AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: રિવરફ્રન્ટ પ્રોજેકટ અમલી કરવા ધારાસભ્ય રીવાબા જાડેજાની મુખ્યમંત્રીને રજુઆત

જામનગર મહાનગર પાલિકા દ્રારા રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે વર્ષો પહેલા બ્લુ પ્રીન્ટ અને પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. કન્સલ્ટન્ટને કામ આપીને સર્વે રીપોર્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે. કુલ અંદાજી 700 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ પ્રોજેકટ પુર્ણ થશે.

Jamnagar: રિવરફ્રન્ટ પ્રોજેકટ અમલી કરવા ધારાસભ્ય રીવાબા જાડેજાની મુખ્યમંત્રીને રજુઆત
Jamnagar Riverfront
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jul 16, 2023 | 5:43 PM
Share

Jamnagar: રંગમતી-નાગમતી નદીના કાંઠે વસેલુ નવાનગર, હાલનુ જામનગર શહેર. જે શહેરની જુની નદી કાંઠાની ઓળખ આપવા તેમજ શહેરમાં નવુ નજરાણુ આપવા માટે રિવર ફ્રન્ટ(Riverfront)પ્રોજેકટને અમલી કરવાની જામનગર ઉત્તર બેઠકના ધારાસભ્ય રીવાબા જાડેજાએ(Rivaba Jadeja) મુખ્યમંત્રીને રજુઆત કરી છે. જેની માટે કુલ અંદાજીત ખર્ચ 700 કરોડનો થાય છે. જે માટે સરકાર દ્રારા જામનગરને ગ્રાન્ટ આપવા રજુઆત કરવામાં આવી છે.

જામનગર શહેર રંગમતી તથા નાગમતી નદીઓના કિનારે વસેલુ છે

જેમાં ધારાસભ્ય રીવાબા જાડેજાએ શહેરમાં વિકાસના કાર્ય મળે તે માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખીત અને રૂબરૂ રજુઆત કરી છે. 128.40 ચો.કી.મી અને અંદાજીત 7.50 લાખની વસ્તી ધરાવતુ શહેર જામનગર છે. જે ઐતિહાસકિ રીતે નવાનગર તરીકે ઓળખ છે. જામનગર શહેર રંગમતી તથા નાગમતી નદીઓના કિનારે વસેલુ છે. જેમા ચોમાસામાં ભારે વરસાદ, ઉપરવાસમાં આવેલ રંગમતી ડેમ તથા રણજીતસાગર ડેમ ઓવરફલો થવા તથા નજીકમાં આવેલા દરીયા-ખાડીમાં ભરતી આવવાના સંજોગોમાં નદી-કાંઠાના વિસ્તારોમાં પાણી ફરી વળે છે.

700 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ

ત્યાં વસતા લોકોના જાનમાલને ભારે નુકસાન થાય છે. આ નદીઓના કાંઠા કાચા હોય,જેમાં સમયાંતરે ધોવાણ, કાઠાની આસપાસની જગ્યામાં દબાણો તથા નદીઓમાં ગંદકીનુ પ્રમાણ વધતુ જાય છે. આ સમગ્ર સમસ્યાના કાયમી હલ માટે નદીઓના બંને કાંઠા આર.સી.સી દીવાલથી મજબુત કરી, નદીના વહેણને ચોખ્ખા અને પહોળા કરવા,રિવરફ્રન્ટ પ્રોજેકટ માટે કુલ 700 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

આ પ્રોજેકટ પુર્ણ થાય તો શહેરને નવું નજરાણુ અને પ્રવાસન સ્થળ મળશે. જેનુ વાસ્તવિક સ્વરૂપ મળે તે માટે સરકાર દ્રારા ગ્રાન્ટ આપવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. સરકાર દ્રારા આ પ્રોજેકટ માટે 150 કરોડની ગ્રાન્ટ પ્રતિ વર્ષ તબક્કાવાર આપવામાં આવે તો પ્રોજેકટને અમલી કરીને શહેરને નવા નજરાણાની સાથે વરસાદી પાણીના નિકાલની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. વરસાદ બાદ ભરાતા પાણીથી લોકોને મુશેકલી ઓછી થઈ શકે. તેમજ શહેરને પુન નદી કાંઠે વસેલા શહેરનુ ઓળખ મળી શકે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">