ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે કચ્છને અન્યાય: કોંગ્રેસ, વિધાનસભા અધ્યક્ષે પણ શિક્ષકોની ભરતી કરવા ભલામણ કરી
કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરે જણાવ્યું હતું કે વર્ષ 2011 માં સરકારી પોલીટેકનીકની સરહદી વિસ્તારની સીટો નાબુદ કરતા વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો. તે સતત આજ દિવસ સુધી સીલસીલો ચાલુ રહ્યો છે.
કચ્છમાં પ્રાથમીક શિક્ષણથી લઇ ઉચ્ચ શિક્ષણ સુધી લાંબા સમયથી અધ્યાપક, પ્રોફેસર સહિતની મહત્વની જગ્યાઓ ખાલી છે. દુર્ગમ વિસ્તારમાં શિક્ષણની(Education) ઘટ એ વર્ષોથી છે. તેવામાં પણ કચ્છને સતત થઇ રહેલા અન્યાય સામે કોંગ્રેસે (Congress) સવાલો ઉઠાવ્યા છે. સ૨કારી ઈન્જીનીયરીંગ કોલેજમાં સીટ અડધી થઈ જતા કોંગ્રેસે કચ્છને (Kutch) અન્યાય થયો હોવાની લાગણી સાથે ભાજપના નેતાઓના મૌન સામે સવાલો ઉભા કર્યા છે. સરકારી એન્જીનીયરીંગ કોલેજ, ભુજમાં 720 સીટોમાંથી માત્ર 300 સીટ કરી નાંખી છે.
કોંગ્રેસ પ્રવક્તા દિપક ડાંગરે જણાવ્યું હતું કે વર્ષ 2011 માં સરકારી પોલીટેકનીકની સરહદી વિસ્તારની સીટો નાબુદ કરતા વિદ્યાર્થીઓને અન્યાય થયો હતો. તે સતત આજ દિવસ સુધી સીલસીલો ચાલુ રહયો છે. પ્રાથમિક શાળામાં શિક્ષક ઘટ અને મર્જના પ્રશ્નો, યુનીવર્સીટીમાં એક્ષટર્નલ કોર્પ બંધ અને હવે મહત્વની કહી શકાય તેવી સરકારી એન્જીનીયરીંગ કોલેજોની સીટો અડધી કરતા શિક્ષણમાં પ્રાઈવેટીકરણને પ્રોત્સાહન આ ઉદ્યોગપતિની સરકારી આપી રહી હોય તેમ લાગી રહ્યું છે.
વિધાનસભા અધ્યક્ષે પણ રજુઆત કરી
એક તરફ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે કચ્છને સતત અન્યાય થઇ રહ્યો છે, તેવામાં કચ્છના ધારાસભ્ય અને વિધાનસભા અધ્યક્ષે પણ જાણે કચ્છને શિક્ષણ ક્ષેત્રે થઇ રહેલા અન્યાયને મંજુરીની મહોર મારી હોય તેમ તેઓએ પણ કચ્છના શિક્ષણ હીતમાં શિક્ષણમંત્રી ડૉ. કુબેરભાઇ ડિંડોરને રજુઆત કરી છે. જેમાં કચ્છ યુનિવર્સિટી સન-૨૦૦૩થી કાર્યરત છે. પરંતુ સ્ટાફની ઘટની બાબત લાંબા સમયથી વિભાગ કક્ષાએ વિચારણાધિન છે. જે તાત્કાલીક ભરવી જોઇએ, જીલ્લામાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્તરે કુલ 188 જેટલી શાળાઓ કાર્યરત છે અને તેમાં શિક્ષકોની ખાલી જગ્યા રહેતા ભરતી કરવાના ઉકેલની દિશામાં સત્વરે પ્રયાસો થવા જોઇએ, કચ્છ જિલ્લામાં ભાઇઓ માટેની એક માત્ર ડી.એલ.એડ (પી.ટી.સી.) કોલેજ તથા એક માત્ર સરકારી બી.એડ. કોલેજ આવેલ છે.
તેમાં 40 જેટલા વ્યાખ્યાતાઓની જરૂર છે તેમાં પણ ખાલી રહેલ વ્યાખ્યાતાઓની જગ્યા તાત્કાલીક ભરવામાં આવે,કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ગિરનારી સામખીયાળી ટ્રસ્ટમાં સંસ્થાની મંજૂર થયેલ કુલ-6 જગ્યાઓ પૈકી ર(બે) જ જગ્યાઓ કાર્યરત છે. પ્રાચીન સંસ્કૃત ભાષાના ઉચ્ચ અભ્યાસ અર્થે પ્રાધાનાચાર્યની જગ્યા એબયન્સમાં ગયેલ હોઇ તેમાં નિમણૂંક માટે એન.ઓ.સી. આપવાની માગ કરી હતી.
તાજેતરમાં સરકારના શિક્ષણ વિભાગના પતી-પત્ની સાથે રહી શકે તેવા અભિગમથી કચ્છ જીલ્લામાંથી બદલી કરાવી શિક્ષકો અન્ય જીલ્લામાં જતા રહે છે. આથી કચ્છમાં શિક્ષકોની અછત કચ્છમાં વધી છે. તેવામાં કોગ્રેસના આરોપ સામે વિધાનસભા અધ્યક્ષે પણ કચ્છના શિક્ષણહીતની ચિંતા કરી છે. ત્યારે કચ્છમાં પ્રાથમીક શિક્ષણથી ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે શિક્ષકોની ઘટ સહિતના વિવિધ પ્રશ્નો સંદર્ભે હકારાત્મક ઉકેલ આવે તે જરૂરી છે. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ એસ. જે. હૈદર તથા કચ્છ યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર પણ બેઠકમાં હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : Dwarka : ફૂલડોલ મહોત્સવની તૈયારીઓ અંતિમ તબક્કામાં, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
આ પણ વાંચો : મહેસાણા વિસ્તારના ગામડાઓમાં દૂધસાગર ડેરીના ભૂતપૂર્વ ચેરમેન વિપુલ ચૌધરી માટે પ્રવેશબંધી ફરમાવવા સોશિયલ મીડિયામાં માગ