Jamnagar : સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ઉદ્યોગોને ન અપાતા નુક્સાન, જુઓ Video
ગુજરાતમાં એસ.ટી.પી પ્લાન્ટ પ્રથમ જામનગરમાં 2016માં કાર્યરત થયો હતો. જામનગરમાં આશરે 78 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો.
Jamnagar :પર્યાવરણ બચાવવાના હેતુથી જામનગરમાં થઈ અનોખી પહેલ. શહેરના ગંદા પાણીને રીસાઇકલીંગ કરીને ફરી ઉપયોગમાં લઈ, દરિયા કિનારાને શુધ્ધ રાખવાના પ્રયાસો શરૂ કર્યો. જેને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્લાન્ટથી વર્ષે 2 કરોડની આવક મનપાને થવાની હતી. પરંતુ હાલ આવક તો નથી થતી પરંતુ 3 કરોડનો ખર્ચ થાય છે.
આ પણ વાંચો : Jamnagar: પોલીસ બનીને તોડ કરતો યુવક ઝડપાયો, SOG પોલીસના નામે ફોન કરી રૂપિયાની કરતો હતો ઉઘરાણી
78 કરોડના ખર્ચે 2016માં પ્લાન્ટ કાર્યરત
ગુજરાતમાં એસ.ટી.પી પ્લાન્ટ પ્રથમ જામનગરમાં 2016માં કાર્યરત થયો હતો. જામનગરમાં આશરે 78 કરોડના ખર્ચે એસટીપી પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો. જેનાથી શહેરના ભુગર્ભ ગટરના ગંદા પાણીને શુધ્ધીકરણ કરીને ફરી તેનો ઉપયોગ ઉધોગ કે ખેતરમાં થઈ શકે છે. અને જેનાથી વર્ષે બે કરોડની આવક પણ તંત્રને થશે. તેવુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
પરંતુ આવક તો ના થઈ પરંતુ હાલ વર્ષે 3 કરોડના ખર્ચનો બોજો મહાનગર પાલિકા પર પડે છે. પ્લાન્ટમાં શુધ્ધ કરાયેલા પાણીને ખાનગી ઉધોગને આપવાનો કરાર થયો હતો. દૈનિક 70 એમએલડી રીસાઈકલ કરેલા પાણીનો ઉપયોગને બદલે કંપની દ્રારા 13 વર્ષ સુધીનો મેન્ટેન્નસ તથા વાર્ષિક 2 કરોડ મનપાને આપવાનો એમઓયુ થયા હતા. પરંતુ કંપની દ્રારા 2020 બાદ કરાર મુજબ ચુકવણી કરવામાં આવી ન હતી.
પર્યાવરણને બચાવવા માટે વિશ્વ બેન્ક 78 કરોડ આપ્યા.
સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, જામનગરના દરિયા કિનારા પર અસંખ્ય દરિયાઈ જીવસુષ્ટ્રી આવેલી હોવાથી તેને બચાવવા દરિયામાં થતા ગંદા પાણીનો નિકાલ અટકાવવો જરૂરી બને છે. જે માટે વિશ્વ બેન્ક જામનગર મહાનગર પાલિકાને ગ્રાન્ટ આપી હતી. ગટરના ગંદા પાણી આ પ્લાન્ટમાં નાખીને તેને રીસાઈકલીંગ કરવામાં આવે છે. જે પાણીને ઔધોગિક એકમો ઉપયોગમાં લઈ શકે.
પરંતુ હાલ તો પાણીને શુધ્ધ કરીને દરિયામાં નાખવામાં આવે છે. પ્લાન્ટમાં દૈનિક 70 એમએલડી પાણીના જથ્થાને શુધ્ધ કરવામાં આવે છે. જે ઔધોગિક એકમો તેને ઉપયોગ કરે તે માટેના તંત્ર દ્રારા ફરી પ્રયાસો શરૂ થયા છે.
ગંદા પાણીને પ્લાન્ટમાં શુધ્ધ કરીને દરિયામાં દૈનિક 70 એમએલડી પાણી ઠલવાય છે.
ગંદા પાણી હાલ સુધી દરિયામાં ઠલવવામા આવતુ હતુ. તે હવે તેનુ પ્રોસેસ કરીને શુધ્ધ પાણીને દરિયામાં ઠલવવામાં આવે છે. પ્લાન્ટના ઉપયોગ, મેન્ટેન્સ બાબતે ખાનગી કંપની દ્રારા કરવામાં આવેલા કરારને ભંગ કરતા મહાનગર પાલિકાને વાર્ષિક 5 કરોડનુ આર્થિક નુકશાન થયુ છે. જો ફરી નવા ઉઘોગ સાથે શુધ્ધ કરાયેલ પાણી અંગે કરાર થાય તો પ્લાન્ટ પાછળ થતા ખર્ચથી બચી શકાય છે. દૈનિક 70 એમએલડી શુધ્ધ કરાયેલ પાણી દરિયામાં ઢલવવામાં આવે છે.
મનપાના અધિકારીઓ દ્રારા ઔધોગિક એકમો સાથે મળીને તેનો યોગ્ય ઉપયોગ કરવાના પ્રયાસ ચાલુ
2016થી પ્લાન્ટ કાર્યરત થયો. બાદ 2020 સુધી મહાનગર પાલિકાએ સંચાલન કર્યુ. બાદ પાણી પુરવઠા બોર્ડને પ્લાન્ટ સોપવામાં આવ્યો. શહેરથી ખાનગી કંપની સુધી પાઈપ લાઈન નાખવાની કામગીરી પુર્ણ કરવા આપવામાં આવ્યુ. પરંતુ અનેક કારણે પાઈપ લાઈન ના થતા ફરી જાન્યુઆરી 2023થી મહાનગર પાલિકાને પ્લાન્ટ પરત આપવામાં આવ્યો. જેથી માસિક 25 લાખનો ખર્ચ મહાનગર પાલિકાએ કરવો પડે છે.