JAMNAGAR : આ ગામની ગ્રામ પંચાયતની ઓફિસ જોઇને તમે ચોંકી જશો !!

ફલ્લા ગામની ગ્રામ પંચાયતની કચેરી પંચાયત ચોકમાં ડિસેમ્બર 2020માં તૈયાર કરવામાં આવી. જીલ્લા કક્ષાની પાંચ લાખની ગ્રાન્ટથી કચેરી તૈયાર કરવામાં આવી.

JAMNAGAR : આ ગામની ગ્રામ પંચાયતની ઓફિસ જોઇને તમે ચોંકી જશો !!
JAMNAGAR: Falla village
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 29, 2021 | 11:37 PM

JAMNAGAR : જિલ્લાનું ફલ્લા ગામ જે આદર્શ ગામ તરીકે ઓળખ ધરાવે છે. ગામની અનેક વિશેષતાના કારણે ગામને અલગ ઓળખ મળી છે. આમ તો, સરકારી કચેરીઓની છાપ જુનવાણી ઈમારતો ફાઈલો અસ્તવસ્ત તેમજ અન્ય સવલતોનો અભાવ હોય તેવું બનતું હોય છે. પરંતુ નાનકડાં ગામની ગ્રામ પંચાયતની કચેરી જાણે કોઈ કોર્પોરેટ કચેરી હોય તેવી ગ્રામ પંચાયતની કચેરી તૈયાર કરવામાં આવી છે.

ફલ્લા ગામની ગ્રામ પંચાયતની કચેરી પંચાયત ચોકમાં ડિસેમ્બર 2020માં તૈયાર કરવામાં આવી. જીલ્લા કક્ષાની પાંચ લાખની ગ્રાન્ટથી કચેરી તૈયાર કરવામાં આવી. જેમાં ઈમારત તૈયાર થયા બાદ સરપંચ લલીતાબેન કમલેશ ઘમસાણીયા અને તલાટી હિતેષ એમ સુથાર દ્રારા કચેરીને લોકઉપયોગી બને, તેમજ લોકો અહીં મુલાકાત લેવા આવે તે મુજબ બનાવવાનું નકકી થયું.

જે માટે રાજકોટના ઈન્ટીરીયર ડીઝાઈનર જે મુળ ફલ્લા ગામના વતની નિલુ કોઠારીએ ગ્રામ પંચાયતની કચેરી માટે ખાસ સેવા આપી દાતાઓના ફાળાની મદદથી અંદાજીત રૂ.3.50 લાખના ખર્ચે કચેરીની ડીઝાઈન તૈયાર કરી. ગ્રામ પંચાયતની કચેરી કુલ 1200 ફુટના એરીયામાં બની છે. જેમાં 600 ફુટમાં જન સુવિધા કેન્દ્ર તેમજ 600 ફુટમાં તલાટી અને સરપંચની ચેમ્બર તૈયાર કરવામાં આવી છે. જયાં એસી, બેઠક વ્યવસ્થા, પીવાના પાણી માટે આર.ઓ. સીસ્ટમ, કોમ્પ્યુટર માટેની વ્યવસ્થા, સહીતની સુવિધા છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ફલ્લા ગ્રામ પંચાયતની કચેરી તો એવી રીતે તૈયાર કરવામાં આવે છે. લોકો મુલાકાત લેવા આવે, પરંતુ આ સાથે ગ્રામ પંચાયતની વિવિધ સેવાઓ અને વિશેષ કામગીરી અને ગામની એકતાના કારણે ફલ્લાને આદર્શ ગામની ઓળખ મળી છે. કચેરી સાથે ગ્રામ પંચાયત પાસે પુરતો સ્ટાફ છે. જેમાં કુલ 8 લોકો ફરજ બજાવે છે.

તલાટી, રેવન્યુ તલાટી, કોમ્પ્યુટર ઓપરેટર, પટ્ટાવારા, સફાઈ કામદાર, ઈલેકટ્રીશન, વાલમેન અને એક સીવિલ ઈન્જીનિયર 8 લોકો ફરજ બજાવે છે. જેમાં સીવીલ ઈન્જીનીયરને પગાર સરપંચ દ્રારા આપવામાં આવે છે. જે છેલ્લા 1 વર્ષથી ફરજ બજાવે છે. ગ્રામ પંચાયતમાં સીવીલ ઈન્જીનીયર નોકરી કરતો હોય તેવી આ પ્રથમ ગ્રામ પંચાયત બની છે.

અંદાજે 6 હજારની વસ્તી ધરાવતા ગામમાં ચુંટણી ના યોજાતા સમરસ ગ્રામ પંચાયત બની છે. ગ્રામ પંચાયત દ્રારા ગામને વિવિધ સેવા તો આપવાં આવે છે. જેમાં 8-12ના દાખલા, લાઈટબીલ, ઓનલાઈન સુવિધા સહીતની કામગીરી કચેરીમાં થાય છે. આ ઉપરાંત ગ્રામ પંચાયત દ્રારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને લોકોને મદદરૂપ થવાના પ્રયાસ કરવામાં આવે છે. ગ્રામ પંચાયતની પોતાની મોબાઈલ એપ્લીકેશન, વેબસાઈટ અને વોટ્સઅપ ગ્રુપ છે.

વોટ્સએપ ગ્રુપમાં ગામના 4600 ફોનનંબરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ટેક્સમેસેજ પણ ગ્રામ પંચાયત દ્રારા મોકલવામાં આવે છે. સાથે જ ગામના 10 જાહેર સ્થળો પર લાઉડસ્પીકર લગાવવામાં આવ્યા છે. જેનાથી અગત્યની માહિતી કે સુચના ગ્રામપંચાયત કચેરી માંથી આપવામાં આવે છે. ગામમાં કોઈ વેપાર-ધંધા કે સેવાની માહિતી પણ વોટસઅપ દ્વારા આપવામાં આવે.

ફલ્લા ગામમાં છેલ્લા 25 વર્ષથી દૈનિક પાણી વિતરણ કરવામાં આવે છે. ગામમાં ડોર-ટુ-ડોર કચરાનુ કલેકશન કરવામાં આવે છે. પંચાયત કચેરીના પટાંગણમાં તિરંગો છે. ગ્રામ પંચાયતની બચતો, દાતાઓના સહયોગ તેમજ લોકફાળાથી વિવિધ અને વિશેષ સવલતો ગામમાં આપવામાં આવે છે. ગ્રામ પંચાયતોની વિશેષ સેવા અને ગામની એકતાના કારણે ફલ્લા ગામ ડીઝીટલ ગામ, આદર્શ ગામ જેવા ઉપનામથી ઓળખાય છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">