પોલેન્ડે ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપવાની મંજુરી આપી ઋણ અદા કર્યુ, બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજવીએ આ રીતે કરી હતી પોલેન્ડની મદદ

ભારત અને પોલેન્ડના બંને દેશના સંબંધો સારા છે અને વધુ મજબુત બન્યા તે પાછળ ઈતિહાસની એક ઘટના નિમિત બની હતી.

પોલેન્ડે ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપવાની મંજુરી આપી ઋણ અદા કર્યુ, બીજા વિશ્વયુદ્ધમાં જામનગરના રાજવીએ આ રીતે કરી હતી પોલેન્ડની મદદ
જામનગરના રાજાએ પોલેન્ડના બાળકોની કરી હતી મદદ
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Mar 02, 2022 | 12:36 PM

રશિયા અને યુક્રેનના યુધ્ધ(Ukraine-Russia war) એ બીજા વિશ્વયુધ્ધની યાદ અપાવી છે. હાલ હજારોની સંખ્યામાં ભારતીય વિધાર્થીઓ (Indian Students) યુક્રેનમાં ફસાયેલા છે. ત્યારે પોલેન્ડે ભારતીયોને વિઝા વગર પ્રવેશ આપવાની મંજુરી આપી છે. પોલેન્ડ(Poland)  ભારતીયોની મદદ કરવાની તક મળતા આગળ આવ્યુ છે. જો કે તેના પાછળ મૂળ જામનગર(Jamnagar)ના રાજવીએ બીજા વિશ્વયુદ્ધ સમયે દાખવેલી દરિયાદીલી માનવામાં આવે છે.

બીજા વિશ્વયુધ્ધ વખતે જામનગરના રાજવીએ પોલેન્ડના એક હજાર લોકોને આશય આપ્યો હતો. ત્યારે આજે પોલેન્ડ ભારતની મદદે આવ્યુ છે. યુક્રેનના યુધ્ધની સ્થિતિ થતા વિઝા વગર ભારતીયોને પ્રવેશ આપવાની મંજુરી આપી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

રશિયા અને યુક્રેનના યુધ્ધની સ્થિતિ વચ્ચે પોલેન્ડ ભારતીયોની મદદ માટે આગળ આવ્યુ છે. જે જામનગરમાં આવેલા મીની પોલેન્ડની યાદ તાજી કરાવે છે. સેવાના તો અનેક કાર્યો થતા હોય છે,પરંતુ કેટલાક સેવાકીય કાર્યો ઈતિહાસ રચ્તા હોય છે. તેવુ જ એક સેવાકીય કાર્ય જામનગરના રાજવીનુ છે. જેને દાયકાઓ પછી પણ તે લોકો ભુલ્યા નથી. પોલેન્ડ જામનગરના રાજવીની એ દરિયાદિલી કયારેય ભુલી શકે તેમ નથી. બીજા વિશ્વયુધ્ધ વખતે એક હજાર જેટલા લોકોને જામનગરના રાજવીએ વર્ષો સુધી આશરો આપ્યો હતો.

ભારત અને પોલેન્ડના બંને દેશના સંબંધો સારા છે અને વધુ મજબુત બન્યા તે પાછળ ઈતિહાસની એક ઘટના નિમિત બની હતી. બીજા વિશ્વયુધ્ધ વખતે અહી આવેલા 1000 બાળકોને રાજવી પરીવારે આશરો આપ્યો હતો અને ચાર વર્ષ સુધી અહી રાખ્યા હતા. જે વાતને પોલેન્ડના લોકો અને સરકાર પણ ભુલી નથી. તેથી 2018માં આજે પોલેન્ડની આઝાદીની ઉજવણી પણ ભારતમાં કરવામાં આવી હતી.

શું હતી સમગ્ર ઘટના?

સપ્ટેમ્બર 1939ના સમયે બીજા વિશ્વયુધ્ધ વખતે રશિયાએ પોલેન્ડ પર આક્રમણ કર્યુ હતુ. 17 સપ્ટેમ્બરના રોજ પોલેન્ડ પર સોવીયત સંઘે હુમલો કર્યો હતો. કબ્જો કરવાવાળા દેશોએ સૈનિક નાગરીકો પર અત્યાચાર કરવાનું શરૂ કર્યુ. જે બાદ સોવીયત સંઘના સુદુર ક્ષેત્રોમાં તેમનો પુન:વસવાટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાંથી અમુકને 1942માં છોડી મુકવામાં આવ્યા હતા, પરંતુ તે તેમની માતૃભૂમિમાં પરત પહોંચી શક્યા ન હતા.

ત્યાંથી આશરે 1000 જેટલા બાળકો અને આશરે 600 જેટલી મહિલાઓ કોઈ પણ જગ્યાએ તેમને આશરો મળે તેવી આશ સાથે દરીયાઈ માર્ગે એક વાહણમાં નીકળી ગયા હતા અને અનેક દેશ-પ્રદેશનો સંપર્ક કર્યો. પરંતુ તમામ દરવાજા બંધ થતા જોવા મળ્યા. પરંતુ જયારે વાત જામનગરના રાજવી સુધી પહોચી ત્યારે તેમણે તમામ બાળકોને આશરો આપવાનો નિર્ણય લીધો. જો કે તે વખતેના બ્રીટનના વડાપ્રધાન ચર્ચીલને જાણ થતા તેમણે રાજવીને આશરો ન આપવા જણાવ્યુ. પરંતુ જામનગરના રાજવી જામસાહેબે ચર્ચીલની ઈચ્છા વિરૂધ્ધ પણ પોતાનુ વચન નિભાવ્યુ.

