Jamnagar : બેડેશ્વર વિસ્તારમાં લાખોના ખર્ચે બનીને તૈયાર છે રેન બસેરા, પણ ઠંડીમાં ઠુઠવાતા ઘર વિહોણા લોકો નથી કરી શકતા ઉપયોગ, જાણો કેમ
Jamnagar News : બેડેશ્વર વિસ્તારમાં 161 લાખના ખર્ચે બીલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સેલ્ટર હોમમાં 320 લોકોની કેપેસીટી વાળું રેન બસેરા બનાવેલુ છે. જેનું લોકાપર્ણ ઓકટોબર-2022માં થયુ છે.
જામનગર મહાનગર પાલિકાએ ગરીબ અને મકાન વિહોણા લોકોને ઠંડીની ઋતુમાં આશય મળી શકે તેવા હેતુથી લાખોના ખર્ચે સેન્ટર હોમ તૈયાર કર્યુ હતુ. બેડેશ્વર વિસ્તારમાં 320 લોકો આશય મેળવી શકે તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી હતી. પરંતુ હાલ તે શોભાના ગાંઠીયા સમાન બન્યુ છે. તેના નિભાવખર્ચ માટે ગ્રાન્ટ ના મળતા બીન ઉપયોગ પડયુ છે. આ સેન્ટર હોમનું લોકાપર્ણ ઓકટોબર 2022માં થયુ હતુ. જો કે હજુ સુધી તે કાર્યરત થયુ નથી. હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે જો તેનું લોકાર્પણ થઇ ગયુ હોત તો ઘણા ઘર વિહોણા લોકોને આશ્રય મળી શકે. . જામનગરમાં છેલ્લા કેટલાય દિવસોથી ઠંડીનુ પ્રમાણ વધ્યુ છે. શહેરમાં ઠંડીને કારણે ગરીબોની હાલત કફોડી બની છે, ગરીબોને ઠંડીના રક્ષણ માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા બેડેશ્વર વિસ્તારમાં લાખોના ખર્ચે રેનબસેરા બનાવવામાં આવ્યું છે. પરંતુ ઘર વિહોણા લોકો અહીં રહી શકતા નથી. બીજુ સેલ્ટર હોમ દુર હોવાથી લોકો ત્યાં જવા તૈયાર થતા નથી. તંત્રએ આ રેનબસેરામાં તમામ સુવિધાઓ પણ રાખી છે. રેનબસેરામાં દિવસ અને રાત્રે સિક્યુરિટી, મહિલાઓ અને પુરુષો માટે અલગ-અલગ ટોયલેટ બાથરૂમ અને અલગ- રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બ્લૅન્કેટ, ચાદર,ઓશિકા જેવી વસ્તુઓનો થોડો જથ્થો પણ ઉપલબ્ધ છે. પરંતુ ગ્રાન્ટ ન આવતા તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેમ છતા 161 લાખના ખર્ચે બેડેશ્વર વિસ્તારમાં આવેલું રેન બસેરા ખાલી ખમ પડ્યું છે.
બેડેશ્વર વિસ્તારમાં 161 લાખના ખર્ચે બીલ્ડિંગ તૈયાર કરવામાં આવ્યુ છે. આ સેલ્ટર હોમમાં 320 લોકોની કેપેસીટી વાળું રેન બસેરા બનાવેલુ છે. જેનું લોકાપર્ણ ઓકટોબર-2022માં થયુ છે. પરંતુ નવુ તૈયાર કરવામાં આવેલુ સેલ્ટર હોમ શોભાના ગાંઠીયા સમાન છે. જેના ઓપરેશન અને મેન્ટેનન્સ માટે 192 લાખ રૂપિયા મંજુર કરવામાં આવ્યા છે. જે ગ્રાન્ટના 40 ટકા એટલે કે 76.80 લાખ રૂપિયનો પ્રથમ હપ્તો આવ્યા બાદ તેનો વપરાશ શરૂ કરાશે. આ ગ્રાન્ટની માગણી 3 જાન્યુઆરીએ મનપાએ સરકાર પાસે કરી છે. હાલ હાપા પાસે સેન્ટર હોમમાં લોકોને ત્યાં રહેવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. જયાં 224 લોકો રહે તેવી વ્યવસ્થા છે. જો કે માત્ર 30 થી 50 લોકો ત્યાં જતા હોય છે. જ્યાં ગરીબો રાતવાસો કરવા સમજાવવા મનપાની એક ટીમ તૈયાર પણ કરાઈ છે
લાખો રુપિયાના ખર્ચે મનપાના તંત્રએ ઠંડીથી બચવા ગરીબોને ઉપયોગી થાય તેવી વ્યવસ્થા તો તૈયાર કરી. પણ ગ્રાન્ટ ન મળતા લાખોના ખર્ચે તૈયાર કરવામાં આવેલા નવા સેલ્ટર હોમનો ઉપયોગ ગરીબો કરી શકતા નથી. જેનો શિયાળાના સમયમાં ઉપયોગ થઇ શકે તેમ છે.