Jamnagar : પિતાની હત્યા કરનારા આરોપી પુત્રને પોલીસે ઝડપ્યો, પિતાની ખાટલા સાથે બાંધી કરી હતી હત્યા
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા સરકાર નગરમાં બે દિવસ પહેલા પિતાની હત્યા કરીને નાસી જનાર આરોપી પુત્રને જામનગર પોલીસે પકડી પાડેલ. અમદાવાદના બાવળા નજીકથી પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી શોધીને તેને કાયદાનુ ભાન કરાવ્યુ. બે દિવસ પૂર્વે પુત્ર પિતાની હત્યા કરીને ફરાર થયો હતો.વૃધ્ધને તેના ખાટલા પર હાથ-પગ બાંધીને દોરી વડે ટુંપો આપીને પુત્રએ જ પિતાની હત્યા કરી હતી.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલા સરકાર નગરમાં બે દિવસ પહેલા પિતાની હત્યા કરીને નાસી જનાર આરોપી પુત્રને જામનગર પોલીસે પકડી પાડેલ. અમદાવાદના બાવળા નજીકથી પોલીસે સર્વેલન્સ ટીમની મદદથી શોધીને તેને કાયદાનુ ભાન કરાવ્યુ. બે દિવસ પૂર્વે પુત્ર પિતાની હત્યા કરીને ફરાર થયો હતો.વૃધ્ધને તેના ખાટલા પર હાથ-પગ બાંધીને દોરી વડે ટુંપો આપીને પુત્રએ જ પિતાની હત્યા કરી હતી. યુવાનને ચોરી કરવાની ટેવ હોવાથી પિતાએ ઠપકો આપતા તેની હત્યા કરી હોવાનુ પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યુ છે.
જામનગર પોલીસે અમદાવાદ નજીક બાવળાથી પકડી પાડેલ
જામનગર શહેરના ગોકુલ વિસ્તારમાં આવેલા સરદાર નગર શેરી નંબર 7 માં રહેતા વૃધ્ધની બાંધેલી હાલતમાં લાશ મળી હતી. 55 વર્ષીય શંકરદાસ ભુધરદાસની તેના ઘરમાં ખાટલા સાથે બાંધેલી હાલમતાં લાશ મળી હતી.પોલીસની પ્રાથમિક પુછપરછમાં સામે આવ્યુ કે જે ત્રીજ નંબરના પુત્રે હત્યા કરી ત્યાંથી ફરાર થયો હતો. જેને પિતા સાથે મતભેદ ચાલતા હતા. મૃતકના ચોથા નંબરના પુત્ર અનિલે પોતાના પોતાના ભાઈ સામે હત્યાની પોલીસ ફરીયાદ નોંધાવી હતી. જે આરોપીને જામનગર પોલીસે અમદાવાદ નજીક બાવળાથી પકડી પાડેલ છે. હત્યાના બનાવ બાદ ફરાર થયેલા આરોપી પુત્રને શોધવા માટે પોલીસની વિવિધ ટીમો કામે લાગી હતી. સાથે સર્વેલન્સ ટીમ અને બાતમીદારોની મદદથી આરોપી પુત્ર સુનિલને પોલીસ પકડી બાળવાથી પકડી પાડેલ છે.
શંકરદાસ એક હાથ ન હતો. જેને પાંચ પુત્ર છે. તૈ પૈકી ત્રીજા નંબરના પુત્ર સુનિલ સાથે તે રહેતા રહેતા હતા. સુનિલ સાથે પિતાને મતભેદ ચાલતા હતા. સુનિલ ચોરી કરવાની આદત હોવાથી તેના પિતાએ ઠપકો આપતા. તેના પર ચોરીના ગુના નોંધાયેલ છે. પિતાને હાથ પગ બાંધીને ખાટલાની દોરીથી ગળે ટુંપો લઈને તેની હત્યા કરવામાં આવી હતી.
પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી
આ પુત્ર અગાઉ ત્રણ ચોરીમાં સંડોવેલ છે. હાલ ગોકુલનગર વિસ્તારમાં પણ ચોરી હતી. જે માટે પિતાએ ઠપકો આપ્યો હતો. તેથી તે ત્યાંથી જવાની તૈયારી કરી હતી. કોઈ બાબતે પિતા સાથે તકરાર થઈ હતી. પિતાને જોરથી ધકકો માર્યો હતો. બાદ તે બુમાબુમ કરવા જતા તેને ગળે ટુંપો આપ્યો હતો. જે દરમિયાન સુનિલના પિતા શંકરદાસનુ મોત થયુ હતુ. બાદ પુત્ર ફરાર થયો હતો. પોલીસ ચોરીના ગુના તથા હત્યાના ગુનામાં આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ શરૂ કરી છે. પોલીસે આરોપીની પુછપરછ શરૂ કરી છે.
આ પણ વાંચો : Gujarati Video: મોબાઈલે લીધો જીવ, પિતાએ શાળાએ મોબાઈલ લઈ જવાની ના પાડતા ધોરણ 12ની વિદ્યાર્થિનીએ ઝેર પી લીધું