ગુજરાતના(Gujarat) જામનગરમાં(Jamnagar)ઓમિક્રોનનો(Omicron)એક કેસ નોંધાયા બાદ તંત્રએ મોરકંડા રોડ પર આવેલા સેટેલાઇટ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તો જાહેર કરી દીધો છે.પરંતુ, અહીં બેદરકારીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. જેના પગલે જામનગરના મેયરે (Mayor) કન્ટેન્મેન્ટ ઝોનનો ભંગ અને રેલવે સ્ટેશન પર બેદરકારીને લઇને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે.
મેયર બીના કોઠારીએ જણાવ્યું કે, સરકારી ગાઇડલાઇનનું ચુસ્ત પાલન કરાવવા માટે સૂચના આપવામાં આવી છે.આ ઉપરાંત કન્ટેન્મેન્ટ ઝોનની બહાર નીકળનાર સામે પણ પગલાં લેવામાં આવશે..તેમણે વધુમાં કહ્યું કે, હાલ આરોગ્યની ટીમ દ્વારા ઘરે-ઘરે તપાસની કામગીરી કરવામાં આવી રહી છે..જો કે પોઝિટિવ કેસ સામે નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે, જામનગરમાં ઓમિક્રૉનનો એક કેસ નોંધાયા બાદ તંત્રએ મોરકંડા રોડ પર આવેલા સેટેલાઇટ વિસ્તારને કન્ટેન્મેન્ટ ઝોન તો જાહેર કરી દીધો હતો. પરંતુ .જે વિસ્તાર કન્ટેન્મેન્ટ ઝોન છે ત્યાં લોકો બેરોકટોક અવરજવર કરી રહ્યાં છે. કન્ટેમેન્ટ ઝોનના પાટીયા લાગેલા છે, ત્યાંથી વાહનચાલકો કોઇ પણ પ્રકારની રોકટોક વગર નીકળી રહ્યાં છે.અહી બે પોલીસ કર્મચારીઓ પણ હાજર છે.તે પણ લોકોને અહીંથી આરામથી અવર-જવર કરવા દઇ રહ્યા છે..
મનપાએ માત્ર દેખાડા માટે જ કન્ટેમેન્ટ ઝોનના પાટીયા લગાડ્યા હોય તેવું સ્પષ્ટ આ દ્રશ્યો પરથી દેખાઇ રહ્યું છે.. મનપા તંત્રની આ ઢીલી નીતિ જામનગરવાસીઓ માટે જોખમી સાબિત થઇ શકે છે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ રાજ્ય સરકાર સતર્ક, કરી આ વ્યવસ્થા