જામનગરના પ્રચાર યુદ્ધમાં પીએમ મોદીએ ક્ષત્રિયોના બલિદાનને કર્યુ યાદ, કોંગ્રેસને આડે હાથ લેતા કહ્યું, કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ મુસ્લિમોને વોટજેહાદ માટે ભડકાવે છે.

|

May 02, 2024 | 7:28 PM

લોકસભા ચૂંટણી માટે પ્રચાર માટે આવેલા પીએમ મોદીએ ગુજરાતમાં આજે ચાર સ્થળોએ જંગી જનસભા સંબોધી હતી. જેમા સૌપ્રથમ તેમણે સાબરકાંઠા, ત્યારબાદ આણંદ, જુનાગઢ અને જામનગરમાં ચૂંટણી સભા સંબોધી અને કોંગ્રેસ પર તુષ્ટિકરણની રાજનીતિને લઈને આકરા પ્રહાર કર્યા.

લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં પ્રચાર અર્થે આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ જામનગરમાં જંગી જનસભા સંબોધી હતી એ પહેલા તેમણે જામસાહેબની મુલાકાત કરી તેમના આશિર્વાદ મેળવ્યા હતા. આ સમયે જામસાહેબે તેમને પાઘડી પહેરાવી વિજયી ભવો:ના આશિર્વાદ આપ્યા હતા. આ વાતનો ઉલ્લેખ ખુદ પીએમ મોદીએ તેમની જનસભામાં કર્યો. પીએમ મોદીએ તેમની જનસભાની શરૂઆતમાં કહ્યુ કે ગુજરાત હોય કે તમિલનાડુ હોય કે કાશ્મીર કન્યાકુમારી હોય કે આસામ હોય જ્યાં જ્યાં ગયો, મે આવો ઉત્સાહ, આવો ઉમંગ અને આટલો બધો વિશ્વાસ અને કમિટમેન્ટ ન 2014માં જોયુ છે ન 2019માં જોયુ છે જે હું 2024માં જોઈ રહ્યો છુ. વડાપ્રધાને વધુમાં જણાવ્યુ કે ગુજરાતે વર્તમાનમાં દેશ માટે જે યોગદાન આપ્યુ છે એટલુ જ યોગદાન અતિતમાં પણ આપ્યુ છે.

મહારાજા દિગ્વિજય સિંહના યોગદાનને કર્યુ યાદ

જામનગરના મહારાજા દિગ્વિજય સિંહે દ્નીતિય વિશ્વયુદ્ધ સમયે પોલેન્ડના નાગરિકોને અહીં જામનગરમાં શરણ આપ્યુ હતુ. આજે પણ પોલેન્ટની પાર્લામેન્ટમાં જ્યારે સત્ર શરૂ થાય છે ત્યારે સૌથી પહેલા જામનગરને અને દિગ્વિજયસિંહજી મહારાજને યાદ કરવામાં આવે છે. બાદમાં પાર્લામેન્ટની કાર્યવાહી શરૂ થાય છે. તેમણે જે બીજ વાવ્યા તેના કારણે આજે પણ પોલેન્ડની સાથે આપણા સંબંધો ઘણા ગાઢ બન્યા છે. જેમ મે કહ્યુ જામ સાહેબના પરિવાર સાથે મારે જે નાતો રહ્યો છે. એમના આશિર્વાદ રહ્યા છે, તેથી અહીમ આવતા સમયે તેમના આશિર્વાદ લેવા માટે ગયો હતો અને તેમણે મને ઘણા પ્રેમથી પાઘડી પહેરાવી. આશિર્વાદ આપ્યા. જ્યારે જામ સાહેબ વિજયી ભવ: કહે છે તો એ વિજય નિશ્ચિત જ થઈ જાય છે.

