ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ રાજ્ય સરકાર સતર્ક, કરી આ વ્યવસ્થા

ગુજરાત સરકારે નવા વેરીએન્ટને પહોંચી વળવા દવાઓનો પૂરતો સ્ટોક રાખ્યો છે.ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા સરકારે હોસ્પિટલમાં બેડ અને ઑક્સીજન સહિતની વ્યવસ્થા ઉભી કરી છે.

ગુજરાતમાં ઓમીક્રોનની એન્ટ્રી બાદ રાજ્ય સરકાર સતર્ક, કરી આ વ્યવસ્થા
Hospital

ગુજરાતમાં(Gujarat) ઓમીક્રોન(Omicron)વેરીએન્ટની એન્ટ્રી બાદ રાજ્યનું આરોગ્ય વિભાગ (Health Department) સતર્ક બન્યું છે. જેના પગલે રાજ્યમાં સારવાર માટે બેડ,(Bed) ઓક્સિજન( Oxygen)અને દવાઓની(Medicine)અછત ના સર્જાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ નવો વેરીએન્ટ આવે તો તેને પહોંચી વળવા સરકારે 87959 બેડની વ્યવસ્થા કરી છે.

જેમાં હાલ રાજ્યમાં 87959 ICU,વેન્ટિલેટર, ઓક્સિજન અને જનરલ બેડની વ્યવસ્થા છે. તેમજ દવાઓ અને ઓક્સિજનનો પૂરતો જથ્થો છે.

કેટલા બેડની વ્યવસ્થા -ICU વિથ વેન્ટિલેટર સાથેના 6551 બેડ -6298 ICU બેડ -48744 ઓક્સિજન બેડ -19763 જનરલ બેડ -બાળકો માટે 597 વેન્ટીલેટર, 1061 ICU, 3219 ઓક્સિજન અને 2342 જનરલ બેડ

નવા વેરીએન્ટને પહોંચી વળવા સરકારે દવાઓનો પૂરતો સ્ટોક રાખ્યો છે.કોરોનાની બીજી લહેર વખતે ઓક્સિજન અને રેમડેસીવીરની અછત સર્જાઈ હતી.જેના કારણે ભારે અવ્યવસ્થા ઉભી થઇ હતી. ત્રીજી લહેર આવે તો તેને પહોંચી વળવા સરકારે દવાઓનો પૂરતો સ્ટોક રાખ્યો છે…

સરકાર પાસે દવાઓનો કેટલો સ્ટોક

-રેમડેસીવીરનો 334973નો સ્ટોક -એમ્ફોટેરિસીન બી 50MGનો 134945નો સ્ટોક -એમ્ફોટેરિસીન બી લિપિડ 5943નો સ્ટોક -ટોસીલી ઝુમેબ 80mg નો 1354નો સ્ટોક -ટોસીલી ઝુમેબ 400mg નો 50નો સ્ટોક -ફેવીપીરાવીર ટેબનો 2725794નો સ્ટોક -VTM કિટનો 1142122નો સ્ટોક -RAT કિટનો 3051000નો સ્ટોક

ઓમીક્રોનના ટેસ્ટિંગ માટે રાજ્યમાં પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.ટેસ્ટિંગ માટે રાજ્યમાં 121 RTPCR લેબોરેટરી ઉપલબ્ધ છે.જેમાં 58 સરકારી અને 63 પ્રાઇવેટ લેબોરેટરીનો સમાવેશ થાય છે…

રાજ્યમાં વેકસીનેશનની સ્થિતિ રાજ્યમાં 93.3 ટકા લોકોને વેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે..રાજ્યમાં હજુ પણ 3326794 લોકોને પ્રથમ ડોઝ આપવાનો બાકી છે.જ્યારે 4031455 લોકોને બીજો ડોઝ આપવાનો બાકી છે. વેકસીનેશનને ઝડપી બનાવવા આરોગ્ય વિભાગ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona) ઓમીક્રોન(Omicron)વેરીએન્ટ એન્ટ્રી વચ્ચે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે રાજ્યમાં નિયમોનું કડક પાલન કરાશે. તેમજ જોખમ પાત્ર તમામ દેશોથી આવતી ફ્લાઇટની યાત્રીઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. તેમજ આ યાત્રીઓના રિપોર્ટ નેગેટિવ આવે તો જ ઘરે મોકલાશે.

તેમજ આરટીપીસીઆર ટેસ્ટ બાદ પ્રવાસીઓને છૂટ અપાય છે. તેમજ ઘરે જઇને ક્વોરન્ટાઇન કરવાની વ્યવસ્થા કરવામાં આવે છે. આ ઉપરાંત રોજે રોજ આવતી ફલાઇટનું મોનીટરિંગ કરવામાં આવે છે.

આ પણ  વાંચો : વડોદરામાં ગાયની અડફેટે આવ્યા ભાજપના નેતા, હોસ્પિટલમાં ખસેડાયા

આ પણ વાંચો :  અમદાવાદમાં કોરોના નિયમોનો ભંગ બદલ ધરપકડનો આંકડો 1 લાખને વટાવી ગયો

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati