Jamnagar: બિપોરજોય વાવાઝોડા બાદ ફાયરના જવાનોએ 658 વૃક્ષો અને અસંખ્ય વીજ પોલ હટાવી રસ્તા ખૂલ્લા કર્યા

Jamnagar: જામનગરમાં બિપરજોય વાવાઝોામાં અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયા હતા. ફાયરના જવાનોએ 658 જેટલા વૃક્ષો રસ્તા પરથી હટાવી રસ્તા ખૂલ્લા કર્યા છે. આ સાથે તેમણે અસંખ્ય વીજ પોલ હટાવવાની પણ કામગીરી કરી છે.

Jamnagar: બિપોરજોય વાવાઝોડા બાદ ફાયરના જવાનોએ 658 વૃક્ષો અને અસંખ્ય વીજ પોલ હટાવી રસ્તા ખૂલ્લા કર્યા
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Jun 22, 2023 | 12:14 AM

જામનગર બિપોરજોય વાવાઝોડાના કારણે ઠેર-ઠેર વૃક્ષો ધરાશયી થયા હતા. ત્યારે તમામ વૃક્ષોને ગણતરીની કલાકોમાં દુર કરીને રસ્તાઓ ખુલ્લા કર્યા. જરૂર પડયે લોકોને બચાવની કામગીરી પણ ફાયરના જવાનો કર્યા. વાવાઝોડાના જોર વચ્ચે આગના 8 બનાવમાં ફાયરના જવાનોએ ફરજ બજાવી.

કુલ 658 થી વધુ વૃક્ષોને રસ્તા પર દુર કરાયા

બિપોરજોર વાવાઝોડાની આગાહી થઈ ત્યારેથી સરકાર દ્રારા લોકોને સાવચેત કરવાની સાથે વિવિધ સાવચેતીના પગલા લેવામાં આવ્યા હતા. જેમાં ફાયરની ટીમને વાવાઝોડા વખતે તૈનાત રાખવામાં આવી હતી. બિપોરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ઠેર-ઠેર વૃક્ષો પડયા હતા. જેના કારણે અનેક મુખ્ય માર્ગ, નાના રસ્તાઓ, શેરી કે સોસાયટીના રસ્તા બંધ થયા હતા. તમામનેે દુર કરીને રસ્તા ખુલ્લા કરવામાં આવ્યા. જયારે ભારે પવન અને વરસાદ વરસ્યો ત્યારે અગાઉથી લોકોને સાવચેત કરીને સલામત રહેવા અપીલ કરી હતી. તે સમયે લોકોની સલામતી માટે ફાયરના જવાનોએ રાત-દિવસ તોફાન વચ્ચે કામગીરી કરી. શહેરમાં કુલ 658 જેટલા વૃક્ષોને રસ્તા પર દુર કરીને રસ્તાઓ ખુલ્લા કર્યા.

વાવાઝોડા વચ્ચે લોકોનું રેસ્કયુ અને આગ પર કાબુની કામગીરી

વાવાઝોડા વખતે વૃક્ષોનો પડયા, સાથે કેટલા અકસ્માત થયા છે. જેમાં એક વૃક્ષ કાર પર પડતા તેમાંથી ચાર લોકોને સલામત કાઢવાની કામગીરી પર ફાયરના જવાનોએ કરી. રીક્ષા પર ઝાડ પડતા તેને દુર કરીને એક વ્યકિતને સલામત બહાર કાઢવામાં આવ્યો. તેમજ બે જેટલા મકાન પડતા કુલ 7 લોકોને સલામત રીતે રેસ્કયુ કરવામાં આવ્યુ. કુલ 12 લોકોને સલામત રીતે બહાર કાઢીને જીવ ફાયરના જવાનોએ બચાવ્યા. સાથે વાવાઝોડા વખતે 8 જેટલા નાના-મોટા આગના બનાવો બન્યા. જે આગ પર કાબુ મેળવવાની કામગીરી ફાયરના જવાનો કરી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

વધુ ટીમ મળતા કામગીરી વધુ ઝડપે કરવામાં આવી

વાવાઝોડાની આગાહી થઈ ત્યારે સાવચેતીના ભાગ રૂપે વધુ ટીમ જામનગર મુકવામાં આવી હતી. જેમાં જામનગરની સ્થાનિક ટીમના 60 જવાનોની ટીમ કાર્યરત રહી. તેમજ વડોદરા ફાયર ઈન્સ્ટીટયુટના 7 અને જામનગર ફાયર એકેડમીના 23 કુલ 30 જવાનો અને સ્થાનિક સંસ્થાના 35 સ્વયંસેવક ફરજ બજાવી. કાલાવડ નગર પાલિકાની ફાયરની ટીમ, બોરડોલી, રાજપીપળા, છોટાઉદેયપુર 4 ફાયરની વધુ ટીમ જામનગર વાવાઝોડા સમયે રાત-દિવસ કામગીરીમાં જોડાતા કામ ઝડપી થયુ.

આ પણ વાંચો : Gujarati Video: જામનગરના સચાણા બંદર પર વિનાશ, 60 જેટલી બોટને નુકસાન

ધરાશાયી થયેલા વૃક્ષોને સેવાકીય સંસ્થાને આપી યોગ્ય ઉપયોગ કરાશે

શહેરમાં 658 જેટલા નાના-મોટા વૃક્ષો પડતા, જેને રસ્તા પરથી દુર કરવાની કામગીરી તો પુર્ણ થઈ. તે વૃક્ષના લાકડાનો યોગ્ય ઉપયોગ કરી શકાય તે માટે મહાનગર પાલિકા દ્રારા આ લાકડાને શહેરની વિવિધ સંસ્થાઓ આપવાની કામગીરી કરી. શહેરના બે સ્મશાનમાં લાકડા આપવામાં આવ્યા. તેમજ હાપાના જલારામ મંદિર ચાલતા અન્નક્ષેત્રને લાકડા આપવામાં આવ્યા. કુલ 70 જેટલા ટ્રેકટર ભરીને લાકડા ત્રણ સંસ્થાને આપવામાં આવ્યા.

જામનગર  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">