AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં સાયન્સ નોલેજ પાર્ક માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ, 12.5 કરોડના ખર્ચે તૈયાર થશે પાર્ક

Jamnagar: જામનગરમાં સાયન્સ નોલેજ પાર્ક બનાવવા માટેની ટેન્ડર પ્રકિયા પૂર્ણ થઈ છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા 12.5 કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે. મહાનગરપાલિકા દ્વારા આ સાયન્સ નોલેજ પાર્ક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે.

જામનગરમાં સાયન્સ નોલેજ પાર્ક માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ, 12.5 કરોડના ખર્ચે તૈયાર થશે પાર્ક
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 21, 2023 | 5:58 PM
Share

જામનગર શહેરમાં સાયન્સ નોલેજ પાર્ક આકાર પામશે. જેને સાયન્સ મ્યુઝિયમ તરીકે ઓળખવામાં આવશે. શહેરમાં મધ્યમાં આવેલા લાખોટા તળાવ નજીક સાયન્સ નોલેજ પાર્ક તૈયાર થશે. જામનગર મહાનગર પાલિકા દ્રારા આ સાયન્સ નોલેજ પાર્ક બનાવવા માટેનુ આયોજન કરાયુ છે. જેની ટેન્ડર પ્રક્રિયા પુર્ણ થઈ છે. ટૂંક સમયમાં આ માટેની કામગીરી શરૂ થશે. શહેરની મધ્યમાં આવેલા લાખોટા તળાવના ગેઈટ નંબર પાંચ નજીક આવેલી બાલ્કનજીની બારી વાળી જગ્યામાં મહાનગર પાલિકા દ્રારા સાયન્સ નોલેજ પાર્ક બનાવવામાં આવશે.

આ સાયન્સ મ્યુઝિયમ તૈયાર થયા બાદ શહેરને આગવી ઓળખ મળશે. આ સાયન્સ નોલેજ પાર્ક બનાવવા રાજય સરકાર તરફથી 12.5 કરોડની ગ્રાન્ટ મંજુર કરી દેવાઈ છે. જેમાં પ્રથમ તબક્કામાં અંદાજે રૂપિયા 8 કરોડના ખર્ચે બાંધકામ કરાશે. બીજા તબકકામાં અંદાજે રૂપિયા 4.5 કરોડના ખર્ચે ઈન્ટીરીયર, ફર્નીશીંગનુ કામ થશે. નોલેજ પાર્ક માટે કુલ 2739.59 ચોરસ મીટર જગ્યા ફાળવવામા આવી છે. જેમાંથી અંદાજે 2800 ચોરસ મીટરમાં બાંધકામ કરવાનુ આયોજન છે.

શહેરમાં એક નવજરાણુ મળે તે હેતુથી ખાસ પ્રોજેકટમાં સાયન્સ મ્યુઝિયમ બનાવવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. નાના બાળકોને વિજ્ઞાન વિષયમાં રૂચિ વધે, તેમજ વિજ્ઞાનના વિધાર્થીઓને ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા પ્રયાસો થનાર છે. બહાર આવતા પ્રવાસીઓને પણ આકર્ષવા માટે વિવિધ વિષયને લગતા પ્રોજેકટ મ્યુઝિયમમાં મુકાશે. સાયન્સ નોલેજ પાર્કમાં ગ્રાઉન્ડ ફ્લોર, પ્રથમ માળ અને બીજો માળ એમ બે માળની ઈમારતનુ બાંધકામ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ છે.

જેમાં નીચેના ફલોરમાં પાર્કીંગ, 5ડી થિયેટર અને મીરર મેઝ બનવવામાં આવશે. ગ્રાઉન્ડ ફલોરમાં વેઈટીંગ એરીયા, સાયન્સ ટેકનોલોજી હેરીટેઝ ગેલેરી, હુમન બાયો, એનીમલ લાઈફ, બી.ટી. લેબ, હોલ, લાઈબ્રેરી, સ્ટાફ એરીયા સહિતના વિભાગો બનશે. જેમાં લેબમાં વિજ્ઞાનના વિષયો પરની લેબ રાખવામાં આવશે.

આ મ્યુઝિયમનો હોલ કોઈ એકઝિબિશન કે અન્ય કાર્યકમો યોજી શકાય તે મુજબ તૈયાર કરાશે. પ્રથમ માળે એસ્ટ્રોલોજી લેબ, ફિઝીકસ લેબ, કેમેસ્ટ્રી લેબ, ગણિતની લેબ, ગેલેરી, ફુડ લેબ, ડિસપ્લે ગેલેરી તૈયાર કરાશે. તેમજ બીજા માળે વેઈટીંગ એરીયા, વર્કશોપ એરીયા, સેમીનાર હોલ, કાફે સહિતના વિભાગ રાખવામાં આવશે. હાલ ટેન્ટરીંગ પ્રક્રિયા પુર્ણ થઈ છે. ટુંક સમયમાં કામ શરૂ થશે. જે બાંધકામનુ કામ એકાદ વર્ષમાં પૂર્ણ કરી આગામી બે વર્ષની અંદર સાયન્સ સિટી સ્થાનિક લોકો, મુલાકાતીઓ અને પ્રવાસીઓ માણી શકશે. આ પણ વાંચો: Jamnagar: આયુર્વેદ અંગે જાગૃતિ માટે મિલેટ્સ આધારિત શ્રીધાન્ય મેળાનું આયોજન, મિલેટ્સ-જાડા ધાન્ય અંગેનું વિશેષ આકર્ષણ

સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
સુરેન્દ્રનગરમાં સગીરાએ બાળકને જન્મ આપતા દુષ્કર્મનો ભાંડો ફૂટ્યો
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
ખેડામાં પ્રેમ લગ્નન વિવાદ વકર્યો, જાણો રબારી અગ્રણીઓએ શું આપી ખાતરી?
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
રાજકોટ એલર્ટ: પાણીની બોટલ હવે થશે મોંઘી!
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
6.50 કરોડની હોસ્પિટલ શોભાના ગાંઠિયા જેવી, ડોક્ટર વગર દર્દીઓ 'રામભરોસે'
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
અંબાજી મંદિરમાં દારૂ પાર્ટીના વાયરલ વીડિયો બાબતે શરૂ થયો તપાસનો ધમધમાટ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
રાજકોટમાં LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ, 87 સિલિન્ડર સાથે ઝડપાયા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
સિરામીક ઉધોગ બંધ થતાં શ્રમિકો વતન પરત ફર્યા
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
આજે પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી થશે જાહેર
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
તમે હવે રાહતનો અનુભવ કરશો, નાણાકીય બચત અંગે સલાહ લઈ શકો છો
g clip-path="url(#clip0_868_265)">