AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર

જામનગર જીલ્લાના 6 તાલુકામાં કુલ 33363 ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી હાલ સુધીમાં તંત્ર દ્રારા 9617 ખેડુતોને એસએમએસ દ્રારા જાણ કરીને નિયત દિવસે આવવા માટે આંમત્રિત કરાયા છે.

જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર
Groundnut
Divyesh Vayeda
| Edited By: | Updated on: Nov 25, 2021 | 12:51 PM
Share

ગુજરાતમાં (Gujarat) સરકાર દ્રારા મગફળીની (Ground Nut) ખરીદી ટેકાના ભાવે (MSP) કરી રહી છે. જેમાં જામનગરમાં (Jamnagar) લાભપાંચમથી શરૂ થયેલી પ્રક્રિયામાં હાલ સુધી ખેડુતોની નિરસતા જોવા મળી રહી છે. ખેડુતો મગફળીને ટેકા ભાવે સરકારને વેચાણ કરવા માટે જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ તેટલા પણ ખેડુતો વેચાણ માટે આવતા નથી.

ખેડુતો પાસેથી રાજયસરકાર મગફળીની ખરીદી મણના 1110 રૂપિયાના ભાવે ખરીદી કરે છે. પરંતુ ખેડુતો અનેક કારણે ટેકાભાવે ખરીદી કરવા તૈયાર થતા નથી. ટેકાભાવે વેચાણ માટે ખેડુતોને અનેક મુશકેલી પડતી હોય છે. જેના કારણે ખેડુતો ટેકાભાવે મગફળી વેચાણ માટે નિરસતા દાખવી રહ્યા છે. બીજી તરફ ખુલ્લા બજારમાં યાર્ડ ઉભરાય રહ્યા છે.

ખેડુતોને ટેકાભાવે મગફળીના વેચાણ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત હતું. જે માટે એક માસનો સમય આપવામાં આવ્યો હતો. જેમાં ખેડુતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી પડતી હોય તેથી અનેક ખેડુત પ્રક્રિયા દુર રહેતા હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઈન્ટરનેટની કનેટીવીટી, સર્વર સહીતની સમસ્યા થતી રહે છે. તેમજ અભણ ખેડુત કે ટેકનોલોજીથી અજાણ ખેડુતને રજીસ્ટ્રેશન માટે મુશ્કેલી થતી હોય છે.તેમજ કોમ્પયુટર ઓપરેટરોની મદદથી ખેડુતો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવતા હોય છે.

જામનગર જીલ્લાના 6 તાલુકામાં કુલ 33363 ખેડુતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. જેમાંથી હાલ સુધીમાં તંત્ર દ્રારા 9617 ખેડુતોને એસએમએસ દ્રારા જાણ કરીને નિયત દિવસે આવવા માટે આંમત્રિત કરાયા છે. પરંતુ જે પૈકી માત્ર 1176 ખેડુતો પોતાની મગફળીને લઈને યાર્ડ સુધી પહોચ્યા છે જેમાં 91 થી વધુ ખેડુતોની મગફળીને રીજેક્ટ કરવામાં આવી છે.

ઓનલાઈન રજીસ્ટ્રેશન બાદ સ્થાનિક તંત્ર દ્રારા એસએમએસ કરીને ખેડુતોને જાણ કરવામાં આવે છે. પરંતુ અનેક ખેડુતોની જે સમયે જાણ થાય તે સમય ઓછો મળે છે. તેથી મગફળી સાથે ખેડુતો નિયત સમયે પહોચી શકતા નથી. તો મગફળી લઈને પહોચ્યા બાદ મગફળી રીજેક્ટ થવાની શકયતા રહે છે અને બાદમાં નાણા પણ ખાતા કયારે આવે તે નિયત સમય ના હોવાથી તેથી ખેડુતો ખુલ્લા બજારમાં જવાનુ વધુ પસંદ કરે છે.

આ ઉપરાંત ખેડૂતોન જ્યાં રોકડ નાણાં અને સારો ભાવ મળે તે રીતે ખુલ્લા બજારમાં મગફળી વેચી રહ્યા છે. જેના લીધે ખેડુતો મગફળીને ટેકાના ભાવ વેચાણમાં નિરસતા દાખવે છે. જયારે ખુલ્લા બજારમાં માર્કેટ ઉભરાય છે.

આ પણ વાંચો : અમદાવાદ એરપોર્ટ પર વાઈબ્રન્ટ સમિટની તૈયારી, ચાર્ટર્ડ એરક્રાફ્ટ માટે વધુ પાર્કિંગ પ્લોટ વધારાયા

આ પણ વાંચો :  ગુજરાતના સાબરકાંઠામાં પોલીસ કર્મી અને પુત્ર જ દારૂ બનાવતા ઝડપાયા

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">