AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: મૂર્તિકારને વરસાદનું વિઘ્ન નડ્યુ, 4 હજારથી વધુ ગણેશજીની મૂર્તિ ઓગળી ગઈ

દેશભરમાં ગણેશ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ માટે ગણેશજીના ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. દર વર્ષે ભગવાન ગણેશજીની માટીની મુર્તિનું અનેક સ્થળોએ સ્થાપન થતુ હોય છે.

Jamnagar:  મૂર્તિકારને વરસાદનું વિઘ્ન નડ્યુ, 4 હજારથી વધુ ગણેશજીની મૂર્તિ ઓગળી ગઈ
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 03, 2023 | 8:46 AM
Share

Jamnagar: દેશભરમાં ગણેશ ઉત્સાહભેર ઉજવવામાં આવે છે. ગણેશ ઉત્સવ માટે ગણેશજીના ભક્તો આતુરતાથી રાહ જોતા હોય છે. દર વર્ષે ભગવાન ગણેશજીની માટીની મુર્તિનું અનેક સ્થળોએ સ્થાપન થતુ હોય છે.

જામનગરમાં ગણેશ ઉત્સવ પહેલા વિઘ્નહર્તાની મુર્તિ બનાવનાર પરિવારને વરસાદ વિઘ્ન નડ્યુ છે અને 10 માસમાં તૈયાર કરાયેલ વિઘ્નહર્તાની મુર્તિમાં વરસાદી પાણી ફરી વળતા મુર્તિઓ ફરી માટી બની ગઈ છે. 4 હજારથી વધુ મુર્તિઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તમામ મુર્તિઓ ગણેશ ઉત્સવ પહેલા જ વિસર્જન થઈ ગઈ છે.

આ પણ વાંચો : Jamnagar: ગર્ભવતી મહિલાને લઇને જતી 108 નાળામાં ખાબકી, ફાયર વિભાગે કર્યુ રેસ્ક્યૂ, જૂઓ Video

જામનગર શહેરમાં શુકવારે ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં શહેરના ગુલાબનગર પાસે આવેલા નારણનગરમાં વિઘ્નહર્તાની મુર્તિ બનાવનારના ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. આ વરસાદી પાણીમાં ઘરવખરીને તો નુકશાન થયુ છે. સાથે પરિવારની 10 માસની મહેનત પર પાણી ફરી વળ્યુ છે.

કુલ 4200 જેટલી નાની-મોટી ગણેશની માટીની મૂર્તિ વરસાદી પાણીમાં ઓગળી

નારણનગરમાં રહેતા અતુલ પ્રજાપતિ જે જાણીતા મૂર્તિ કલાકાર છે. ગણેશ ઉત્સવ દરમિયાન માટીના ઈકોફ્રેન્ડલી ગણેશજીની મુર્તિ બનાવે છે. ગણેશની મુર્તિ ગણેશ ઉત્સવના 10 માસ પહેલાથી બનાવવાનુ શરૂ કરે છે. પરિવારના 9 સભ્યો દૈનિક 10થી 12 કલાક સુધી મહેનત કરીને માટીના ગણેશજીની મુર્તિ તૈયાર કરી. હાલ સુધી કુલ 4200 જેટલી નાની-મોટી ગણેશની માટીની મુર્તિ તૈયાર કરવામાં આવી હતી. જેમાંથી 100 જેટલા મુર્તિના એડવાન્સ ઓર્ડરનુ બુકીંગ કરવામાં આવ્યુ હતુ.

માટીના ગણેશજીની મુર્તિ તૈયાર કરવા ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે. જેને રંગથી રંગીને મુર્તિઓ તૈયાર કરવામાં આવે છે. ગણેશ ઉત્સવ બાદ મુર્તિનું વિસર્જન પાણીમાં થઈ શકે તે પ્રકારની માટીની મુર્તિઓ તૈયાર કરી હતી. પરંતુ ગણેશ ઉત્સવ પહેલા જ વરસાદી પાણી ઘરમાં ફરી વળતા ઉત્સવ પહેલા જ ગણેશજીનું ત્યાં જ વિસર્જન થયુ છે.

અડધા ફુટની નાની મુર્તિથી લઈને સાડા પાંચ ફુટ સુધીની મુર્તિઓ તૈયાર કરવામાં આવી હતી. દર વર્ષે અંદાજે 10 લાખની મુર્તિનો વેપાર પરિવાર કરતો હોય છે. પરંતુ આ વખતે અંદાજે 4200 જેટલી મુર્તિ પર પાણી ફરી વળતા મુર્તિ ફરી માટીના સ્વરૂપમાં આવી છે. જેનાથી મુર્તિ બનાવનાર ગરીબ પરિવારને અંદાજે 8 લાખથી વધુનું આર્થિક નુકસાન થયુ છે.

વરસાદના વિરામમાં પાણી તો ઓસરીયા, પરિવાર ફરી ગણેશ ઉત્સવ સુધીમાં નવી મુર્તિ તૈયાર કરશે. જે માટે વધુ સમય કામ કરીને નવી મુર્તિ બનાવશે. ઓછો સમય હોવાથી માત્ર 300 જેટલી મુર્તિ બની શકશે.જે માટે પરિવાર રાત-દિવસની મહેનત હાલથી શરૂ કરી છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
g clip-path="url(#clip0_868_265)">