જામનગરના રાજવીએ પોલેન્ડના બાળકોને દત્તક લીધા

તે વખતે જામનગર નવાનગર સ્ટેટ તરીકે ઓળખાતુ. નવાનગરના તે વખતના રાજવી રાજા જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના બાળકોને આશરો આપ્યો હતો. અને બ્રીટન સરકારને જણાવ્યુ આ અનાથ બાળકો પોલેન્ડના નહી. પરંતુ હવે મારા પુત્રો છે. આ તમામ બાળકોને તેમણે દત્તક લીધા હતા અને તેમને રાજા દિગ્વિજયસિંહજીએ પોતાની માલિકીની ખાનગી જગ્યામાં રાખ્યા હતા. 1942થી 1946 સુધી આશરે 4 વર્ષ સુધી આ તમામ બાળકોને રાજા દિગ્વિજયસિંહજી આશરો આપ્યો. તેમના રહેવા, ભોજન , શિક્ષણ સહિતની તમામ વ્યવસ્થા પણ કરી હતી.

બાલાચડીમાં ખાસ વ્યવસ્થા પોલેન્ડના બાળકો માટે કરાઇ હતી

ઠંડા પ્રદેશ પોલેન્ડથી આવતા બાળકોને અહીનુ વાતાવરણ અનુકુળ ન આવતા કેટલાક બાળકો બીમાર થયા હતા, ત્યારે જામસાહેબે તેમની સારવાર કરી તેમને ઠંડા વિસ્તારમાં રાખ્યા હતા. આ બાળકોને બાલાચડી પાસેની જગ્યાએ કેમ્પ તૈયાર કરીને રાખવામાં આવ્યા. તેમની તમામ પ્રકારની વ્યવસ્થા પરીવારના સભ્યોની જેમ રાજવી પરીવારે કરી હતી. ભારત કયારેય કોઈ સામે ઝુકતુ નથી. ભલે મહાસત્તા દેશ કેમ ન હોય. ભુતકાળની આ કિસ્સાથી આ વાતની સાબિતી પણ મળે છે.. મહાસત્તાની ઈચ્છા વિરૂધ્ધ પણ પોલેન્ડના બાળકોને આશરો આપી રાજવીએ માનવતા સાથે સાહસ પણ દેખાડયુ હતુ.

પોલેન્ડના આ આશ્રિત બાળકો બાલાચડીને પોતાનુ બીજુ ઘર માને છે

જામનગરના રાજવી રાજા જામસાહેબ જામ દિગ્વિજયસિંહજીએ બાળકોને અહી બાલાચડીમાં આશરો આપ્યો હતો. જે દિવસોને પોલેન્ડના બાળકો હજુ પણ ભુલ્યા નથી. પોતાના દુખના સમયમાં પણ તેમને આવુ સુવિધાયુક્ત જીવન કેવી રીતે જામસાહેબે આપ્યુ હતુ તેની વાતો પોતાના પુત્ર અને પૌત્રને પણ જણાવે છે. બાલાચડીએ આ પોલેન્ડના લોકો બીજુ ઘર માને છે. તે વખતે અહીં આવેલા અનાથ બાળકો આજે 80થી 90 વર્ષની વૃધ્ધા આવસ્થામાં પોતાના બાળપણને યાદ કરે છે અને પોતાના પુત્ર અને પૌત્ર સાથે આ સ્થળની મુલાકાત માટે વખતોવખત આવતા હોય છે. પોલેન્ડના આ લોકો 2018માં અહીં આવ્યા હતા.

પોલેન્ડમાં જામનગરના રાજવીને આદર અને સન્માન

બાળપણના દિવસો આમ તો કોઈ ભુલી ન શકે. પરંતુ પોલેન્ડના બાળકોએ જયારે પોતાના પરીવારજનો, પોતાનો દેશ, વતનની જગ્યા ગુમાવી. તે વખતે વિશાળ મનના નવાનગરના રાજવીને બાળકોને ન માત્ર આવકાર આપ્યો પણ પોતાના બાળકો સમજી ઘણા સમય સુધી આશરો પણ આપ્યો. પોલેન્ડના આ લોકો રાજા જામદિગ્વિજયસિંહજીનો આજે પણ આદર અને સન્માન પણ કરે છે. પોલેન્ડમાં અનેક સ્કૂલ અને માર્ગ જામદિગ્વિજયસિંહજીથી ઓળખાય છે. ત્યાં તેને ગુડ મહારાજા તરીકે ઓળખવામાં આવે છે. પોલેન્ડના બાળકોને મુશકેલીમાં સમયમાં તેમના દુખ ભુલાવીને તેમને સુખ આપનાર રાજવી જામદિગ્વિયસિંહજીને પોલેન્ડમાં ખુબ સન્માન આપવામાં આવે છે. પોલેન્ડ ગણરાજય દ્વારા જામસાહેબને રાષ્ટ્રપિત દ્વારા અપાતુ સર્વોચ્ચ સન્માન પણ આપવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો-

GST Collection: ફેબ્રુઆરી 2022માં 1.33 લાખ કરોડ રૂપિયા કલેક્શન થયું, એક વર્ષમાં 18 ટકાનો ઉછાળો

આ પણ વાંચો-

Ahmedabad: કેનેડામાં જનારા વિદ્યાર્થીઓનું વીઝા રિજેક્શન વધ્યું, જાણો શા માટે અને કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યુ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">