Gujarati Video: જામનગરના સચાણા બંદર પર વિનાશ, 60 જેટલી બોટને નુકસાન
ભારે વરસાદથી દરિયાકાંઠાના વિસ્તોરો સહિત અનેક વિસ્તારોમાં અનેક પ્રકારનું નુકસાન થયું છે. જામનગરના સચાણા બંદર પર પણ 60 જેટલી બોટને નુકસાન પહોંચ્યું છે. કેટલીક બોટને નાનું -મોટુ નુકસાન થયું છે.
Jamnagar : ગુજરાતમાં વાવાઝોડા અને ત્યાર બાદ ત્રાટકેલા વરસાદે અનેક જિલ્લાઓમાં ભારે ખાનાખરાબી સર્જી છે. ભારે વરસાદથી દરિયાકાંઠાના વિસ્તારો સહિત અનેક વિસ્તારોમાં અનેક પ્રકારનું નુકસાન થયું છે. જામનગરના સચાણા બંદર પર પણ 60 જેટલી બોટને નુકસાન પહોંચ્યું છે. કેટલીક બોટને નાનું -મોટુ નુકસાન થયું છે. તો કેટલીક બોટ સંપૂર્ણ ભાગી ગઈ છે. કુદરતના માર બાદ ફરી બેઠા થવા માછીમારોએ સરકાર પાસે સહાયની માગ કરી છે.
આ પણ વાંચો : Jamnagar : દરિયાઈ જીવસૃષ્ટિના મહત્વ, રક્ષણ, અને જતન માટે સમર્પિત છે જામનગરનું મરીન નેશનલ પાર્ક, જાણો
તો ભારે વરસાદે બનાસકાંઠાના હાલ બેહાલ થઈ ગયા છે. અહીંના પાવડાસણ અને ડુવા ગામમાં આવેલા ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. તો બીજી તરફ પાટણના રાધનપુરમાં વાવાઝોડાને કારણે લીંબુના પાકને નુકસાન પહોંચ્યું છે. દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદરમાં પણ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોની ઘરવખરી નાશ પામતા તેમની હાલાકી વધી છે તો ધોરાજી પંથકમાં પણ ભારે પવન અને વરસાદને પગલે કેળના બગીચાઓ બરબાદ થઇ જતા ખેડૂતોને આર્થિક ફટકો પહોંચ્યો તો નવસારીમાં પણ આંબા પર ઝૂલતી કેરીઓ જમીનદોસ્ત થઈ જતાં ખેડૂતોની કમાણી પર પાણી ફરી વળ્યું છે.
માછીમારોને આર્થિક નુકસાન
માછીમારો માટે રોજીરોટી માટે બોટ મુખ્ય આધાર હોય છે. જે બોટની કિમતી 1 લાખથી 30 લાખ સુધી હોય છે. લાખોની કિમતી બોટને વાવાઝોડા સમયે નુકસાન થતા ફરી માછીમારોને મોટુ આર્થિક નુકસાન થયુ છે. જેના માછીમારો સરકાર પાસે આર્થિક સહાયની આશ લગાવી બેઠા છે. જો સરકાર કોઈ આર્થિક મદદ કરે તો ફરી બોટને રીપેર કરીને પોતાની રોજી કમાઈ શકે.
માછીમારોએ સરકારને કરી રજુઆત
સચાણા બંદર પર વાવાઝોડા બાદ કેબીનેટ મંત્રી રાઘવજી પટેલે મુલાકાત લીધી હતી. ત્યારે માછીમારો પોતાની બોટને થયેલા નુકસાન અંગે જણાાવ્યુ અને સરકાર પાસે સહાયની માંગ કરી. કેબીનેટ મંત્રીએ આ નુકસાનની સર્વે કરીને તત્વીત સહાય માટેની ખાતરી આપી.