ફસાયેલા રત્નકલાકારોને સરકાર મદદ કરે એવી રજૂઆત કરી હતી જેમા જેમ્સ એન્ડ જવેલરી એક્સપોર્ટ અને પ્રમોશન કાઉન્સિલ ના રીજીયન ચેરમેન શ્રી વિજયભાઈ માંગુકિયા એ પણ પોતાનુ સમર્થન આપ્યુ હતુ
રજુઆત કરાઈ હતી કે હીરાઉદ્યોગ મા છેલ્લા ઘણા સમયથી મંદી ના કારણે રત્નકલાકારો પરેશાન થઈ રહ્યા છે કેમ કે દિવાળી ના વેકેશન વહેલા પડ્યા હતા અને વેકેશન નિર્ધારીત સમય કરતા મોડા ખુલ્યા હતા અને ઘણા નાના મોટા કારખાના પણ બંધ થઈ ગયા છે જેના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. છેલ્લા આઠ થી દશ મહિના મા સુરત માથી અંદાજે 38 કારીગરો એ આપઘાત કરી જીવન ટૂંકાવી લીધા છે ત્યારે માનનીય મુખ્યમંત્રી તથા શ્રમ અને રોજગાર મંત્રીને હીરાઉદ્યોગ ના રત્નકલાકારો ને આર્થિક મદદ કરવા માટે રજૂઆત કરવા મા આવી છે મંત્રીબળવંતસિંહજી રાજપુતે રજૂઆત સાંભળી હતી સમસ્યા બાબતે શક્ય પ્રયાસ કરવા ખાતરી આપી સારો પ્રતિસાદ આપ્યો હતો
હીરાઉદ્યોગના રત્નકલાકારો માટે 5 માંગણીઓ રખાઈ
- આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે
- રત્નદીપ યોજના શરૂ કરો
- વ્યવસાય વેરો નાબૂદ કરાય
- આપઘાત કરતા રત્નકલાકારોના પરિવારો ને આર્થિક મદદ કરો
- રત્નકલાકાર કલ્યાણ બોર્ડ બનાવો
ઇન્ડિયન ડાયમંડ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન દિનેશભાઈ નાવડીયાએ જણાવ્યું હતું કે આ મુદ્દો આર્થિક મુશ્કેલીથી આગળ વધ્યો છે. રજુઆત આત્મહત્યાના બનાવ, વિખેરાયેલ કુટુંબ અને ઊંડી અસરગ્રસ્ત સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. મંદી સામે સહારો બનનાર આર્થિક પેકેજ જરૂરી જણાઈ રહ્યું છે. કૌશલ્ય વિકાસ કાર્યક્રમો, માનસિક સ્વાસ્થ્ય સહાયક પહેલ અને વૈકલ્પિક રોજગારીની તકોની શોધ એ સર્વગ્રાહી સમર્થન પ્રદાન કરવા અને વધુ દુર્ઘટનાઓને રોકવી જરૂરી છે.