AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JAMNAGAR : કોરોના નિયમોની આટીઘૂંટી વચ્ચે નવરાત્રિની રંગત ફિક્કી પડશે

નવરાત્રીમાં ખૈલેયાઓ ડાંડીયા કલાસીસમાં જઈને સ્ટેપની તો મહિના પહેલા પ્રેકટીશ કરે છે. પરંતુ હરીફાઈમાં નંબર લેવા બીજા કરતા અલગ દેખાવા માટે અવનવી ડીઝાઈન, રંગ, પેટનના ડ્રેસ ભાડે છે.

JAMNAGAR : કોરોના નિયમોની આટીઘૂંટી વચ્ચે નવરાત્રિની રંગત ફિક્કી પડશે
JAMNAGAR: Navratri to fade amid tight rules
Divyesh Vayeda
| Edited By: | Updated on: Oct 06, 2021 | 3:24 PM
Share

નવરાત્રી ભકિત, આરાધના, ઉત્સાહ, ઉમંગ, રાસ-ગરબાનો પર્વ છે. ગુજરાતમાં આ પર્વનુ વિશેષ મહત્વ હોય છે. છેલ્લા બે વર્ષથી કોરોનાનુ ગ્રહણ લાગતા આ પર્વની ઉવજણી ઉત્સાહ સાથે થઈ શકી ના હતી. તો આ વખતે શરતી છુટછાટ મળતા નવરાત્રીની રંગત જામશે. પરંતુ શેરી ગરબાની છુટ મળતા નવરાત્રીના ડ્રેસની માંગ ઓછી થઈ છે. તેથી નવરાત્રીની ડ્રેસીસ અને ઓર્નામેન્ટના વેપારને મંદીનો માર લાગ્યો છે.

નવરાત્રીનો પર્વ, જેની આતુરતાથી યુવાનો રાહ જોતા હોય છે. અને નવ દિવસ અલગ-અલગ ડ્રેસીસ સાથે રમવા માટે ડ્રેસીસ ભાડે લેતા હોય છે. સાથે ડ્રેસીસને મેચીંગ ઓર્નામેન્ટસ લેતા પણ ભાડે લેતા હોય છે. પરંતુ આ વખતે કોરોના કારણે જે માર્ગદર્શિકા આવી છે. જેના કારણે ડ્રેસીંગની માંગ ઘટી છે.

નવરાત્રીમાં રમવાનો શોખ હોય તેવા યુવાનો આખુ વર્ષ આ પર્વની આતુરતાથી રાહ જોતા હોય છે. અને રમવા માટે બીજાથી અલગ દેખાવવા વિવિધ રંગના અને ડીઝાઈનના ડ્રેસીસ તૈયાર કરાવે છે. કે ભાડે લે છે. પોતાના પસંદગીના રંગ, ડીઝાઈનના ડ્રેસીસ મળે તે માટે અગાઉથી બુકીગ કરાવતા હોય છે. ખૈલાયાઓને રમવાના શોખની સાથે તેમાં જીતની પણ જીદ હોય છે. જે માટે બજેટને જોવા વગર પોતાની પસંદગી મુજબના ડ્રેસ ભાડે લેતા હોય છે. નવરાત્રીના અઠવાડીયા પહેલાથી બુકીંગ કરાવે છે. ડ્રેસ વેચાતા લેવાથી તે મોંધા પડે તેમજ લાંબા સમય સુધી સાચવવા પડે. તેથી ખૈલેયાઓ ડ્રેસીસ ભાડે લેવાનુ પસંદ કરે છે. જેથી દરેક દિવસે અલગ-અલગ ડ્રેસ સાથે તેના મેચીંગના ઓર્નામેન્ટસ મળી જાય. ખૈલેયાઓ માત્ર બે થી ચાર દિવસ માટે ડ્રેસીગ લે છે.

