Janmashtami : રાજ્યભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની ઉજવણી, નંદ ઘેર આનંદ ભયોનો ગુંજશે નાદ
જન્માષ્ટમીના પર્વ પર ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું રણછોડજીનું સુપ્રસિદ્ધ મંદિર દીવડાથી ઝળહળી ઉઠ્યું છે. ડાકોર મંદિરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે.
Janmashtami : દેશભરમાં આજે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવશે. તો ગુજરાતમાં આવેલા સુપ્રસિદ્ધ મંદિરો જેવા કે દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના મંદિરોમાં આજે જન્માષ્ટમીના પર્વની ઉજવણી કરવામાં આવશે. જન્માષ્ટમીના પર્વ પર ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી કરવામાં આવશે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Dakor: ડાકોરમાં VIP દર્શનને લઈ મોટા સમાચાર, દિવ્યાંગો સહિત 3 ગામોના લોકોને નિઃશુલ્ક દર્શનની આપી છૂટ
તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો ખેડા જિલ્લામાં આવેલુ ડાકોરનું રણછોડજીનું સુપ્રસિદ્ધ મંદિર દીવડાથી ઝળહળી ઉઠ્યું છે. ડાકોર મંદિરમાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે. જેમાં દીવડાઘરના હજારો દિવડાથી મંદિર ઝળહળી ઉઠ્યું છે. કૃષ્ણ મંદિરોમાં આજે ભક્તોની ભીડ ઉમટતી હોય છે.
તો આ તરફ શામળાજીમાં ભગવાન શામળીયા એટલે કે કાળિયા ઠાકોરજીના દર્શન કરવા માટે આદીવાસી સમાજ અને વૈષ્ણવ સમાજ મોટી સંખ્યામાં ઉમટશે. કાળિયા ઠાકોરના દર્શન આ દિવસે કરવાનુ આદીવાસી સમાજમાં ખૂબ જ મહત્વ છે. જેને લઈ મોટી ભીડ અહીં રાજસ્થાન અને ગુજરાતથી ભક્તો ઉમટશે.
આજે ભગવાનને દિવ્ય શણગાર સજવામાં આવતો હોય છે. ભગવાનને સુંદર વાઘાથી સજાવવા સાથે સોના, ચાંદી અને હિરા જડીત આભૂષણોનો શણગાર કરવામાં આવશે. આજે ભગવાનને સોનાની વાંસળી અને હિરા જડીત મુગટ પણ સજાવવામાં આવશે. આમ અલભ્ય દર્શનનો લાભ આ દિવસે મળતો હોય છે.
એસટી નિગમ તહેવારને લઈ વધારાની દોડાવશે બસો
તો આ તરફ જન્માષ્ટમી પર્વને લઈ એસટી નિગમે વિશેષ વ્યવસ્થા કરી છે. એસટી નિગમ તહેવારને લઈ વધારાની બસો દોડાવશે. એસટી નિગમ વધારાના 1200 રૂટ ફાળવશે. જેમાં ડાકોર, દ્વારકા, અંબાજી સહિતના ધાર્મિક સ્થળો માટે વધારાની બસ દોડાવવામાં આવશે. ગ્રુપ માટે પણ વિશેષ બસો આપવામાં આવશે. મુસાફરોનો ઘસારો વધે તે તરફ વધારાની બસ દોડાવવા સૂચના અપાઈ છે. રક્ષાબંધન પર વધારાની બસોથી એસટી નિગમને 1 કરોડથી વધુની આવક થઈ હતી.
પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરાઈ છે. જેમાં ગુજરાતના જાણીતા કલાકારો લોક ડાયરો, લોક સંગીત તથા ભકિત સંગીતની રમઝટ બોલાવશે. ભગવાન શ્રી કૃષ્ણનો 5250મો જન્મોત્સવ છે. જન્માષ્ટમી પર્વને લઈ દ્વારકામાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જગત મંદિરના પરિસર, બજારો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ પોલીસ અને એસઆરપીના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. તો ટ્રાફિકના સંચાલક માટે બજારોમાં પોલીસ જવાનો ગોઠવી દેવાયા છે.