ગુજરાતના સાબરકાંઠામાં પોલીસ કર્મી અને પુત્ર જ દારૂ બનાવતા ઝડપાયા

તલોદના છત્રીસા ગામેથી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. જેમાં પિતા-પુત્ર કેમિકલ ભેળવી હલકી કક્ષાનો દારૂ તૈયાર કરી વેચાણ કરતા હતા.

ગુજરાતમાં (Gujarat)સરકાર એક તરફ દારૂબંધીના કડક અમલ માટે પોલીસ(Police)તંત્રને કામે લગાડી રહી છે. તેમજ પોલીસ દ્વારા અનેક વિસ્તારોમાં દારૂ(Liquor)પણ ઝડપવામાં આવી રહ્યો છે. તેવા સમયે સાબરકાંઠાના (Sabarkantha) તલોદમાં પોલીસકર્મીના ઘરે જ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે.

જેમાં તલોદના છત્રીસા ગામેથી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. જેમાં પિતા-પુત્ર કેમિકલ ભેળવી હલકી કક્ષાનો દારૂ તૈયાર કરી વેચાણ કરતા હતા.

આ ઘટનાની વિગતો મુજબ આરોપી પિતા રણજીતસિંહ ચૌહાણ અમદાવાદ પોલીસમાં ફરજ બજાવે છે. જયારે તલોદ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તેમજ પોલીસે ઘટના સ્થળે 552 દારૂની ડુપ્લીકેટ બોટલ, કાચો માલ સહિત 4.75 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો :  નવસારી યુવતી આત્મહત્યા કેસમાં પોલીસને મળી સફળતા, સિક્યુરિટી ગાર્ડની અટકાયત કરી

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા, રાજયમાં કુલ 316 એક્ટિવ કેસ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati