AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar: CMની મુલાકાત સમયે જ કોંગ્રેસના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે વિરેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી

સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર (Jamnagar) જિલ્લાની મુલાકાતે છે. જ્યાં લમ્પી વાયરસનો સૌથી વધુ કેર જોવા મળી રહ્યો છે. સીએમની મુલાકાત સમયે જ કોંગ્રેસના (Congress) નેતાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો.

Jamnagar: CMની મુલાકાત સમયે જ કોંગ્રેસના નેતાનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસે વિરેન્દ્રસિંહ જાડેજાની અટકાયત કરી
જામનગર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાની અટકાયત
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2022 | 11:19 AM
Share

ગુજરાતમાં લમ્પી વાયરસના (Lumpy virus) કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. જામનગરમાં (Jamnagar) લમ્પી વાયરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) દ્વારા આજે જામનગરમાં એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યુ. મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જામનગરની સમીક્ષા મુલાકાતે છે. જો કે મુખ્યમંત્રીની મુલાકાત પહેલા જ જામનગર કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. લમ્પી વાયરસને લઈ સીએમ ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન શહેર કૉંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જોકે પોલીસે વિરેન્દ્રસિંહની અટકાયત કરી લીધી હતી.

પશુઓમાં હાહાકાર મચાવનારા લમ્પી વાયરસને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે છે. જ્યાં લમ્પી વાયરસનો સૌથી વધુ કેર જોવા મળી રહ્યો છે. ત્યારે મુખ્યપ્રધાનની મુલાકાત પહેલા શહેર કૉંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કરીને વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસ દ્વારા લમ્પી અંગેની કામગીરીને લઇને સવાલ ઉઠાવવામાં આવ્યા છે. યોગ્ય કામગીરી ન થતી હોવાના આક્ષેપ સાથે જ કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસ પ્રમુખ વીરેન્દ્રસિંહ જાડેજાએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે બીજી તરફ કૃષિ પ્રધાન રાઘવજી પટેલને આ અંગે પુછવામાં આવ્યુ તો તેમણે જણાવ્યુ હતુ કે, હું આ અંગે કઇ જાણતો નથી અને આ અંગે કઇ કહેવા પણ માગતો નથી.

મહત્વનું છે કે પશુઓમાં હાહાકાર મચાવનારા લમ્પી વાયરસને લઈ રાજ્ય સરકાર એક્શન મોડમાં છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે છે. જ્યાં લમ્પી વાયરસનો સૌથી વધુ કેર જોવા મળી રહ્યો છે. મુખ્યપ્રધાને પશુઓના આઈસોલેશન કમ વેક્સીનેશન સેન્ટરની મુલાકાત લીધી અને જરૂરી સૂચનાઓ આપી. ત્યારબાદ તેમણે જામનગર કલેક્ટર કચેરીએ સમીક્ષા બેઠક યોજી.. જેમાં તેમણે જામનગર જિલ્લામાં લમ્પી વાયરસને રોકવા કેવા પગલાં લેવાઈ રહ્યા છે તેની વિગતો મેળવી હતી.. સાથે જ ઉચ્ચ અધિકારીઓને લમ્પી વાયરસ પર કાબૂ મેળવવા સૂચના આપવામાં આવી છે.. અધિકારીઓને તેનું આયોજન કરવા કહેવાયું છે..સીએમની મુલાકાત દરમિયાન પશુપાલન અને ગૌસંવર્ધન પ્રધાન રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
સુરતમાં ગેસ સંકટ: ટેક્સટાઇલ ઉદ્યોગ પર જોખમ
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
ગેસ સંકટ: દેશહિતમાં રાંધણ ગેસ બચાવવાનું અભિયાન
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
વડોદરામાં અનાથ દીકરીનું કન્યાદાન કરી ધારાસભ્યે આપી માનવતાની મિસાલ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
કાળઝાળ ગરમી વચ્ચે ઈડર ગઢ પાસે ડુંગરમાં આગ
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
g clip-path="url(#clip0_868_265)">