વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ

વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યુ હતું કે ભગવાન શ્રીકૃષ્ણએ આપેલો સૌથી મોટો સંદેશ એ ભગવત ગીતા દરેક હિન્દુ મનુષ્યને આપણા ધર્મગ્રંથોનું ગૌરવ હોવુ જોઈએ.

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં જન્માષ્ટમી પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરાઇ
Janmashtami celebrated with joy at Vadtal Swaminarayan Temple
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Aug 31, 2021 | 6:04 PM

શ્રીસ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ શ્રીસ્વામિનારાયણ મંદિરમાં શ્રીકૃષ્ણ પ્રાગટયોત્સવ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજની નિશ્રામાં આનંદભેર ઉજવાયો હતો. આ પ્રસંગે મંદિરના પટાંગણમાં વડતાલ તથા ભૂમેલ ગુરુકુળના બાળકો રંગબેરંગી વસ્ત્રોમાં સજજ થઈ રાસ ગરબામાં જોડાયા હતાં.

વડતાલના બાળકો દ્વારા રજુ કરાયેલા નૃત્યને સૌ સંતો અને હરિભકતોએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધુ હતું. રાસ ગરબાની રમઝટમાં સંતો,પાર્ષદો,હરિભકતો મોટી સંખ્યામાં જોડાઈ યુગ પુરુષ શ્રીકૃષ્ણના જન્મના વધામણા કર્યા હતા. વડતાલ મંદિરના કોઠારી ડો.સંતસ્વામીએ જણાવ્યુ હતું કે ભગવાન શ્રીકૃષ્ણએ આપેલો સૌથી મોટો સંદેશ એ ભગવત ગીતા દરેક હિન્દુ મનુષ્યને આપણા ધર્મગ્રંથોનું ગૌરવ હોવુ જોઈએ.

Vadtal Swaminarayan Temple 01

Vadtal Swaminarayan Temple janmashtmi celebration

ભગવાન શ્રીસ્વામિનારાયણને ઉત્સવ ખુબ જ પ્રિય હતા. તેઓ દરેક ઉત્સવ હરિભકતોની સાથે ઉજવતા હતા. મંદિરના પટાંગણમાં રાસગરબા તથા મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજે પ્રથમ પોથી પૂજન – શ્રીહરિનું પૂજન કર્યું હતું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રારંભમાં યુવા સંત શા.વિનયપ્રકાશદાસજી–રામપુરવાળાના વ્યાસાસને શ્રીકૃષ્ણ ચરિતામૃત કથાનું રસપાન કરાવ્યુ હતુ. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે ઉપસ્થિત ભકતોને આર્શીવચન પાઠવતાં જણાવ્યુ હતુ કે સમગ્ર ભારતમાં આજે શ્રીકૃષ્ણ જન્મોત્સવ ખુબ જ ભાવભેર ઉજવાય રહયો છે.વડતાલ મંદિરમાં પણ ઉજવણીનો એક અનોખો મહોલ ઉભો થયો છે. તે માટે શ્યામસ્વામીને ધન્યવાદ આપીએ છીએ.

રાત્રે ૧૨ કલાકે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે વડતાલમાં બિરાજતા શ્રીરાધાકૃષ્ણદેવ, શ્રી૨ણછોડરાયની પૂજાવિધિ બાદ ફુલોથી શણગારેલ સોનાના પારણામાં પ્રભુ પ્રાગટયની આરતી ઉતારી લાલાના વધામણા કર્યા હતા. બ્રહમચારી ચૈતન્યાનંદજીએ મંદિર ધુમટમાં ચોકલેટો ઉછાળી વ્હાલાના વધામણા કરી નંદઘેર આનંદભયો જય કનૈયાલાલ કી ના નારાથી સમગ્ર મંદિર પરિસર ભકિતસભર બની ગયુ હતુ.

મંદિર પરિસર પટાગણમાં મટકી ફોડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ગામના યુવાનોની મંડળી દ્વારા વરસાદના અમી છાટણાં વચ્ચે મટકી ફોડી જય રણછોડ માખણ ચોરના નારા અને ડીજેની ધૂનથી વડતાલધામ ભક્તિસભર બની ગયું હતું.

આ પણ વાંચો : DANG : આહવા-મહાલ રોડ પર સ્ટીયરીંગ લોક થતા ચેકડેમમાં ખાબકી કાર, જુઓ વિડીયો

આ પણ વાંચો : મોટા સમાચાર : ખેડૂતોને હવે સસ્તા ખાતરો ખરીદવા માટે મળશે ઈ-વાઉચર, જાણો કેવી રીતે તેનો ઉપયોગ કરી શકાશે

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">