અમરેલીમાં ભર ઉનાળે વરસાદી માહોલ, સાવર કુંડલાના અનેક ગામોમાં વરસાદ, જુઓ Video
ગુજરાતમાં સતત વધી રહેલા તાપમાન વચ્ચે અમરેલીમાં સાવરકુંડલામાં કમોસમી વરસાદ પડ્યો છે. જેમાં સાવરકુંડલાના વિજપડી, મોદા, મઢડા,જુના સાવરમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભુવા,ઘાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં (Gujarat) સતત વધી રહેલા તાપમાન વચ્ચે અમરેલીમાં(Amreli) સાવરકુંડલામાં કમોસમી વરસાદ(Rain) પડ્યો છે. જેમાં સાવરકુંડલાના વિજપડી, મોદા, મઢડા,જુના સાવરમાં વરસાદ પડ્યો છે. આ ઉપરાંત ભુવા,ઘાડલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો છે. જ્યારે આ ઉપરાંત બે દિવસ અગાઉ અમરેલીના બાબરા પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પવન અને ગાજવીજ સાથે નીલવડા, વાવડા, દરેડ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે નીલવડા ગામના બજારમાં પાણી વહેતા થયા હતા. જો કે ભર ઉનાળે ધોધમાર વરસાદ પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો
જો કે આ ઉપરાંત રાજ્યમાં બોટાદના ગઢડામાં વીજળી અને ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. જેમાં બપોર બાદ સાંજના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જયારે રાજકોટના જસદણના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં ભારે પવન સાથે કોઠી અને દેવપર ગામે વરસાદ પડ્યો હતો. અડધો ઇંચ કરતા વધુ વરસાદ વરસતા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો