Jamnagar : ધાર્મિક સંસ્થા દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળસંચય કરવાનો પ્રોજેકટ કરાયો શરૂ

4 હજાર ચોરસ ફુટ જગ્યામાં આવતા વરસાદી પાણીને 10 એમ.એમ.ના બે પાઈપ દ્વારા કુવામાં ઉતારવામાં આવશે. સીઝનનો સામાન્ય વરસાદ થાય તો અંદાજીત 2 લાખ લીટર પાણીને જમીનમાં ઉતારી શકાશે.

Jamnagar : ધાર્મિક સંસ્થા દ્વારા વરસાદી પાણીને જમીનમાં ઉતારી જળસંચય કરવાનો પ્રોજેકટ કરાયો શરૂ
Rain Water Harvesting Project
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 31, 2021 | 2:45 PM

જામનગરના એક ધાર્મિક સ્થાન પર વરસાદી પાણીને (Rain Water) જમીનમાં ઉતારવા માટેનો પ્રોજેકટ અમલી કરવામાં આવ્યો છે. વરસાદી પાણીને જમીનમાં ઉતારવા માટે મસ્જીદની છતમાં એકઠા થતા પાણીને કુવામાં ઉતારવા માટે પ્રોજેકટ બનાવ્યો છે. જામનગરની સૈફી મસ્જીદમાં વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેકટ (Water Harvest Project) અમલી કર્યો.

“પ્રોજેક્ટ રાઇઝ” એ ​​દાઉદી બોહરા સમુદાય દ્વારા શરૂ કરાયેલ એક પરોપકારી પ્રયાસ છે જેનો અમલ વિશ્વભરમાં જ્યાં પણ દાઉદી બોહરા સમુદાય વસે છે ત્યાં અમલ કરવામાં આવી રહ્યો છે, “પ્રોજેક્ટ રાઇઝ” અંતર્ગત તેમજ સાથી સંસ્થા બુરહાની ફાઉન્ડેશન ઈન્ડિયા તથા રોટરી કલબ ઓફ ઈમેજીકાના માર્ગદર્શન મેળવી દાઉદી વોરા સમાજ દ્વારા અમલી કરાયો.

મસ્જીદની કુલ 10 હજાર ચોરસ ફુટ જગ્યામાંથી 4 હજાર ચોરસ ફુટ જગ્યામાં આવતા વરસાદી પાણીને 10 એમ.એમ.ના બે પાઈપ દ્વારા કુવામાં ઉતારવામાં આવશે. સીઝનનો સામાન્ય વરસાદ થાય તો અંદાજીત 2 લાખ લીટર પાણીને જમીનમાં ઉતારી શકાશે. જેનાથી વરસાદી પાણીને ભુગર્ભમાં ઉતારી જળસંચય કરી શકાશે. જે વરસાદી પાણી કુવામાં ઉતરે તે પહેલા તેને શુધ્ધ કરવા માટે ફીલ્ટર પણ મુકવામાં આવ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

આ પ્રોજેકટ માટે કુલ અંદાજીત 30 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જે વરસાદી પાણીનો છત પર અકઠુ થયા બાદ વેડફાટ થતો હતો, તે પાણીને એકઠુ કરીને ભુગર્ભમાં ઉતારી સંગ્રહ કરવામાં આવશે. ધાર્મિક સ્થાનો કે જાહેર જગ્યાઓ પર આ પ્રકારના પ્રોજેકટ અમલી કરવામા આવે તો જળસંચય માટે ઉપયોગ સાબિત થઈ શકે છે.

જાહેર સ્થળોમાં વિશાળ છત હોવાથી વરસાદી પાણીને એકઠુ વધુ માત્રામાં કરવુ સરળ બને છે. હાલ સુધી જે પાણીનો બગાડ થતો તે વરસાદી પાણીને હવેથી જમીનમાં ઉતારવામાં આવશે. જે પ્રોજેકટને અમલ કર્યા બાદ અન્ય સંસ્થાઓ પણ પ્રેરણા મેળવે તે માટે પણ સંસ્થા દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા છે.

આ પ્રોજેક્ટ માટે પુરૂ માર્ગદર્શન માહિતી અને સહયોગ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. વધુ સંસ્થાઓ દ્વારા આ રીતે પ્રોજેકટ અમલી કરવામાં આવે તો સરળતાથી જળસંચય કરી શકાય છે. હાલ જ્યારે પાણીની અછત વર્તાઈ રહી છે ત્યારે આ પ્રકારના જળસંચયના પ્રોજેક્ટ દ્વારા ભૂગર્ભ જળના તળ ઉંચા લાવી શકાય છે.

આ પણ વાંચો : Gujarat Education: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંકેત,જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શું આપ્યું નિવેદન

આ પણ વાંચો : Gandhinagar : અપુરતા ઇવીએમના પગલે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપરનો ઉપયોગ કરાશે

g clip-path="url(#clip0_868_265)">