નવરાત્રીમાં ખૈલેયાઓ ડાંડીયા કલાસીસમાં જઈને સ્ટેપની તો મહિના પહેલા પ્રેકટીશ કરે છે. પરંતુ હરીફાઈમાં નંબર લેવા બીજા કરતા અલગ દેખાવા માટે અવનવી ડીઝાઈન, રંગ, પેટનના ડ્રેસ ભાડે છે. સાથે તેને મેચીંગમાં પગથી માથા સુધીના વિવિધ ઓનામેન્ટ્ર પણ ભાડે લેતા હોય છે. જેથી રમવાના સ્ટેપથી લઈને ઓર્નામેન્ટસ, ડ્રેસથી તમામ રીતે સજજ થાય છે. જે માટે અગાઉથી બુકીંગ કરાવે છે. નવરાત્રીમાં ડેસીસને અલગ રીતે તૈયાર કરવાના અનેક પ્રયાસો કરવામાં આવે છે. જેમાં આ વખતે બજારમાં વિવિધ ડ્રેસએ આકર્ષણ જામાવ્યુ છે. છ માસ પહેલાથી ડ્રેસ તૈયાર કરવામાં આવે છે.

રાજસ્થાન, કચ્છ સહીતના વિસ્તારમાં અગાઉ માત્ર કાપડના ડ્રેસ તૈયાર કરાવવામાં આવે છે. જે 7 થી 12 મીટરના તૈયાર કરવામાં આવે છે. જામનગર સ્થાનિક કલાકરો દ્રારા ડ્રેસને અલગ લુક આપવા માટે તેને આભુષણોથી સજજ કરવામાં આવે છે. જેમાં આંભલા, ટીકી, સિતારા, સહીતના મટીરીયલ્સનો ઉપયોગ કરી ડ્રેસને તૈયાર કરવામાં આવે છે.. તેમજ ડ્રેસની મેચીંગમાં ઓર્નામેન્ટસ પણ રાખવામાં આવે છે.

જે યુવા પેઢીની પસંદગી હોય છે. ડ્રેસનુ એક દિવસના ભાડુ 300 રૂપિયાથી લઈ 2000 રૂપિયામાં ડ્રેસ ભાડે આપવામાં આવે છે. સાથે ઓર્નામેન્ટસ માટે રૂપિયા 50 થી 1000 રૂપિયા સુધીનુ ભાડુ વસુલાય છે. જામનગરના જાણીતા કલાકાર અને ડ્રેસ તૈયાર કરનાર નેહા ધવલ પાડલીયાએ જણાવ્યુ કે હાલ ખૈલેયાઓ ડ્રેસીસનુ બુંકીગ તો કરાવે છે. પરંતુ જે નિયમિત 10 દિવસનુ બુંકીગ કરવાતા તે હાલ 2 થી 4 દિવસનુ બુંકીગ કરીને સંતોષ માને છે.

નવરાત્રી પર્વ પર માતાની ભકિત આરાધનાની સાથે આર્વાચિન ગરબાનુ મહત્વ વધ્યુ છે. ત્યારે યુવા પેઢી માટે આર્વાચીન રાસ-ગરબા શોખની સાથે પર્ફોમન્સ દેખાવવા માટે તૈયાર રહે છે. અને જેમાં સ્ટેપ, ડ્રેસ અને ઓર્નામેન્ટસ સહીત તમામ પ્રકારની તૈયાર કરે છે.

Follow Us
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
જીવનને મળશે નવી દિશા, સગાઈ થઈ ચૂકેલા જાતકોને મળશે ખુશીઓ
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
તાલાલા ગીરમાં કેસર કેરીની થઈ બમ્પર આવક, 200 કરોડની આવી હરાજી
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
હનુમાનજી મહારાજના નામે કરાયેલી પેટન્ટ સામે ઉઠ્યો વિરોધનો સૂર
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
જુવારના ભાવ મુદ્દે ખેડૂતોનું આંદોલન, નાયબ કલેકટરને આપ્યું આવેદન
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
વસ્તીગણતરીનુ કામ શાળાના સમયમાં નહીં કરવા DEOનો હુકમ, શિક્ષકોમાં રોષ
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
નાસીર નગર ડિમોલિશન વિવાદમાં SMC અધિકારી અને કોન્ટ્રાક્ટરની મીલીભગત !
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
કોઈ રસપ્રદ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહો, માનસિક તણાવ ટાળો
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
અમદાવાદથી સોમનાથ જતી વંદે ભારત ટ્રેનનો રૂટ બદલાયો,રાજકોટ થઈને નહીં જાય
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
Amreli: ધારીમાં બુટલેગરો બેફામ, ધારાસભ્યે માંડવો પડ્યો મોરચો
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
નાસીરનગરમાં ડિમોલિશન: સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સવાલોથી ભાગ્યા
g clip-path="url(#clip0_868_265)">