JAMNAGAR : મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન

JAMNAGAR : મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતમાં ભૂચર મોરી ખાતે શૌર્ય કથા સપ્તાહનું આયોજન
Shaurya katha saptah Started at Bhuchar Mori in Jamnagar

Shaurya katha at Bhuchar Mori : કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે શૌર્ય કથા સપ્તાહનું આ આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ છે.

TV9 GUJARATI

| Edited By: Nakulsinh Gohil

Dec 25, 2021 | 11:03 PM

JAMNAGAR : અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘ દ્વારા ભૂચર મોરી ખાતે ક્ષત્રિય સમાજના શહિદો તેમજ વિર પુરૂષોની શૌર્ય ગાથાને ઉજાગર કરવા શૌર્ય કથા સપ્તાહનુ આયોજન કરવામાં આવેલ છે. જેમાં કેન્દ્રીય મંત્રીશ્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરા, મંત્રી રાઘવજીભાઈ પટેલ તથા કિરીટસિંહ રાણાની પ્રેરક ઉપસ્થિતી રહી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે શૌર્ય કથા સપ્તાહનું આ આયોજન ન ભૂતો ન ભવિષ્યતિ છે. આવા કાર્યક્રમો થકી ઇતિહાસના વીરપુરુષોનું ગૌરવ જળવાશે અને લોકો સુધી આ વીરપુરુષોની શૌર્ય ગાથા પહોંચશે.તેમણે જામ રાવલ, જામ સતાજી, જામ દિગ્વિજયસિંહજી, જામ અબડા વગેરેએ બજાવેલા શરણાગતિના ધર્મને યાદ કરી વિરપુરૂષોને આદરાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ પ્રકારના વિશિષ્ટ આયોજન બદલ ડો.જયેન્દ્રસિંહ જાડેજા તેમજ અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘને અભીનંદન પાઠવ્યા હતા.

કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે ક્ષત્રિયોનું બલિદાન અભૂતપૂર્વ છે. ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ, હમીરજી ગોહિલ, મહારાણા પ્રતાપ, કૃષ્ણકુમારસિંહજી ગોહીલ, જામસાહેબ, ધ્રોલ ઠાકોર સાહેબ મનોહરસિંહ જાડેજા, દોલત બાપુ, અજય જાડેજા, રવિન્દ્ર જાડેજા તે ક્ષત્રિય સમાજના જ નહીં પરંતુ સમગ્ર દેશના ઘરેણા છે.

ધર્મ અને સંસ્કૃતિને ટકાવવા ક્ષત્રિય સમાજનો ફાળો અમૂલ્ય છે અન્યાય અને અત્યાચારનો સામનો કરવા, શરણાગતની રક્ષા કરવા, અબળાની લાજ બચાવવા તેમજ ગૌ રક્ષા માટેનુ ક્ષત્રિયોનું બલિદાન ઈતીહાસના પાનામાં અમર છે. ત્યારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની શૌર્ય કથા કાર્યક્રમની આગવી પહેલને બિરદાવી અભીનદન પાઠવ્યા હતા.

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગીક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે આવનારી પેઢી માટે આ કાર્યક્રમ પ્રેરણારૂપ બનશે. રાજવીઓએ પોતાના ૫૬૨ રજવાડા દેશની એકતા માટે સમર્પિત કરી રાષ્ટ્રભક્તિ અને ત્યાગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજનો સમય તલવાર નહીં પરંતુ કલમનો છે ત્યારે રાજપૂત યુવા સંઘ બન્નેને સાથે લઈને ચાલી રહ્યો છે જે ખુબ આનંદની વાત છે.

ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ હતુ કે અખિલ ગુજરાત રાજપુત યુવા સંઘની પ્રેરણાથી અંહી ઐતીહાસીક એવો શૌર્ય કથાનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે જે જન-જન સુધી રાજપુતોનો ઈતીહાસ પહોંચતો કરશે. મહાનુભાવોએ શહીદ વનની મુલાકાત લીધી હતી અને ભૂચર મોરી શહીદ વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય ગીતાબા જાડેજા, પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, વાંકાનેર યુવરાજ કેસરીદેવસિંહ ઝાલા, દેવ સોલ્ટના ચેરમેન દેવેન્દ્રસિંહ ઝાલા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, હાપા યાર્ડના ચેરમેન પ્રવિણસીંહ ઝાલા, ગીતા એન્જિનિયરિંગના સરદારસિંહ જાડેજા, ગોવુભા જાડેજા, નરેશદાન રત્નું, પીજીવીસીએલના એમ.બી.જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, નગરપાલિકા પ્રમુખ મનસુખભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબા જાડેજા, પોલુભા જાડેજા, દશરથબા પરમાર, જયશ્રીબા જાડેજા, શારદાબા જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : PM MODIએ કરી જાહેરાત, ભારતમાં 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થશે

આ પણ વાંચો : Covaxin : દેશમાં 12થી 18 વર્ષના બાળકોની રસીની મંજૂરી, DCGIએ કોવેક્સીન રસીને આપી ઇમરજન્સી મંજૂરી

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati