Gujarat Video: મહેસાણામાં આરોગ્ય વિભાગ દ્વારા મચ્છર બ્રીડિંગને લઈ કાર્યવાહી, 140 ફેક્ટરી અને 862 એકમને નોટિસ
Mehsana:આરોગ્ય વિભાગે 140 ફેક્ટરી 862 જેટલા એકમને નોટિસ ફટકારી છે.મચ્છરના બ્રીડિંગ મળવાને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુને લઈ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહેસાણા જિલ્લામાં વિવિધ ઉદ્યોગોના એકમોમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. વિવિધ એકમોમાં મચ્છરોના એકમ મળી આવવાને લઈને કાર્યવાહી કરાવમાં આવી છે. આરોગ્ય વિભાગે 140 ફેક્ટરી 862 જેટલા એકમને નોટિસ ફટકારી છે.મચ્છરના બ્રીડિંગ મળવાને લઈ આ કાર્યવાહી કરવામાં આવી છે. ચોમાસાની ઋતુને લઈ છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. 360 જેટલા આરોગ્ય કર્મીઓ દ્વારા સર્વેની કાર્યવાહી કરવામાં આવી હતી.
સર્વેમાં વિવિધ જગ્યાએ મચ્છરોના બ્રિડીંગ મળી આવવાને લઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્રણેક લાખ જેટલી પોરાભક્ષક માછલીઓ મૂકવામાં આવી હતી. તેમજ કેટલાક સ્થળો પર ફોગીંગની કાર્યવાહી કરવામાં આવી હતી. બિમારીઓને ટાળવા માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોમાસાને લઈ આ પ્રકારની કામગીરી કરવામાં આવી છે.
આ પણ વાંચો : USA જવા નિકળેલા 9 ગુજરાતીઓનો મામલો, પ્રાંતિજ પોલીસે વધુ 2 આરોપીઓના નામ ખોલ્યા, ગૃહ વિભાગે હાથ ધરી કાર્યવાહી
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો