AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં સ્ટાફની અછતની ફરિયાદ, સંલગ્ન કોલેજોના કામોમાં વિલંબ

જેના લીધે  યુનિવર્સિટી સાથે પડતા કામ માટે ધક્કા થાય છે. નિયમિત કામ થઈ શકતા નથી. સમય અને ખર્ચ બંને બગડે છે. આર્યુવેદનો વ્યાપક વધ્યો છે. તેમ યુનિવર્સિટીને મહત્વ આપીને ખાલી જગ્યા વહેલી તકે ભરવાની માગ એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા દ્રારા કરવામાં આવી છે.

Jamnagar : ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીમાં સ્ટાફની અછતની ફરિયાદ, સંલગ્ન કોલેજોના કામોમાં વિલંબ
Jamnagar Gujarat Aryuved University
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 18, 2023 | 7:22 AM
Share

જામનગરમાં (Jamnagar) આવેલી ગુજરાતઆર્યુવેદ યુનિવર્સિટીમાં( Gujarat Ayurved University) 35 ટકાથી પણ ઓછો સ્ટાફ છે. જેના કારણે હાજર કર્મચારીઓ પર કામનુ ભારણ વધે છે. તેમજ રાજયમાં જોડાયેલી 27 કોલેજને પડતા કામમાં વિલંબ અને અનિયમિયતા રહે છે. કુલ 58 જગ્યાઓ સામે માત્ર 14 જગ્યાઓ ભરાયેલ છે. આર્યુવેદનો વ્યાપ છેલ્લા કેટલા સમયથી વધ્યો છે અને ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી માંથી કેટલોક ભાગ અલગ કરીને તેને રાષ્ટ્રીય દરજજો પણ મળ્યો છે. પરંતુ બીજી તરફ ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીનું મહત્વ ઘટ્યુ હોય તેવુ જોવા મળી રહ્યુ છે.

25 જેટલી જગ્યાઓ રદ કરવામાં આવી છે

ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીની બની હતી ત્યારે તેનુ મહેકમ કુલ 82 હતુ જેમાંથી 25 જેટલી જગ્યાઓ રદ કરવામાં આવી છે. હાલ કુલ 58 જગ્યાઓ છે. જે પૈકી વર્ગ-4 ની 15 જગ્યાઓ આઉટસોર્સથી ભરવામાં આવી છે. અન્ય 43 જગ્યાઓ પૈકી માત્ર 14 જગ્યા કર્મચારી-અધિકારી છે. અન્ય 29 જગ્યાઓ ખાલી છે. એટલે માત્ર 33 ટકા જેટલી જગ્યા ભરાયેલ છે.

27 કોલેજ જે તમામ અન્ય શહેરમાં આવેલી છે

ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી દ્રારા 4 થી 10 કોલેજ સાથે જોડાયેલ હતી. ત્યારે મહેકમ વધારે હતુ. પરંતુ હાલ રાજ્યની 27 કોલેજ આર્યુવેદ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. ત્યારે મહેકમમાં ઘટાડો કરવામાં આવ્યો. જે મહેકમ છે. તેમાં 14 ભરાયેલ અને 29 જગ્યાઓ ખાલી છે. માત્ર 33 ટકા જેટલો સ્ટાફ હોવાથી કામમાં વિલંબ થાય છે. 27 કોલેજ જે તમામ અન્ય શહેરમાં આવેલી છે.

જેના લીધે  યુનિવર્સિટી સાથે પડતા કામ માટે ધક્કા થાય છે. નિયમિત કામ થઈ શકતા નથી. સમય અને ખર્ચ બંને બગડે છે. આર્યુવેદનો વ્યાપક વધ્યો છે. તેમ યુનિવર્સિટીને મહત્વ આપીને ખાલી જગ્યા વહેલી તકે ભરવાની માગ એનએસયુઆઈના પ્રદેશ મહામંત્રી મહિપાલસિંહ જાડેજા દ્રારા કરવામાં આવી છે.

આર્યુવેદના પ્રચાર, પ્રસાર, સંશોધન અને શિક્ષણ માટે જામનગરમાં પાયો સ્થપાયો હતો. તેથી ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટી જામનગરમાં આવેલી છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાત આર્યુવેદ યુનિવર્સિટીની અવગણના થઈ રહી છે. તેથી એક બાદ એક કર્મચારી-અધિકારીઓ નિવૃત કે છુટા થયા બાદ નવી ભરતી કરવામાં આવી નથી. અને મોટાભાગની જગ્યાઓ ખાલી રહેતા અનેક મુશેકલી વધી છે. જેના કાયમી ઉકેલ માટે સ્ટાફની ભરતી કરવાની માંગ ઉઠી છે.

                     જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">