AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar : સોશિયલ મીડિયા પર નોકરીની લાલચ આપી 600 મહિલા પાસેથી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો

રાજય ભરના જીલ્લાઓમાં 600 વધુ મહિલો સાથે છેતરપીંડી કરનાર આરોપીને જામનગરની સાયબર ટીમ પકડી પાડેલ છે. લધુ ઉધોગ તથા કુટીર ઉધોગમાં ધરબેઠા કામ કરીને નાણાં કમાવવાની ફેસબુક જાહેરાત થઈ હતી. જેમાં મહિને 25થી 30 હજારના પગાર આપવાની વાત જણાવેલ હતી

Jamnagar : સોશિયલ મીડિયા પર નોકરીની લાલચ આપી 600  મહિલા પાસેથી પૈસા પડાવનાર આરોપી ઝડપાયો
Jamnagar Fraud Accused Arrested
Divyesh Vayeda
| Edited By: | Updated on: May 26, 2023 | 6:56 AM
Share

Jamnagar : જામનગરમાં(Jamnagar) એનજીઓ સંસ્થામાં જોડાઈને ઘરબેઠા કામ કરીને પૈસા કમાવવાની લાલચ આપીને રાજ્યભરમાં છેતરપીંડી (Fraud) કરનાર આરોપી ઝડપાયો છે. જેમાં વિવિધ જીલ્લાની 600થી વધુ મહિલા સાથે છેતરપીંડી કરનાર આરોપીને જામનગર પોલીસે ધરપકડ કરી છે. આરોપી સોશિયલ મીડીયોનો ઉપયોગ કરીને મહિલાઓને સારા પગારની કમાણીની લાલચ આપીને છેતરપીંડી કરતો.

600 વધુ મહિલા  સાથે છેતરપીંડી કરનાર આરોપીને જામનગરની સાયબર ટીમે ઝડપ્યો

રાજયભરના જીલ્લાઓમાં 600 વધુ મહિલા સાથે છેતરપીંડી કરનાર આરોપીને જામનગરની સાયબર ટીમ પકડી પાડેલ છે. લધુ ઉધોગ તથા કુટીર ઉધોગમાં ધરબેઠા કામ કરીને નાણાં કમાવવાની ફેસબુક જાહેરાત થઈ હતી. જેમાં મહિને 25થી 30 હજારના પગાર આપવાની વાત જણાવેલ હતી. જીલ્લા દીઠ મહિલાઓનુ ગ્રુપ બનાવી જેમાં સિવણ, ધુપ, અગરબત્તી તથા ઓર્ગેનિક સાબુ બનાવવાની તથા બ્યુટી પાર્લરની તાલીમ આપવાની તેમજ ગૃહ ઉઘોગ માટે કાચો માલ જરૂરી સાધનો પુરા પાડવાની લાલચ આપી.

3,11,500 વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી

જે માટે ગ્રુપ બનાવીને મેમ્બરને જોડાવવા માટે મેમ્બરશીપના નામે 500 રૂપિયા રજીસ્ટ્રેશન ફી ભરવાાનુ જણાવી મહિલા પાસેથી છેતરપીંડી કરતો. રાજયના જામનગર, પોરબંદર, દેવભુમિદ્રારકા, મોરબી, રાજકોટ સહીત અનેક જીલ્લા માંથી 600થી વધુ મહિલાઓ સાથે 3,11,500 વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી પડાવી લીધેલ હતી. જેની ફરીયાદ મળતા આરોપીને શોધીને પકડી પાડેલ છે.

ગૃહિણીઓ ઘરબેઠા કોઈ નાના-મોટા કામ કરીને કમાણી કરવા ઈચ્છા હોય. આવી ગૃહણીઓ આ પ્રકારની લોભામણી જાહેરાત જોઈને કોઈને કોઈ બહાના હેઠળ પૈસા આપીને કમાણી કરવાના બદલે પોતાના પૈસા ગુમાવે છે. ત્યારે ફેસબુકમાં આવેલી આ જાહેરાતથી અનેક મહિલાઓ છેતરી હતી. જેમાં એક મહિલાએ સાયબર પોલીસને ફરીયાદ આપતા નોકરીની લાલચ આપીને પૈસા પડાવવાના કૌભાંડનો ખુલાસો થયો અને પોલીસ આરોપી સામે કાર્યવાહી શરૂ કરી છે.

રજીસ્ટ્રેશનના નામે રૂપિયા 500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને પૈસા પડાવતો

ફેસબુકમાં આપેલી જાહેરાતના આધારે છેતરપીંડી કરનાર આરોપી મનસુખ જંકકાટને પકડી પાડેલ. ટેકનીકલ ટીમની મદદથી તેના શોધી કાઢેલ. જે છેલ્લા ધણા સમયથી રાજયના રાજપીપળા, બરોડા, રાજકોટ, ગીર-સોમનાથ જુનાગઢ, વેરાવળ સહીતના વિસ્તારોમાં નાસતો ફરતો હતો. આરોપી દ્રારા ફેસબુકમાં જાહેરાત આપવામાં આવતી. મહિલાઓને ઘરબેઠા કામ કરીને સારા પગારની લાલચ આપવામાં આવતી. અને રજીસ્ટ્રેશનના નામે રૂપિયા 500 ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને પૈસા પડાવતો.

પોલીસે આરોપીને પકડીને તેની પુછપરછ શરૂ કરી છે. આ પ્રકારે કેટલાક લોકો પાસેથી પૈસા મેળવ્યા છે. અને તેની સાથે અન્ય કોઈ લોકો સંડોવાયેલ છે કે કેમ સહીતના જવાબ મેળવવા પોલીસે તપાસ આરંભી છે.

જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">