Jamnagar : હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક, નવી આવક પર લગાવાઇ રોક
હાપા માર્કેટિંગ યાર્ડમાં (Hapa Marketing Yard ) એક સપ્તાહમાં કુલ 15 હજાર બોરીની આવક થઈ છે. હાલ હાપા માર્કેટિંગ યાર્ડ મરચાથી છલકાતા નવી આવક પર રોક લગાવવામાં આવી છે.
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં હાલ લાલ મરચાની મબલખ આવક થઈ રહી છે. જામનગરમા સૌરાષ્ટ્ર વિવિધ જીલ્લાઓમાંથી ખેડુતો લાલ મરચા સાથે હાપા માર્કેટિંગ યાર્ડ આવે છે. ગોડલ યાર્ડમાં મરચા વેચાણમાં દિવસો સુધી રાહ જોવી પડે છે. તેથી ખેડુતો કેટલાક વર્ષોથી જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે. તેથી હાપા માર્કેટિંગ યાર્ડમાં મબલખ આવક થતા નવી આવક પર રોક લગાવવામાં આવી છે.
સૌરાષ્ટ્રના ગોંડલ યાર્ડમાં લાલ મરચાની મોટા પ્રમાણમાં આવક થઇ રહી છે. તેથી જ ખેડૂતોને લાલ મરચા વેચાણ માટે દિવસો સુધી રાહ જોવી પડતી હોય છે. જેના કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાંથી ખેડૂતો મરચા માટે જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં કેટલાક વર્ષોથી આવતા થયા છે. ગોંડલની આસપાસના વિસ્તારના ખેડૂતો પણ ગોંડલ છોડીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ તરફ વળ્યા છે.
હાપામાં પણ મરચાની મબલખ આવક થતા ખેડૂતોને કેટલાક દિવસની રાહ જોવી પડે છે. પરંતુ પુરતા અને સારા ભાવ મળતા હોવાનુ ખેડુતો જણાવે છે. સાથે જામનગરના ભેજવાળા વાતાવરણના કારણે મરચાની ગુણવત્તા સારી રહે છે. જેના કારણે ખેડુતોને સારા ભાવ મળે છે
હાપા માર્કેટિંગ યાર્ડમાં એક સપ્તાહમાં કુલ 15 હજાર બોરીની આવક થઈ છે. હાલ હાપા માર્કેટિંગ યાર્ડ મરચાથી છલકાતા નવી આવક પર રોક લગાવવામાં આવી છે. લાલ મરચાના એક મણના 1850 થી 7070 રૂપિયા નોંધાયા છે. હાલ જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં રાજકોટ, ઉપલેટા, ધોરાજી, કાલાવડ, જામજોધપુર, અમરેલી સહીતના વિસ્તારોમાં ખેડૂતો લાલ મરચા સાથે આવે છે.
હાપા માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ સંખ્યામાં હોવાથી વેપારીઓની હરીફાઈનો લાભ ખેડુતોને મળતો હોય છે. તેમજ ભેજવારા વાતાવરણના કારણે લાલ મરચા વધુ સુકાતા નથી. તેથી તેનો કલર અને વજન સારા રહે છે. જેના કારણે ખેડુતોને પુરતા ભાવ મળતા હોવાનો સંતોષ મળે છે. ગોંડલ નજીકથી પણ ખેડુતો હાપા યાર્ડમાં લાલ મરચા માટે આવતા થયા છે. છેલ્લા કેટલાક વર્ષોથી હાપા માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચાની મબલખ આવક થાય છે. હાલ યાર્ડમાં મરચા રાખવાની પુરતી જગ્યા ના હોવાથી નવી આવક પર રોક લગાવવામાં આવી છે. હાજર રહેલા સ્ટોકના વેચાણ થયા બાદ નવા મરચાની આવક ખોલવામાં આવશે.