રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગરની કરશે મુલાકાત, INS વાલસુરાને કલર એવોર્ડથી સન્માનિત કરશે

રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને જાહેર સ્થળો પર બોમ્બ સ્કોર્ડ, ડોગ સ્કોર્ડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ. સુરક્ષા માટે પુરતા પ્રમાણમાં પોલિસ જવાનો તૈનાત કરાયા છે. 1

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે જામનગરની કરશે મુલાકાત, INS વાલસુરાને કલર એવોર્ડથી સન્માનિત કરશે
President Ramnath Kovind (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2022 | 7:18 AM

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતની મુલાકાતે (Gujarat Visit) છે. ત્યારે પોતાના પ્રવાસના બીજા દિવસ એટલે કે આજે તેઓ જામનગર (Jamnagar)ની મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ramnath Kovind)  INS વાલસુરા નેવી ખાતે એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મિલીટરી ઈન્સ્ટીટ્યુશનનો હાઈએસ્ટ ઓનર પ્રેસિડેન્સિયલ કલર્સ એવોર્ડ (Presidential Colors Award)રાષ્ટ્રપતિના હસ્તે એનાયત કરાશે. રાષ્ટ્રપતિના આગમનના પગલે જિલ્લાના વહિવટી તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1435 પોલિસ જવાનો સુરક્ષા માટે તૈનાત રાખવામાં આવ્યા છે.ભારતના આદરણીય રાષ્ટ્રપતિ અને ભારતીય સશસ્ત્ર દળોના સર્વોચ્ચ કમાન્ડર રામનાથ કોવિંદે ગુજરાતમાં જામનગર ખાતે આવેલા ઇન્ડિયન નેવલ શિપ (INS) વાલસુરાને 25 માર્ચ 2022ના રોજ પ્રતિષ્ઠિત પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવા માટે મંજૂરી આપી દીધી છે.

આ સ્મરણીય પ્રસંગને યાદગાર બનાવવા માટે 150 જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે આદરણીય રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી તેમજ અન્ય વરિષ્ઠ નાગરિક અને સૈન્ય મહાનુભાવો આ ઐતિહાસિક પ્રસંગે ઉપસ્થિત રહેશે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

રાષ્ટ્રપતિના આગમનને લઈને તૈયારી પૂર્ણ થઇ ગઇ છે. રાષ્ટ્રપતિના આગમનને લઈને જાહેર સ્થળો પર બોમ્બ સ્કોર્ડ, ડોગ સ્કોર્ડ દ્વારા ચેકીંગ કરવામાં આવ્યુ. સુરક્ષા માટે પુરતા પ્રમાણમાં પોલિસ જવાનો તૈનાત કરાયા છે. 1435 પોલિસ જવાનો સુરક્ષા માટે તૈનાત. 3 ડીવાયએસપ, 80 પીઆઈ અને પીએસઆઈ, પોલિસ જવાનો, હોમગાર્ડ સહીતના જવાનો સુરક્ષા વ્યવસ્થામા તૈનાત રહેશે.

પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડ સૈન્યના કોઇપણ એક યુનિટને શાંતિ અને યુદ્ધ બંને સમયમાં રાષ્ટ્રની અસામાન્ય સેવા બદલ સન્માનિત કરવા માટે આપવામાં આવે છે. ભારતીય નૌસેના સશસ્ત્ર દળોની પ્રથમ શાખા છે, જેમનું 27 મે 1951ના રોજ ભારતના તત્કાલિન આદરણીય રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દ્વારા પ્રેસિડેન્ટ્સ કલર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

1942માં સ્થાપવામાં આવેલું INS વાલસુરા ભારતીય નૌસેનાની પ્રીમિયમ તાલીમ સંસ્થા છે. આ સંસ્થાને ભારતીય નૌસેના, તટરક્ષક દળ અને મિત્ર વિદેશી દેશોના અધિકારીઓ અને સૈન્ય નાવિકોને ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, શસ્ત્ર પ્રણાલીઓ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અંગે તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવી છે. INS વાલસુરાએ લગભગ 80 વર્ષ કરતાં વધારે સમયથી રાષ્ટ્રને આપેલી નોંધનીય અને શૌર્યપૂર્ણ સેવા બદલ પોતાની વિશિષ્ટ ઓળખ બનાવી છે. પ્રારંભિક પરેડનું અગ્રણી સમાચાર ચેનલો પર પ્રસારણ કરવામાં આવશે. પ્રાસંગિક પરેડ પછી આદરણીય રાષ્ટ્રપતિ દ્વારા અન્ય મહાનુભાવ અતિથિઓની ઉપસ્થિતિમાં વિશેષ કવર બહાર પાડવામાં આવશે.

આ પણ વાંચો-

ખેડૂતો માટે કામના સમાચાર, લઘુતમ ટેકાના ભાવથી ઘઉંની ખરીદી માટે ઓનલાઇન નોંધણી કરાવવાની છેલ્લી તારીખ 31 માર્ચ

આ પણ વાંચો-

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સંગઠનના નવા માળખાની જાહેરાત, ઉપ પ્રમુખો,મહામંત્રીઓ અને જિલ્લા પ્રમુખોના નામની જાહેરાત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">