Gujarat Education: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાના સંકેત,જાણો શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ શું આપ્યું નિવેદન

રાજ્યમાં ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પ્રાથમિક શાળાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે.તેઓએ જણાવ્યું કે,કોર કમિટીની બેઠકમાં નિર્ણય લઈને પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે નિર્ણય લેવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 12:32 PM

Gujarat Education: રાજ્યમાં પ્રાથમિક શાળાઓ શરૂ કરવા અંગે  શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ (BhuPendra Sinh Chudasama) મહત્વનું  નિવેદન આપ્યું છે.તેમણે જણાવ્યું કે,રાજ્યમાં પ્રથમિક શાળાઓ શરૂ કરવા અંગે કોર કમિટીની બેઠકમાં નિર્ણય લેવામાં આવશે.

હાલ કોરોનાનું સંક્રમણ ઘટતા ધોરણ 10 થી 12 અને કોલેજના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે ટુંક સમયમાં પ્રાથમિક શાળાઓ (Primary School)પણ શરૂ થાય તેવી સંભાવના જોવા મળી રહી છે.

ઉપરાંત રાજ્ય શિક્ષણમંત્રીએ (Education Minister) જણાવ્યું કે,કોરોનાને કારણે વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો પહોંચાડવામાં વિલંબ થયો છે.પરંતુ આગામી અઠવાડીયા દરમિયાન તમામ વિદ્યાર્થીઓને પુસ્તક મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.આ વર્ષ ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યા છે,પરંતુ ગત વર્ષની જેમ વાલીઓને ફીમાં કોઈ રાહત આપવામાં આવી નથી.

 

આ પણ વાંચો: Gujarat Board GSEB 12th Result 2021 LIVE: ધોરણ.12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર,691 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પ્રસિધ્ધ તરણેતરના મેળા પર કોરોનાનું ગ્રહણ, સતત બીજા વર્ષ મેળો બંધ રહેશે

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">