જામનગરઃ જીલ્લામાં રોડના કામનું આયોજન પણ અમલી નહીં, સ્ટાફની અછત સહીત પ્રશ્નોના કારણે મંજુર થયેલા અનેક કામો બાકી
બાંધકામ વિભાગમાં કાર્યપાલક ઈજનેરની જગ્યા ખાલી છે. જે અન્ય અધિકારીને ચાર્જ સોપવામાં આવ્યો છે. જેની પાસે કુલ 3 ચાર્જ છે. અધિક મદદનીશ ઈજનેરની કુલ 25 જગ્યામાંથી 9 ભરાયેલ અને 16 જગ્યાઓ ખાલી જે 64 ટકા જગ્યાઓ ખાલી છે.
જામનગર (Jamnagar) જીલ્લામાં રોડના કામ ગોકળગાયની ગતિ થાય છે. છેલ્લા ત્રણ વર્ષમાં 232 રોડના (Road) કામનો મંજુર કરવામાં આવ્યા. પરંતુ જેમાંથી 102 કામ શરૂ થયા નથી. તો 75 જેટલા કામ હાલ પ્રગતિ છે. તે પૈકી માત્ર 45 જ કામ પુર્ણ થયા છે.
જામનગર જીલ્લામાં માર્ગ બનાવવા માટે પુરતા નાણા છે, આયોજન થાય છે, ટેન્ડર (Tender)પ્રક્રિયા થાય છે. કામ મંજુર પણ થયા છે. પરંતુ કામ પુર્ણ થઈ શકતા નથી. છેલ્લા ત્રણ વર્ષના આંકડા પર નજર કરીએ તો જીલ્લા પંચાયત (District Panchayat) હસ્તગતના કુલ 232 જેટલા રોડના કામ મંજુર કરવામાં આવ્યા. પરંતુ તે પૈકી માત્ર 45 જ કામ પુર્ણ થયા છે. અન્ય 75 જેટલા કામ હાલ પ્રગતિમાં છે. તો 102 કામ તો શરૂ થઈ શકયા નથી. તો 10 જેટલા કામને રદ કરવામાં આવ્યા છે. રોડની જરૂરીયાત હોય ત્યાં મંજુરી આપીને નાણા ફાળવવામાં આવે છે. પરંતુ કામ થઈ શકતા નથી.
ત્રણ વર્ષમાં જીલ્લામાં થયેલ અને બાકી કામની યાદી
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ત્રણ વર્ષમાં કુલ 189 કામ મંજુર થયેલ છે. 32 કામ પુર્ણ થયા છે. 60 કામ પ્રગતિમાં છે. 89 કામ હજુ સુધી શરૂ થયેલ નથી. તો 8 કામ તો રદ કરવામાં આવ્યા છે. ખાસ મરામત યોજના હેઠળ કુલ 24 કામ ત્રણ વર્ષમાં મંજુર થયેલ છે. જે પૈકી 10 કામ પુર્ણ થયા છે અને 11 કામ પ્રગતિ હેઠળ છે. 1 કામ હજુ શરૂ થયુ નથી. તો બે કામ રદ થયેલ છે. સુવિધાપથ યોજના હેઠળ કુલ ત્રણ વર્ષમાં 9 કામ મંજુર થયેલ છે. જે પૈકી ત્રણ કામ પુર્ણ થયેલ છે. 2 પ્રગતિ હેઠળ છે. 4 રોડના કામ શરૂ થયા નથી.
પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ત્રણ વર્ષમાં કુલ 10 કામો મંજરુ થયા છે. જે માથી 2 કામ પ્રગતિમાં છે. 8 કામ હજુ શરૂ થયા નથી. આમ કુલ જીલ્લામાં 232 રોડના કામ ત્રણ વર્ષમાં મંજુર તો કરાયા પરંતુ તેમાંથી માત્ર 45 કામને પુર્ણ કરવામાં આવ્યા. હજુ 75 કામ પ્રગતિ હેઠળ છે. તો 102 જેટલા કામ શરૂ થયા જ નથી. અને 10 કામને રદ કરવામાં આવ્યા. આમ જીલ્લામાં જરૂરીયાત અને માંગણી મુજબ મંજુરીની પ્રક્રિયા અને આયોજન નિયમિત થાય છે. તે માટેના નાણા પણ મળે છે. પરંતુ સ્ટાફ સહીતના અનેક પ્રશ્નોના કારણે જે આયોજન મુજબ કામ થવા જોઈએ તે થઈ શકતા નથી.
જીલ્લા પંચાયતમાં બાંધકામ વિભાગમાં સ્ટાફની અછત
બાંધકામ વિભાગમાં કાર્યપાલક ઈજનેરની જગ્યા ખાલી છે. જે અન્ય અધિકારીને ચાર્જ સોપવામાં આવ્યો છે. જેની પાસે કુલ 3 ચાર્જ છે. અધિક મદદનીશ ઈજનેરની કુલ 25 જગ્યામાંથી 9 ભરાયેલ અને 16 જગ્યાઓ ખાલી જે 64 ટકા જગ્યાઓ ખાલી છે. મદદનીશ ઈજનેર જીલ્લામાં કુલ 5 જગ્યામાંથી 3 ભરાયેલ અને 2 ખાલી એટલે કે 40 ટકા જગ્યા ખાલી છે. નાયબ કાર્યપાલક ઈજનેર 4 માંથી 3 ભરાયેલ અને 1 જગ્યા ખાલી છે. આમ પુરતો સ્ટાફના હોવાથી સમયસર કામગીરી યોગ્ય રીતે થઈ શકતી નથી. એકથી વધુ ચાર્જ હોવાથી કામનુ ભારણ વધે છે.
જીલ્લામાં કામ સમયસર ના થવાના અનેક કારણો છે. જેમાં જીલ્લા પંચાયતમાં 50 ટકાથી સ્ટાફ નથી. જેમાં બાંધકામ વિભાગમાં 64 ટકા સ્ટાફ ખાલી છે. પુરતો સ્ટાફ ના હોવાથી કામગીરી ગોકળગાયની ગતિએ ચાલે છે. તો સ્થાનિક પ્રશ્નો કે વધુ કામ કે નાણા માટે ફેર મંજુરીની પ્રક્રિયાના કારણે કેટલાક કામોમાં વિલંબ થતો હોય છે. હાલ મુખ્ય અધિકારી પણ ઈન્ચાર્જમાં છે. તો ટેકનીકલ સ્ટાફની અછતના કારણે પણ કામગીરી સમયસર થઈ શકતી નથી.
જીલ્લા પંચાયતમાં લોકોને મુશકેલી ના પડે તે માટે વિવિધ યોજનામાંથી રસ્તાઓને મંજુરી આપવામાં આવે છે. પરંતુ અનેક કારણોસર આ કામ સમયસર ના થતા મંજુર થયેલા કામ પણ થઈ શકતા નથી.
આ પણ વાંચો : Ahmedabad : લાલદરવાજાની ઉડીપી રેસ્ટોરન્ટમાં સ્પ્રિંગ ઢોસામાંથી મરેલો વંદો નીકળ્યો
આ પણ વાંચો : ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કચ્છને અન્યાય: કોંગ્રેસ, વિધાનસભા અધ્યક્ષે પણ શિક્ષકોની ભરતી કરવા ભલામણ કરી