JAMNAGAR RAIN : કાલાવાડ અને ગ્રામ્યપંથકોમાં આભ ફાટયું, અલિયાબાડા અને બાંગા ગામ બેટમાં ફેરવાયા

જામનગરમાં વરસાદને પગલે વિજરખી ડેમમાં નવા નીરની આવક થઇ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઈ-વે બંધ થયો છે. કોઝ-વે પરથી 4 ફૂટથી વધુ પાણીનું વહેણ હોવાથી વાહનવ્યહાર બંધ કરાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 1:07 PM

જામનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર સજ્જ થયું છે. ભારે વરસાદને પગલે જામનગર જીલ્લામાં બે રેસ્ક્યુ ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં 1 એનડીઆરએફની ટીમ અને 1 એનડીઆરએફની ટીમ જામનગર માટે રવાના કરાઇ છે. એનડીઆરએફની એક ટીમ કાલાવડ અને જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં જશે. જયારે ફાયરની રેસ્ક્યુ ટીમ અલિયાબાડામાં તૈનાત કરાઈ છે.

જામનગરમાં વરસાદને પગલે વિજરખી ડેમમાં નવા નીરની આવક થઇ છે. રસ્તાઓ પર પાણી ફરી વળતાં જામનગર-કાલાવડ હાઈ-વે બંધ થયો છે. કોઝ-વે પરથી 4 ફૂટથી વધુ પાણીનું વહેણ હોવાથી વાહનવ્યહાર બંધ કરાયો છે.

જામનગરનો રણજીત સાગર ડેમ ઓવરફ્લો થયો છે. જામનગર રણજીતસાગર જવાના રસ્તા પર ઈવેલા કોઝવે પર પાણી ફરી વળ્યા છે. કોઝવે પર 4 ફુટથી વધુ પાણીનો વહેણ વહી રહ્યું છે. જેને કારણે વાહન વ્યવહારને અસર થઇ રહી છે.

જામનગર નજીકનું અલિયાબાડા ગામ બેટમાં ફેરવાયું છે. અલિયાબાડા ગામ બેટમાં ફેરવાતા ફાયરની ટિમ તૈનાત કરાઈ છે. ફાયરની ટીમે 25 લોકોનું રેસ્ક્યુ કર્યુ છે. હજુ પણ સ્થિતિ સ્ફોટક, વધુ રેસ્ક્યુ કરવાની તાતી જરૂરીયાત છે. એરફોર્સના હેલીકોપ્ટરની મદદ લેવી પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે.

તો જામનગરના કાલાવડ તાલુકાનુ બાંગા ગામ પણ બેટમાં ફેરવાયું છે. બાંગા ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે. પાણીમાં ફસાયેલા લોકોને હેલિકોપ્ટર દ્વારા બચાવાયા છે. ભારતીય હવાઇ દળનું હેલિકોપ્ટર કામે લાગ્યું છે

ગ્રામ્ય વિસ્તારમાં અતિ ભારે વરસાદના કારણે ગામમાં પાંચ ફૂટથી વધુ પાણી ભરાઇ ગયા હતા. ગામડામાં પાણી ભરાઈ જતા લોકો બીજા માળે ચડી ગયા હતા અને કેટલાય ગામો બેટમાં ફેરવાઇ ગયા છે. આ પ્રકારનો વરસાદ ઇતિહાસમાં પહેલી વાર વરસ્યો હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. ભારે વરસાદના કારણે લોકોના જીવ બચાવવા માટે તંત્ર દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે.

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">