PM મોદીએ ક્ષત્રિયોના બલિદાનની કરી પ્રશંસા

ક્ષત્રિયોની નારાજગી વચ્ચે જામનગરમાં PM મોદીએ ક્ષત્રિયોના બલિદાનની પ્રશંસા કરી અને કહ્યુ કે આપણા દેશના રાજા મહારાજાઓએ અખંડ ભારત બનાવવા માટે પોતાની પેઢીઓથી ચાલ્યુ આવતા રાજપાટ આપી દીધુ હતુ. તેમના યોગદાનને આ દેશ ક્યારેય ભૂલી નહીં શકે. પરંતુ આઝાદીના 75 વર્ષ બાદ પણ ઈતિહાસની આ મહત્વપૂર્ણ ઘટનાને નકારી દેવામાં આવી. આજે પણ શહેઝાદા જે ભાષા બોલે છે તેને દેશ સ્વીકાર ન કરી શકે પરંતુ મે ભારતની એક્તામાં સરદાર વલ્લભભાઈ પટેલનું જે યોગદાન રહ્યુ છે અને દુનિયાનું સૌથી મોટુ સ્ટેચ્યુ બનાવ્યુ અને ત્યાં જ દેશની એક્તા માટે યોગદાન દેનારા રાજપરિવારોનું મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યો છુ. આઝાદીના આટલા વર્ષો બાદ આ માનસન્માન દેવાનો કોઈ સરકારોને વિચાર ન આવ્યો, માત્ર મને આવ્યો છે. કારણ કે હું ઈતિહાસની મહાનતાને પૂજનારો વ્યક્તિઓમાંથી છું. હું જાણુ છુ કે જે ઈતિહાસને ભૂલી જાય છે તેઓ ક્યારેય ઈતિહાસ બનાવી નથી શક્તા.

GST on Water : પાણી પર કેટલા ટકા GST લાગે છે? જાણી લો
આ એક્ટ્રેસ પાસે છે ગાડીઓનું તગડુ કલેક્શન, ફરી ખરીદી 1 કરોડની કાર
આ છે દુનિયાનો સૌથી અમીર રાજા, બહેન, અભિનેત્રી સહિત અનેક મહિલાઓ સાથે કર્યા છે લગ્ન
અંબાણીની દીકરીનો ગ્લેમરસ લુક, બંને વહુ પણ નથી ઓછી, જોઈ લો તસવીર
અંબાણી સિવાય ભારતમાં બીજા કોની પાસે છે Rolls Royce કાર ?
Desi Ghee : માથા પર દેશી ઘી લગાવવાથી શું થાય છે? નિષ્ણાત પાસેથી જાણો

“જે પાર્ટી 272 સીટ પર ચૂંટણી નથી લડી રહી તેને વોટ આપીને વોટ શા માટે બર્બાદ કરવા?”

ક્ષત્રિયોની નારાજગી મુદ્દે પીએમ મોદીએ આડકતરી રીતે કહ્યુ કે જો કોઈ મુદ્દાને લઈને કોઈને નારાજગી હોય અને કોંગ્રેસને મત આપવાનુ વિચારતા હોય તો તેમને મારે કહ્યુ છે કે સરકાર બનાવવા માટે દેશમાં 272 સીટો હોવી જરૂરી છે. કોંગ્રેસ પાર્ટી ટોટલ 272 સીટ પર ચૂંટણી જ નથી લડી રહી તો તેને વોટ આપીને વોટ શા માટે બર્બાદ કરો છો? આની પાછળ કોઈ લોજિક છે ખરુ?

“હિંદુસ્તાનને દુનિયાની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં લાવીને મુકવુ છે”

