કાપડ પર GST વધારાને લઈ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું નિવેદન, કહ્યું પિયૂષ ગોયલની આગેવાનીમાં નાણાંપ્રધાનને રજૂઆત કરાશે

કાપડ પર GST વધારાને લઈ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશનું નિવેદન, કહ્યું પિયૂષ ગોયલની આગેવાનીમાં નાણાંપ્રધાનને રજૂઆત કરાશે
Darshana Jardosh (File Photo)

કાપડ-રેલવે મંત્રી દર્શના જરદોશની આગેવાનીમાં ચેમ્બર હવે આ પ્રશ્નને લઈને રજૂઆતોનો દોર ચલાવશે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રિય કોમર્સ મંત્રી પિયુષ ગોયલનો સમય લઈને દર્શના જરદોશની આગેવાનીમાં જીએસટીના પ્રશ્નને લઈને રજૂઆત કરવામાં આવશે.

Baldev Suthar

| Edited By: Chandrakant Kanoja

Dec 05, 2021 | 2:52 PM

કેન્દ્રીય કોમર્સ મંત્રાલય દ્વારા કાપડ(Textile) જીએસટીના(GST) દર 5 ટકાથી વધારીને 12 ટકા કરાયા છે ત્યારે હવે કાપડ અને રેલ્વે મંત્રી દર્શના જરદોશની(Darshna Jardosh)  આગેવાનીમાં રજૂઆતોનો દોર ચલાવાશે. ચેમ્બરનું ડેલિગેશન કેન્દ્રીય કોમર્સ મંત્રી અને નાણાં મંત્રીને (Finance Minister) રજૂઆત કરશે. ચેમ્બર, ફિઆસ્વી સહિત દેશભરના ટેક્સટાઈલ સંગઠનોએ જીએસટી રિપ્રેઝન્ટેશન કમિટીની રચના કરીને રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈને પણ આ બાબતે રજૂઆત કરી છે.

આ ઉપરાંત દેશના તમામ રાજ્યોના નાણામંત્રી, સીએમને પણ જીએસટીના દરમાં થયેલા વધારાનો વિરોધ કરતો પત્ર લખવામાં આવ્યો છે.આ મામલે ઉદ્યોગાકારો હવે એક મંચ પર આવી ગયા છે અને સખત રીતે વિરોધ કરી રહ્યા છે. કાપડ-રેલવે મંત્રી દર્શના જરદોશની આગેવાનીમાં ચેમ્બર હવે આ પ્રશ્નને લઈને રજૂઆતોનો દોર ચલાવશે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રિય કોમર્સ મંત્રી પિયુષ ગોયલનો સમય લઈને દર્શના જરદોશની આગેવાનીમાં જીએસટીના પ્રશ્નને લઈને રજૂઆત કરવામાં આવશે.

જીએસટીના વધારાને લઈને બિઝનેસ પર કેટલી અને કેવી અસર પડશે તેનો ડેટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એકત્ર કરવામાં આવી રહ્યો છે. આ ડેટા કેન્દ્રિય મંત્રીને આપવામાં આવશે.કાપડમાં જીએસટી વધારાને લઈને કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષે જણાવ્યું હતુ કે કોઈપણ સમસ્યાનો હલ વાતચીતથી થાય છે.ચેમ્બર દ્વારા રજુઆત કરી છે તે મળી છે.

કાપડ મંત્રી પિયુષ ગોયલની આગેવાનીમા ફાઈનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણને રજુઆત કરવામાં આવશે, કોર્મસ ઈન્ડસ્ટ્રી છે તે જીએસટીનો દર નકકી કરે છે. પિયુષ ગોલયે કહ્યું છે સ્ટોક હોલ્ડર સાથે વાતચીત કરવામાં આવશે. કાપડ મંત્રી દ્વારા તમામ સ્ટોક હોલ્ડરો કાપડ વેપારીઓ સાથે વાતચીત કરી નિવારણ લાવવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના વધતાં કેસ વચ્ચે લોકો બેદરકાર, એસ. ટી. સ્ટેન્ડ પર જોવા મળ્યા આ દ્રશ્યો

 આ પણ વાંચો : ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે આપ્યું આ મોટું નિવેદન

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati