Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: કેનેડામાં જનારા વિદ્યાર્થીઓનું વીઝા રિજેક્શન વધ્યું, જાણો શા માટે અને કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યુ

ઘણા વર્ષોથી કેનેડા વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી છે. જો કે હવે કેનેડામાં જતા વિદ્યાર્થીઓનું રિજેક્શન વધી રહ્યુ છે. 2016ની સરખામણીએ કેનેડા જતા વિદ્યાર્થીઓનું 30થી 40 ટકા રિજેક્શન વધ્યું છે. જે

Ahmedabad: કેનેડામાં જનારા વિદ્યાર્થીઓનું વીઝા રિજેક્શન વધ્યું, જાણો શા માટે અને કેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓનું રિજેક્શન વધ્યુ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 7:48 AM

જો તમે કેનેડા (canada)માં અભ્યાસ કરવા ઈચ્છુક હોવ તો સાવધાન થઈ જજો. કારણકે કેનેડામાં જનારા વિદ્યાર્થીઓ (Students)નું વીઝા રિજેક્શન (Visa rejection) વધ્યું છે… જે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની ફી ભરી દીધી છે તેમનું પણ રિજેક્શન સામે આવતા કેનેડા જનારા વિદ્યાર્થીઓમાં નિરાશા અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘણા વર્ષોથી કેનેડા વિદ્યાર્થીઓની પહેલી પસંદ રહી છે. જો કે હવે કેનેડામાં જતા વિદ્યાર્થીઓનું રિજેક્શન વધી રહ્યુ છે. 2016ની સરખામણીએ કેનેડા જતા વિદ્યાર્થીઓનું 30થી 40 ટકા રિજેક્શન વધ્યું છે. જેના કારણે ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓના માથે આભ તૂટી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

શું છે રિજેક્શનનું કારણ ?

ઘણા વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં એડમિશન મેળવી અભ્યાસ પણ શરૂ કરી દીધો છે. અભ્યાસની ફી ભરાઈ ચુકી છે, લોનની પ્રક્રિયા પણ પૂર્ણ થઈ ગઈ છે અને હવે ફાઈલ રિજેક્ટ થતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી છે. કેનેડિયન ગવર્મેન્ટ દ્વારા રિજેક્શન વધારવા પાછળના ઘણા બધા કારણો કન્સલ્ટન્ટ દ્વારા કહેવામાં આવી રહ્યા છે. પોસિબલ માઈગ્રન્ટની શંકાને લઈને તેમજ અન્ય કારણોને લઈને કેનેડા જવા માટેની ફાઇલોમાં રિજેક્શન જોવા મળી રહ્યું છે.

કેટલા પ્રમાણમાં વિદ્યાાર્થીઓનું રિજેક્શન વધ્યું ?

વિદેશ અભ્યાસ કરવાના હિતેચ્છુ વિદ્યાર્થીઓ માટે યુ.કે., યુ.એસ., ઓસ્ટ્રેલિયા, અને ન્યુઝીલેન્ડ અને કેનેડા મોટેભાગે વિકલ્પ રહે છે. જો કે સ્ટુડન્ટ ડાયરેકટ સિસ્ટમમાં 57 ટકા રિજેક્શન થયું છે. તો એ સિવાયના વિદ્યાર્થીઓનું 65 ટકા રિજેક્શન છે. સાથે H1B વિઝાના નિર્ણયો કડક થતા પણ કેનેડા પર ભારણ વધ્યું છે. ત્યારે 2016માં 8 હજાર વિદ્યાર્થીઓ જ કેનેડા ગયા છે. તો 2019માં 2 લાખ 32 એપ્લિકેશન કેનેડા માટે મળી છે.

Enhance cognitive skills : દરરોજ કરો આ 5 કામ, તમારું મગજ બનશે તેજ
કથાકાર જયા કિશોરીના સૌથી 'મોડર્ન લુક' ની તસવીરો વાયરલ
શરીરના આત્માનું વજન કેટલું હોય છે? આ પ્રશ્ન UPSC માં પૂછવામાં આવ્યો
ઉનાળામાં આપણે અજમા ખાવા જોઈએ કે નહીં?
આજનું રાશિફળ તારીખ : 06-04-2025
આકડાના પાન તમારી આટલી સમસ્યાઓ કરે છે દૂર, જાણી ને ચોંકી જશો

નિષ્ણાતો દ્વારા સલાહ આપવામાં આવે છે કે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ કરવાનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે માટે રિજેક્શન આવ્યા બાદ એકાદ વખત કેનેડા માટેનો પ્રયાસ કરવો જોઈએ. જે ક્ષતિ કાઢવામાં આવી હોય તેના નિરાકરણ માટેના યોગ્ય પ્રયાસ પણ કરવા જોઇએ, પરંતુ નિરાશ થઈને બેસી રહેવાના બદલે ઉચ્ચ અભ્યાસ માટે અને વિદેશમાં સેટલ થવા માટે અન્ય કોઈ દેશની વિગતો મેળવી પેરેરલ પ્રયાસ શરૂ કરી દેવા જોઈએ.

જોકે વિદ્યાર્થીઓએ પણ નિરાશ થવાની જરૂર નથી. અન્ય દેશોમાં પણ વિકલ્પો ખુલી રહ્યા છે. ઈંગ્લેન્ડ હવે યુરોપિયન યુનિયનમાંથી મુક્ત થયું છે. બીજી તરફ વિદ્યાર્થીઓ આવવાની સાથે જ દેશની ઈકોનોમીને ઘણો ફાયદો થઈ રહ્યો હોવાથી વિદ્યાર્થીઓ માટેની પ્રક્રિયા અને અન્ય પ્રક્રિયા પણ સરળ બનાવી દેવામાં આવી છે જેને કારણે હવે મોટાભાગના વિદ્યાર્થીઓ લંડન તરફ વળ્યા છે.

આ પણ વાંચો-

Surat :US-UK એરલાઇન્સ સુરતથી ફ્લાઇટ્સ શરૂ કરી શકે છે, કેન્દ્રએ દ્વિપક્ષીય કરારને લીલી ઝંડી આપી

આ પણ વાંચો-

Ahmedabad : આવાસ યોજનાના મકાન ભાડે આપનારા માલિકો સામે કાર્યવાહીમાં વિલંબ થતાં વિવાદ

g clip-path="url(#clip0_868_265)">