પીએમ મોદીએ કહ્યુ કુપ્રચારથી શરૂ થયેલી કોંગ્રેસની રાજનીતિ આજે કુંઠિત થઈ ગઈ છે. તેમની કુંઠા પહેલા ગુજરાતને લઈને હતી. આજે કોંગ્રેસની અંદર દેશની પ્રગતિને લઈને પણ એજ કુંઠા, એજ નફરત રગ રગમાં ભરી પડી છે. આજે દુનિયામાં ભારતનું કદ પણ વધ્યુ છે અને ભારતનું સન્માન પણ વધી રહ્યુ છે. તો કોંગ્રેસના શહેઝાદા અને તેની પુરી ઈકોસિસ્ટમ વિદેશોમાં જઈ ભારતને બદનામ કરવા માટે લાંબા લાંબા ભાષણ દઈને આવે છે. એ લોકોએ જ્યારે સત્તા છોડી 2014માં ત્યારે આપણા દેશની અર્થ વ્યવસ્થા દુનિયામાં 11માં નંબર પર હતી. તમને જાણીને નવાઈ લાગશે કે દેશ જ્યારે આઝાદ થયો હતો ત્યારે આપણે દુનિયામાં છઠ્ઠા નંબરે હતા. આ લોકો તેને 6 થી 11 નંબર પર લઈ ગયા અને એક ચાવાળો આવ્યો. એની રગોમાં ગુજરાતી લોહી છે અને દુનિયામાં 11 નંબરની જે ઈકોનોમી હતી તે પાંચ નંબર પર પહોંચી ગઈ અને મને આપનો આશિર્વાદ સત્તા સુખ માટે નથી જોઈતો. પદ પ્રતિષ્ઠા માટે નથી જોઈતો 2014માં પ્રધાનમંત્રીના શપથ લીધા બાદ ઈતિહાસમાં નામ નોંધાઈ ગયુ છે. મોદીના મનમાં એક સંકલ્પ છે અને એ સંકલ્પને આ ત્રીજી ટર્મમાં પુરો કરવો છે. મારો સંકલ્પ છે કે હિંદુસ્તાનને દુનિયાની પ્રથમ ત્રણ અર્થવ્યવસ્થાઓમાં લાવીને મુકવુ. આપ કલ્પના કરી શકો છે જ્યારે વિશ્વમાં ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા ભારત બને છે તો દુનિયા માટે ભારતને જોવાનો નજરિયા પણ કેટલો બદલાઈ જશે. ભારતની આવશ્યક્તાઓની પૂર્તિ ભારતની આકાંક્ષાઓની પૂર્તિ ભારતના નવજવાનોના સપનાને સાકાર કરવાનું સામર્થ્ય હિંદુસ્તાનનું પોતાનુ હશે. ભારત આત્મનિર્ભર હશે. હિંદુસ્તાનને દુનિયામાં ક્યારેય કોઈની પાસે હાથ ફેલાવાની જરૂર નહીં પડે. આવુ ભારત બનાવવા માટે મારે આશિર્વાદ જોઈએ

કોંગ્રેસનો મેનિફેસ્ટો દેશ માટે ખતરાની ઘંટી

PM કહ્યુ કોંગ્રેસના મોટા મોટા વિદ્વાનો દેશની પ્રગતિને નીચી દેખાડવા માટે કહે છે ત્રીજા નંબરની ઈકોનોમી બનવા માટે કરવાની શું જરૂર છે, સૂતા રહો. જે લોકો દરેક વસ્તુનું સોલ્યુશન ખટાખટ ખટાખટ કરીને ગરીબી દૂર કરવાની વાતો કરે છે, તેમને સમસ્યાઓ, પડકારોની સામે કેવી રીતે ટકરાવુ, સમસ્યાઓનું સમાધાન કરવુ, તે ક્યારેય કદી વિચાર્યુ પણ નહીં હોય. કોંગ્રેસનો મેનિફેસ્ટો દેશ માટે ખતરાની ઘંટી છે. કોંગ્રેસના મેનિફેસ્ટોમાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે. એ સમયે કેટલાક લોકોને લાગ્યુ હશે કે આ તો એક પોલિટિકલ સ્ટેટમેન્ટ છે. જે ભાષા મુસ્લિમ લીગ બોલતી હતી, દેશની આઝાદી પહેલા ભારતના વિભાજનની ભાષા, જે નેરેટિવ ઘડવામાં આવ્યા હતા, દુર્ભાગ્યથી કોંગ્રેસનો મેનિફેસ્ટો એજ તમામ વાતો સાથે લોકો પાસેથી વોટ માગી રહ્યા છે. ઈન્ડી એલાયન્સની રેલીઓમાં ઈન્ડી એલાયન્સના નેતા મુસ્લિમ વોટર્સને વોટ જેહાદ કરવાની અપીલ કરે છે.

