Jamnagar : કૃષિમંત્રીએ લતીપુરમાં પશુપાલન શિબિરનો કરાવ્યો પ્રારંભ, નવા 13 પશુ દવાખાના શરુ કરવાની જાહેરાત

Jamnagar News : કૃષિમંત્રીએ ખસીકરણ સહ મેજર કેમ્પની મુલાકાત લીધી હતી, તેમજ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માહિતી- માર્ગદર્શન આપ્યું હતું.

Jamnagar : કૃષિમંત્રીએ લતીપુરમાં પશુપાલન શિબિરનો કરાવ્યો પ્રારંભ, નવા 13 પશુ દવાખાના શરુ કરવાની જાહેરાત
જામનગર જિલ્લામાં નવા 13 પશુ દવાખાના ખુલશે
Follow Us:
Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 13, 2023 | 11:33 AM

રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે ધ્રોલ તાલુકાના લતીપુર ગામમાં તાલુકા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન અને ખસીકરણ ઝુંબેશ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. કૃષિમંત્રીના હસ્તે ગીર ગાયનું પૂજન કરવામાં આવ્યું હતું. કૃષિમંત્રીએ ખસીકરણ સહ મેજર કેમ્પની મુલાકાત લીધી હતી, તેમજ ઉપસ્થિત અધિકારીઓને જરૂરી માહિતી- માર્ગદર્શન આપ્યું હતું. જીવદયા ગૌ સેવા સમાજ ટ્રસ્ટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે પશુઓને પીવાના પાણીનો હવાડો અને નવનિર્મિત આંતરિક રસ્તાના કાર્યનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

નવા 13 પશુ દવાખાના શરુ કરવાની જાહેરાત

કૃષિમંત્રીએ આ પ્રસંગે સંબોધનમાં જણાવ્યું હતું કે, જામનગર જિલ્લામાં અત્યારે કુલ 33 પશુ દવાખાના અને 17 પશુ પ્રાથમિક સારવાર કેન્દ્ર ઉપલબ્ધ છે. જામનગર જિલ્લામાં 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાનાની સેવા ઉપલબ્ધ છે. અત્યારે 18 જેટલા મોબાઈલ પશુ દવાખાના જિલ્લામાં કાર્યરત છે. નાણાંકીય વર્ષ 2022-23 મુજબ જિલ્લામાં નવા 13 પશુ દવાખાના બનાવવામાં આવશે. રાજ્યમાં રૂ.24 કરોડના ખર્ચે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના કાર્યરત છે. કરુણા સહાય અભિયાન ‘1962’ હેલ્પલાઇન હેઠળ અનેક અબોલ પશુઓની સારવાર કરવામાં આવી છે.

તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ વર્ષ 2017માં 1 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી દરમિયાન રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વ નિમિતે કરુણા અભિયાન ચલાવવામાં આવે છે. રૂ.500 કરોડનું માતબર બજેટ ધરાવતી મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના હેઠળ રાજ્યના બિન વારસુ ઢોરની સાર સંભાળ રાખવાના સંપૂર્ણ પ્રયત્નો કરવામાં આવે છે. રાજ્ય પશુપાલન ખાતા દ્વારા મરઘાં વિકાસ યોજના, ઘાસચારા વિકાસ યોજના, પશુ વેચાણ વ્યિવસ્થાબ, ઘેટાં વિકાસ યોજના, બકરાં વિકાસ યોજના, પશુ પક્ષી પ્રદર્શન શો, ચેપી રોગ નિયંત્રણ યોજના, વિમા સહાય યોજના વગેરે જેવી યોજનાઓ-કાર્યક્રમનું સંચાલન કરવામાં આવે છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના હેઠળ લતીપુર ગૌસેવા ટ્રસ્ટને રૂ.14.78 લાખની સહાયનો ચેક અર્પણ કર્યો હતો. બકરા એકમ સહાય હેઠળ લાભાર્થી હેમંત બામ્ભવાને રૂ.45 હજારની સહાય અને પાવર ડ્રિવન ચાફકટર સહાય યોજનાના લાભાર્થી વાલીબેન ભીમાણીને રૂ.18 હજારની સહાય અર્પણ કરી હતી. પશુ સારવાર કેમ્પમાં 950 જેટલા બીમાર પશુઓની સારવાર કરવામાં આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">