“કાશ્મીરમાં અલગાવવાદી જેહાદીઓની કોંગ્રેસના વડાપ્રધાનો યજમાની કરતા”

પીએમએ કહ્યુ કોંગ્રેસનો વોટ જેહાદ સાથે સંબંધ શું છે તે ઈતિહાસમાં ડોકિયુ કરવાથી તમને ખબર પડશે. તમે યાદ કરો જ્યારે દેશમાં જેહાદના નામ પર આતંકી હુમલા થતા હતા. ત્યારે આ આતંકીઓની પેરવી માટે સૌથી પહેલા કોંગ્રેસના લોકો આગળ આવતા હતા. કાશ્મીરમાં અલગાવવાદી જેહાદીઓની યજમાની તત્કાલિન પ્રધાનમંત્રી કરતા હતા અને તેની તસ્વીરો પણ અત્યારે ઉપલબ્ધ છે. મુંબઈમાં 26/11એ આતંકી હુમલો થયો તેમા કસાબ અને અન્ય આતંકીઓને બચાવવા માટે કોંગ્રેસના નેતા આગળ આવ્યા. મુંબઈ આતંકી હુમલાના આતંકીઓને બચાવવા માટે પુસ્તકો લખવામાં આવી. કોંગ્રેસના નેતાઓએ તેને રિલિઝ કરી. દિલ્હીમાં બાટલા હાઉસ એન્કાઉન્ટરમાં જેહાદી આતંકવાદી માર્યા ગયા તો કોંગ્રેસની મેડમની આંખોમાં આંસુ વહી રહ્યા હતા. આવુ કોંગ્રેસના નેતા કહી રહ્યા છે. અફઝલ ગુરુને ફાંસી થઈ તો તેને માફી અપાવવા માટે આ જ ઈકોસિસ્ટમના લોકો સુપ્રીમ કોર્ટથી લઈને રાષ્ટ્રપતિ સુધી પહોંચી ગયા હતા અને હવે આ લોકો દેશમાં વોટ જેહાદ કરવાના નારા લગાવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યુ કોંગ્રેસ અનાતમના નામ પર ફેલાવે છે અફવા

કોંગ્રેસ આ વખતે બે રણનીતિઓ પર ચૂંટણી લડી રહી છે. જાતિના નામ પર સમાજના ભાગલા પાડવા. બીજો તુષ્ટિકરણ દ્વારા તેની વોટબેંકને એકજૂથ કરવી. આથી કોંગ્રેસ પાર્ટીએ પહેલા દલિત, આદિવાસી અને પછાત વર્ગની અનામતને ખોટી એટલે સાવ 100એ 100 ટકા ખોટી અફવાઓ ફેલાવવાનું શરૂ કરી દીધુ. તેને ચૂંટણીનો એજન્ડા બનાવવાની કોશિષ કરી. અને હવે કોંગ્રેસ અનામત વિરુદ્ધ તેના અસલી આશયમાં લાગી ગઈ છે. કોંગ્રેસ પાર્ટી એસસી, એસટી, ઓબીસીની અનામત તેમની પાસેથી છીનવી, તેમાંથી હિસ્સો મેળવી, એસસી, એસટી, ઓબીસી, સમુદાયને અન્યાય કરી ધર્મના આધાર પર અનામત માટે બંધારણને બદલવા અને મુસલમાનોને અનામત આપવાની તૈયારી કરી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસે શું કર્યુ, રાતોરાત ફતવો જારી કર્યો અને એક હુકમ બહાર પાડ્યો અને કર્ણાટકના જેટલા મુસ્લિમ સમાજના લોકો છે તે તમામને રાતોરાત ઓબીસી ઘોષિત કરી દીધા.

આ પણ વાંચો:   “જ્યાં સુધી જીવુ છુ ત્યાં સુધી SC, ST, OBCની અનામતમાંથી મુસ્લિમોને આપવા નહીં દઉ”, PM મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:26 pm, Thu, 2 May 24

Next Article